સમયસાર ગાથા-૨૬૭ ] [ ૧૬૭
એક ફેરા છેલ્લે છેલ્લે સંપ્રદાયમાં હતા ત્યારે મોટી સભામાં વ્યાખ્યાનમાં કહ્યું હતું કે આ આત્મા ક્રમે ક્રમે, ક્રમે ક્રમે દરેકને જાણે છે; જ્યાં જે ભવમાં-ગતિમાં ગયો, જે સંયોગમાં આવ્યો તેને જાણે તો છે ને? પણ એને આમ ક્રમે ક્રમે જાણે છે, પણ એને બદલે એ સર્વને એક સમયમાં જાણે તે સર્વજ્ઞ થાય છે. આ આત્મા જ્યાં જ્યાં ભવ કરે છે ત્યાંના તે તે ક્ષેત્રનું ને ભાવનું જ્ઞાન કરે છે. તે જ્ઞાન તો તે પ્રકારે તેને છે, પણ એ ક્રમે ક્રમે આમ ભવ કરીને, રાગ કરીને સર્વનું જ્ઞાન કરે છે. હવે એક સમયમાં ત્રણકાળ ત્રણલોકને ક્રમ વિના જાણે એવો એનો સ્વભાવ છે. એ સ્વભાવને અનુસરીને એક સમયમાં સર્વને-લોકાલોકને જાણે એવી પર્યાય પ્રગટ થાય તેને જ્ઞાનની પરિપૂર્ણ દશા- સર્વજ્ઞદશા કહે છે. લ્યો, આવી વાત છે. ભાઈ! આ તો ન્યાયથી બેસે એવી વાત છે. વસ્તુની સ્થિતિ જે રીતે છે તે રીતે તેને ન્યાયથી સમજવી એનું નામ જૈનદર્શન છે, એમ ને એમ (ઓઘે ઓઘે) માની લે કે આ કેવળી ને આ આત્મા ને આ ફલાણું ને આ ઢીંકણું-એમ જૈનદર્શનમાં છે નહિ. જ્ઞાનને વસ્તુસ્થિતિ ભણી દોરી જવું એનું નામ ન્યાય છે અને ન્યાયથી વસ્તુને ગ્રહણ કરવી તે યથાર્થમાં જૈનદર્શન છે. સમજાણું કાંઈ...?
અહીં તો એ લેવું છે કે-નિરર્થક અધ્યવસાનથી વિમોહિત-ઉન્મત્ત જીવ, જગતમાં એવી કોઈ વસ્તુ નથી જે-રૂપ તે પોતાને ન કરતો હોય. અનંતકાળમાં એણે આ દેહ મારી ને વાણી મારી ને ઇન્દ્રિયો મારી, ને કર્મ મારાં ને આ બાયડી-છોકરાં મારાં, પૈસા મારા, આબરૂ મારી, દુકાન મારી, દેશ મારો ને સમાજ મારો-એમ કર્મ, નોકર્મ ને પરજીવોને-સર્વને તે પોતાનાં કરે છે. અરે ભાઈ! એ પરચીજને તારી કરે છે એને બદલે સર્વને જાણવાનો તારો સ્વભાવ છે એની પ્રતીતિ કરીને એને તારો કર ને! અહા! સર્વને (-પરને) પોતાના કરવા જાય છે એને બદલે હું સર્વને જાણનાર કેવળજ્ઞાનસ્વભાવી પરમાત્મદ્રવ્ય છું-એમ પોતાને પોતાનો કરને! બાપુ! પરચીજ તો અનંતકાળે તારી નહિ થાય. અને તારી ચીજ તો તારી જ છે, એની પ્રતીતિ-દ્રષ્ટિ કરતાં જ સુખ અને આનંદ છે.
શ્રીમદ્ રાજચંદ્રે કહ્યું છે કે- ‘જો કદી પ્રગટપણે વર્તમાનમાં કેવળજ્ઞાનની ઉત્પત્તિ થઈ નથી, પણ જેનાં
-શક્તિપણે કેવળજ્ઞાન છે એમ સ્પષ્ટ જાણ્યું છે, -એમ શ્રદ્ધાપણે કેવળજ્ઞાન થયું છે, -વિચારદશાએ કેવળજ્ઞાન થયું છે, -ઇચ્છાદશાએ કેવળજ્ઞાન થયું છે,