સમયસાર ગાથા-ર૭૦ ] [ ૧૯પ આશ્રયસ્થાન છે. આવો મારગ ભગવાન વીતરાગનો છે તેને અત્યારે લોકોએ રાગથી રગદોળી દીધો છે. અહા! આવું પરમ સત્ય બહાર આવ્યું તે પોતાને ગોઠતું નહિ હોવાથી તેઓ વિરોધનો વંટોળ ઊભો કરે છે. પણ શું થાય? (સત્ય તો જેમ છે તેમ જ છે).
ભગવાન જ્ઞાયક ભિન્ન છે. એ પરજ્ઞેયો બધા જણાય છે એ તો જ્ઞાનનું પોતાનું સામર્થ્ય છે. અહા! એ પરજ્ઞેયોને જાણનારું જ્ઞાન કાંઈ પરમાં જતું નથી (-પરરૂપ થતું નથી), અને પરજ્ઞેયો જણાય છે તે કાંઈ જ્ઞાનમાં જતા નથી. (જ્ઞાનરૂપ થતા નથી). આ પ્રમાણે જ્ઞાન, પરજ્ઞેયોથી ભિન્ન જ છે. છતાં એ પરપદાર્થો જાણવામાં આવ્યા માટે તે મારા છે, કે એનાથી મારું જ્ઞાન છે એવી જે માન્યતા છે તે, ભિન્ન આત્માનું અજ્ઞાન હોવાથી અજ્ઞાન છે, તે ભિન્ન આત્માનું અદર્શન હોવાથી મિથ્યાદર્શન છે અને તે ભિન્ન આત્માનું અનાચરણ હોવાથી અચારિત્ર છે.
આવે તે અજ્ઞાન છે. ભાઈ! અહા! પોતાનું તો સ્વ-પરને જાણવાના સ્વભાવવાળું સહજ એક જ્ઞાન છે, ત્યાં પરજ્ઞેય પોતાના ક્યાંથી થઈ ગયા? સ્વ-પરને જાણવાના સ્વભાવને કારણે પર જાણવામાં (જ્ઞાનમાં) આવ્યા એમ કહેવાય, પણ ખરેખર પર કાંઈ જાણવામાં (જ્ઞાનમાં) આવ્યા નથી, પણ પોતાનો સ્વ-પરને જાણવાનો સ્વભાવ જ અંદર જાણવામાં આવ્યો-પ્રસર્યો છે. આમ છે છતાં પરથી જાણપણું આવ્યું વા પર જાણવામાં આવતાં પર મારા થઈ ગયા એમ કોઈ માને તો તે તેનું અજ્ઞાન છે, કેમકે તેને પોતાના સહજ એક જ્ઞાનસ્વભાવની ખબર નથી.
દ્રવ્ય, જ્ઞાનસ્વભાવ તે એનો ગુણ અને તેની વર્તમાન જાણવા-દેખવાની પરિણતિ તે જ્ઞપ્તિક્રિયારૂપ પર્યાય. બસ એટલામાં એનું અસ્તિત્વ છે. અહાહા...! સત્દ્રવ્ય, સત્ગુણ ને સત્પર્યાય. એ પર્યાયમાં પર જે શરીર, મન, વાણી, રાગ ઈત્યાદિ જાણવામાં આવે તેને મારાં માને તે અજ્ઞાની છે. અહાહા...! સ્વ-પરને પ્રકાશવાના બેહદ સ્વભાવવાળો ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્યઅરિસો છે. પોતાના આવા સ્વરૂપને ભૂલીને જે પરજ્ઞેયો જણાય છે તેને પોતાના માને છે તે અજ્ઞાની છે. આમ આંધળે-આંધળો એ અનાદિથી હાલ્યો જાય છે. જૈનનો સાધુ થયો, બહારથી નગ્ન થઈને રહ્યો, તોય હું કોણ છું? કેવડો છું? અને મારું કર્તવ્ય શું? -એના ભાન વિના એણે એકલી રાગની ક્રિયાઓ કર્યા કરી; પણ એથી શું? અંદર પોતાની ચિદાનંદમય સ્વરૂપલક્ષ્મીને ભાળ્યા વિના (પ્રાપ્ત થયા વિના) એ રાંક- બિચારો જ છે. શાસ્ત્રમાં આવા જીવોને ‘वराकाः’ – રાંક-બિચારા જ કહ્યા છે.