Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 2652 of 4199

 

૧૭૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૮

* ગાથા ૨૬૮ – ૨૬૯ઃ ગાથાર્થ ઉપરનું પ્રવચન *
‘તિર્યચ, નારક, દેવ, માનવ, પુણ્યપાપ વિવિધ જે,
તે સર્વરૂપ નિજને કરે છે જીવ અધ્યવસાનથી.’

જોયું? આમાં ચાર ગતિ ભેગા પુણ્ય-પાપના ભાવ, શુભ-અશુભ ભાવ પણ નાખ્યા. ખરેખર તો પોતે સ્વને જાણે, સ્વપ્રકાશી થાય ત્યારે, પુણ્ય-પાપ આદિ બધાયને જાણે એવો એનો પરપ્રકાશક સ્વભાવ છે. પરંતુ એના વગર (સ્વને પ્રકાશ્યા વગર) કેવળ પરપ્રકાશક સૌને જાણે છે પણ તે યથાર્થ નથી. ખરેખર તો જ્યારે આત્માના સ્વપ્રકાશનું-શુદ્ધ ચૈતન્યપ્રકાશનું એને ભાન થયું ત્યારે રાગાદિ (પુણ્ય-પાપ આદિ) જે છે તે વ્યવહારે જાણેલો પ્રયોજનવાન છે. છે તો આમ; એને બદલે તે (-રાગાદિ) કરેલો પ્રયોજનવાન છે એમ અજ્ઞાની માને છે. અનેક પ્રકારના શુભ-અશુભભાવને કરું, પુણ્યભાવ કરું, પાપભાવ કરું, આ કરું ને તે કરું એમ કરવાના મિથ્યા અહંકાર વડે તે સર્વરૂપ પોતાને કરે છે. અહો! આ તો ગજબ શૈલીથી વાત છે. અહા! શું સમયસાર! ને શું એની શૈલી!!

તે જ પ્રમાણે મિથ્યા અધ્યવસાયથી, ધર્મ, અધર્મ આદિ જે છ દ્રવ્યો છે તે સર્વરૂપ પોતાને તે કરે છે. અહીં ગાથામાં ધર્મ, અધર્મ એટલે પુણ્ય-પાપની વાત નથી, પણ ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય દ્રવ્યોની વાત છે. ‘સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર’ માં (ગાથા ૪૦૪માં) ‘ધરમાધરમ, દીક્ષા વળી...’ એમ આવે છે ત્યાં ધર્મ, અધર્મ એટલે પુણ્ય-પાપ જ્ઞાન છે, આત્મા છે-એમ વાત આવે છે. એ તો ત્યાં આત્માના અસ્તિત્વમાં જેટલું જેટલું જેટલું છે તે બધું સિદ્ધ કરવું છે. એમ કે શુભ-અશુભ ભાવ પણ પોતાના (પર્યાયરૂપ) અસ્તિત્વમાં છે, એ કાંઈ પરના અસ્તિત્વમાં નથી એમ ત્યાં સિદ્ધ કરવું છે. આવી વાત છે બાપુ!

હવે આખો દિ’ એનું ચિત્ત વેપાર-ધંધામાં, બાયડી-છોકરામાં ને ખાવા-પીવા ને ઊંઘવામાં રોકાયેલું રહે તેમાં માંડ એકાદ કલાક સાંભળવા મળે; એમાંય પાછી આવી (નિર્ભેળ) વાત સમજાય નહિ એટલે કહે કે-દયા પાળો, વ્રત કરો, તપસ્યા કરો, ભક્તિ કરો એવું કહો તો કંઈક સમજાય. પણ ભાઈ! એ કરવાનો તારો જે ભાવ છે તે મિથ્યાત્વ છે.

અહાહા...! ભાઈ! તું પ્રજ્ઞાબ્રહ્મ છો ને? તું જ્ઞાનસ્વરૂપ છો ને પ્રભુ? અહાહા...! આત્મા એકલું જ્ઞાનનું દળ છે. તે જ્ઞાન કરે, પર્યાયમાં સર્વને જાણે-એમ ન માનતાં સર્વને હું કરું છું એમ માને છે તે મિથ્યાબુદ્ધિ છે ભાઈ! આ પુણ્યના ભાવ મારા, પાપના ભાવ મારા, આ સ્ત્રી-પુત્ર-પરિવાર સૌ મારાં એમ તું માને પણ એ બધાં તારાં કયાંથી થયાં બાપા? એ તો બધાં તારા પરપ્રકાશનો (પરપ્રકાશી જ્ઞાનનો)