ર૦૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૮ મારી છે; આ ગુરુ મારા, આ શિષ્ય મારા, આ સંઘ મારો ઈત્યાદિ અભિપ્રાય મુનિવરોને હોતો જ નથી. આખું જગત જેમાં ભિન્ન જ્ઞેયપણે ભાસે છે તે જ્ઞાન જ મારું રૂપ છે એવું નિર્મળ જ્ઞાન-શ્રદ્ધાન ને આચરણ જેમને પ્રગટ છે તે મુનિકુંજરો છે.
‘તેઓ આત્માને સમ્યક્ જાણે છે, સમ્યક્ શ્રદ્ધે છે અને સમ્યક્ આચરે છે. તેથી અજ્ઞાનના અભાવથી સમ્યક્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ થયા થકા કર્મોથી લેપાતા નથી.’
અહાહા...! મુનિવરો કે જેમને મિથ્યા અધ્યવસાન વિદ્યમાન નથી તેઓ કર્મોથી લેપાતા નથી જ્યારે મિથ્યા અધ્યવસાય જેમને છે તે અવશ્ય કર્મોથી લેપાય છે. આવી વાત છે.
[પ્રવચન નં. ૩ર૪ (શેષ) અને ૩રપ * દિનાંક ર૦-ર-૭૭ અને ર૧-ર-૭૭]