૧૮૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૮ સહજ એક સ્વભાવ છે. શું કીધું? કે આત્મા સ્વ-પરને જાણે એ એનો સહજ સ્વભાવ છે. અહા! તે પરને કારણે જાણે છે એમ નહિ તથા જાણવા સિવાય પરનું કાંઈ કરે છે એમેય નહિ. ઝીણી વાત છે પ્રભુ! નાટક સમયસારમાં આવે છે ને કે-
અહાહા...! સ્વપરને જાણવામાત્ર જ પોતાનો સ્વભાવ છે તેને ગ્રહણ ન કરતાં જાણવામાં આવતા આ દેવ મારા, આ ગુરુ મારા, આ મંદિર મારું-એમ પરદ્રવ્યના અધ્યવસાય વડે પોતાને પરરૂપ કરે છે તેનું મોહ જ એક મૂળ છે એમ કહે છે. જેમ ધર્મનું મૂળ સમ્યગ્દર્શન છે તેમ આ પરદ્રવ્યના અધ્યવસાયનું મૂળ એક મોહ જ છે; અને તે અધ્યવસાય જેમને નથી તે અંતરંગમાં ચારિત્રના ધરનારા મુનિવરો છે.
‘चारित्तं खलु धम्मो’ ચારિત્ર છે તે ધર્મ છે, સાક્ષાત્ મોક્ષનું કારણ છે. એમ ભગવાને કહ્યું છે અને આ ચારિત્રનું મૂળ સમ્યગ્દર્શન છે. दंसणमूलोधम्मो’ એમ છે કે નહિ? અહાહા...! જેમાં સ્વ-પરને જાણવાના સહજ એક સ્વભાવવાળા આત્માની પરિપૂર્ણ પ્રતીતિ વર્તે છે તે સમ્યગ્દર્શન જ ધર્મનું નામ ચારિત્રનું મૂળ છે. આવા ચારિત્રવંત મુનિવરોને એક મોહ જ જેનું મૂળ છે એવો પરદ્રવ્યનો-પરદ્રવ્ય મારું અને હું એને કરું એવો-અધ્યવસાન નથી એમ કહે છે. ’ मोह–एक–कन्दः– એમ કહ્યું ને? મોહ જ એક જેનું મૂળ છે એવું આ અધ્યવસાન જેમને નથી તેઓ સમ્યગ્દર્શન જેનું મૂળ છે એવા ચારિત્રના ધરનારા, પ્રચુર આનંદમાં ઝૂલનારા મુનિવરો છે. અહા! જેમ ધર્મનું મૂળ સમ્યગ્દર્શન છે તેમ અધ્યવસાનનું મૂળ મિથ્યાદર્શન છે અને તેવું અધ્યવસાન મુનિવરોને હોતું નથી. સમજાણું કાંઈ......?
અહા! એવો અધ્યવસાય કે મોહ જ એક જેનું મૂળ છે તે જેમને નથી તે જ મુનિઓ છે. મુનિવરોને છ કાયના જીવોની રક્ષાનો વિકલ્પ આવે છે ને? અહા! ‘હું છ કાયના જીવોની રક્ષા કરું’ એવો પરના એકત્વનો અધ્યવસાય જેમને નથી અને જે વિકલ્પ આવે છે તેના જે સ્વામી-કર્તા થતા નથી તેઓ મુનિઓ છે એમ કહે છે. અહા! જેઓ શરીરાદિની ક્રિયા ને રાગની ક્રિયાને પોતાનામાં ભેળવતા નથી પણ પોતાથી પૃથક્ રાખીને તેને પોતામાં રહીને જે જ્ઞાતાપણે જાણે છે એવી જેમની દશા છે તે મુનિઓ છે. અહીં ઉત્કૃષ્ટ વાત લેવી છે ને? તેથી આવો પરદ્રવ્યનો અધ્યવસાય જેને નથી તેઓ મુનિઓ છે કે જે કર્મથી લેપાતા નથી-એમ અહીં કહે છે. સમજાણું કાંઈ....?