एदाणि णत्थि जेसिं अज्झवसाणाणि एवमादीणि। ते असुहेण सुहेण व कम्मेण मुणी ण लिप्पंति।। २७०।।
ते अशुभेन शुभेन वा कर्मणा मुनयो न लिप्यन्ते।। २७०।।
આ અધ્યવસાય જેમને નથી તે મુનિઓ કર્મથી લેપાતા નથી-એમ હવે ગાથામાં કહે છેઃ-
તે મુનિવરો લેપાય નહિ શુભ કે અશુભ કર્મો વડે. ૨૭૦.
ગાથાર્થઃ– [एतानि] આ (પૂર્વે કહેલાં) [एवमादीनि] તથા આવા બીજા પણ [अध्यवसानानि] અધ્યવસાન [येषाम्] જેમને [न सन्ति] નથી, [ते मुनयः] તે મુનિઓ [अशुभेन] અશુભ [वा शुभेन] કે શુભ [कर्मणा] કર્મથી [न लिप्यन्ते] લેપાતા નથી.
ટીકાઃ– આ જે ત્રણ પ્રકારનાં અધ્યવસાનો છે તે બધાંય પોતે અજ્ઞાનાદિરૂપ (અર્થાત્ અજ્ઞાન, મિથ્યાદર્શન અને અચારિત્રરૂપ) હોવાથી શુભાશુભ કર્મબંધનાં નિમિત્ત છે. તે વિશેષ સમજાવવામાં આવે છેઃ- ‘હું (પર જીવોને) હણું છું’ , ઇત્યાદિ જે આ અધ્યવસાન છે તે અધ્યવસાનવાળા જીવને, જ્ઞાનમયપણાને લીધે ૧સત્રૂપ ૨અહેતુક ૩જ્ઞપ્તિ જ જેની એક ક્રિયા છે એવા આત્માનો અને રાગદ્વેષના ઉદયમય એવી ૪હનન આદિ ક્રિયાઓનો પવિશેષ નહિ જાણવાને લીધે ભિન્ન આત્માનું અજ્ઞાન હોવાથી, તે અધ્યવસાન પ્રથમ તો અજ્ઞાન છે, ભિન્ન આત્માનું અદર્શન (અશ્રદ્ધાન) હોવાથી (તે અધ્યવસાન) મિથ્યાદર્શન છે અને ભિન્ન આત્માનું અનાચરણ હોવાથી (તે અધ્યવસાન) અચારિત્ર છે. [વળી ‘હું નારક છું’ ઇત્યાદિ જે અધ્યવસાન છે તે _________________________________________________________________ ૧. સત્રૂપ = સત્તાસ્વરૂપ; અસ્તિત્વસ્વરૂપ. (આત્મા જ્ઞાનમય છે તેથી સત્રૂપ અહેતુક જ્ઞપ્તિ જ તેની
૨. અહેતુક = જેનું કોઈ કારણ નથી એવી; અકારણ; સ્વયંસિદ્ધ; સહજ. ૩. જ્ઞપ્તિ = જાણવું તે; જાણનક્રિયા. (જ્ઞપ્તિક્રિયા સત્રૂપ છે, અને સત્રૂપ હોવાથી અહેતુક છે.) ૪. હનન = હણવું તે; હણવારૂપ ક્રિયા (હણવું વગેરે ક્રિયાઓ રાગદ્વેષના ઉદયમય છે.) પ. વિશેષ= તફાવત; ભિન્ન લક્ષણ.