૧૮૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૮ અધ્યવસાનવાળા જીવને પણ, જ્ઞાનમયપણાને લીધે સત્રૂપ અહેતુક જ્ઞાયક જ જેનો એક ભાવ છે એવા આત્માનો અને કર્મોદયજનિત નારક આદિ ભાવોનો વિશેષ નહિ જાણવાને લીધે ભિન્ન આત્માનું અજ્ઞાન હોવાથી, તે અધ્યવસાન પ્રથમ તો અજ્ઞાન છે, ભિન્ન આત્માનું અદર્શન હોવાથી (તે અધ્યવસાન) મિથ્યાદર્શન છે અને ભિન્ન આત્માનું અનાચરણ હોવાથી (તે અધ્યવસાન) અચારિત્ર છે.) વળી ‘આ ધર્મદ્રવ્ય જણાય છે’ ઇત્યાદિ જે અધ્યવસાન છે તે અધ્યવસાનવાળા જીવને પણ, *જ્ઞાનમયપણાને લીધે સત્રૂપ અહેતુક જ્ઞાન જ જેનું એક રૂપ છે એવા આત્માનો અને જ્ઞેયમય એવાં ધર્માદિક રૂપોનો વિશેષ નહિ જાણવાને લીધે ભિન્ન આત્માનું અજ્ઞાન હોવાથી, તે અધ્યવસાન પ્રથમ તો અજ્ઞાન છે, ભિન્ન આત્માનું અદર્શન હોવાથી (તે અધ્યવસાન) મિથ્યાદર્શન છે અને ભિન્ન આત્માનું અનાચરણ હોવાથી (તે અધ્યવસાન) અચારિત્ર છે. માટે આ સમસ્ત અધ્યવસાનો બંધનાં જ નિમિત્ત છે.
માત્ર જેમને આ અધ્યવસાનો વિદ્યમાન નથી તે જ કોઈક (વિરલ) મુનિકુંજરો (મુનિવરો), સત્રૂપ અહેતુક જ્ઞપ્તિ જ જેની એક ક્રિયા છે, સત્રૂપ અહેતુક જ્ઞાયક જ જેનો એક ભાવ છે અને સત્રૂપ અહેતુક જ્ઞાન જ જેનું એક રૂપ છે એવા ભિન્ન આત્માને (- સર્વ અન્યદ્રવ્યભાવોથી જુદા આત્માને) જાણતા થકા, સમ્યક્ પ્રકારે દેખતા (શ્રદ્ધતા) થકા અને અનુચરતા થકા, સ્વચ્છ અને સ્વચ્છંદપણે ઉદયમાન (અર્થાત્ સ્વાધીનપણે પ્રકાશમાન) એવી અમંદ અંતર્જ્યોતિને અજ્ઞાનાદિરૂપપણાનો અત્યંત અભાવ હોવાથી (અર્થાત્ અંતરંગમાં પ્રકાશતી જ્ઞાનજ્યોતિ જરા પણ અજ્ઞાનરૂપ, મિથ્યાદર્શનરૂપ અને અચારિત્રરૂપ નહિ થતી હોવાથી) શુભ કે અશુભ કર્મથી ખરેખર લેપાતા નથી.
ભાવાર્થઃ– આ જે અધ્યવસાનો છે તે ‘હું પરને હણું છું’ એ પ્રકારનાં છે, ‘હું નારક છું’ એ પ્રકારનાં છે તથા ‘હું પરદ્રવ્યને જાણું છું’ એ પ્રકારનાં છે. તેઓ, જ્યાં સુધી આત્માનો ને રાગાદિકનો, આત્માનો ને નારકાદિ કર્મોદયજનિત ભાવોનો તથા આત્માનો ને જ્ઞેયરૂપ અન્યદ્રવ્યોનો ભેદ ન જાણ્યો હોય, ત્યાં સુધી પ્રવર્તે છે. તેઓ ભેદજ્ઞાનના અભાવને લીધે મિથ્યાજ્ઞાનરૂપ છે, મિથ્યાદર્શનરૂપ છે અને મિથ્યાચારિત્રરૂપ છે; એમ ત્રણ પ્રકારે પ્રવર્તે છે. તે અધ્યવસાનો જેમને નથી તે મુનિકુંજરો છે. તેઓ આત્માને સમ્યક્ જાણે છે, સમ્યક્ શ્રદ્ધે છે અને સમ્યક્ આચરે છે, તેથી અજ્ઞાનના અભાવથી સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્રરૂપ થયા થકા કર્મોથી લેપાતા નથી.
_________________________________________________________________ *આત્મા જ્ઞાનમય છે તેથી સત્રૂપ અહેતુક જ્ઞાન જ તેનું એક રૂપ છે.