Pravachan Ratnakar (Gujarati). Kalash: 173.

< Previous Page   Next Page >


PDF/HTML Page 2682 of 4199

 

૨૦૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૮

(शार्दूलविक्रीडित)
सर्वत्राध्यवसानमेवमखिलं त्याज्यं यदुक्तं जिनै–
स्तन्मन्ये व्यवहार एव निखिलोऽप्यन्याश्रयस्त्याजितः।
सम्यङ्निश्चयमेकमेव तदमी निष्कम्पमाक्रम्य किं
शुद्धज्ञानघने महिम्नि न निजे बध्नन्ति सन्तो धृतिम्।। १७३।।

ને પરના એકપણાના નિશ્ચયરૂપ પરિણતિ વર્તે છે તેને બુદ્ધિ આદિ આઠ નામોથી કહેવામાં આવે છે.

‘અધ્યવસાન ત્યાગવાયોગ્ય કહ્યાં છે તેથી એમ સમજાય છે કે વ્યવહારનો ત્યાગ કરાવ્યો છે અને નિશ્ચયનું ગ્રહણ કરાવ્યું છે’ -એવા અર્થનું, આગળના કથનની સૂચનારૂપ કાવ્ય હવે કહે છેઃ-

શ્લોકાર્થઃ– આચાર્યદેવ કહે છે કેઃ- [सर्वत्र यद् अध्यवसानम्] સર્વ વસ્તુઓમાં જે અધ્યવસાન થાય છે [अखिलं] તે બધાય (અધ્યવસાન) [जिनैः] જિન ભગવાનોએ [एवम्] પૂર્વોક્ત રીતે [त्याज्यं उक्तं] ત્યાગવાયોગ્ય કહ્યાં છે [तत्] તેથી [मन्ये] અમે એમ માનીએ છીએ કે [अन्य–आश्रयः व्यवहारः एव निखिलः अपि त्याजितः] ‘પર જેનો આશ્રય છે એવો વ્યવહાર જ સઘળોય છોડાવ્યો છે.’ [तत्] તો પછી, [अमी सन्तः] આ સત્પુરુષો [एकम् सम्यक् निश्चयम् एव निष्कम्पम् आक्रम्य] એક સમ્યક્ નિશ્ચયને જ નિષ્કંપપણે અંગીકાર કરીને [शुद्धज्ञानघने निजे महिम्नि] શુદ્ધજ્ઞાનઘનસ્વરૂપ નિજ મહિમામાં (-આત્મસ્વરૂપમાં) [धृतिम् किं न बध्नन्ति] સ્થિરતા કેમ ધરતા નથી?

ભાવાર્થઃ– જિનેશ્વરદેવે અન્ય પદાર્થોમાં આત્મબુદ્ધિરૂપ અધ્યવસાન છોડાવ્યાં છે તેથી આ પરાશ્રિત વ્યવહાર જ બધોય છોડાવ્યો છે એમ જાણવું. માટે ‘શુદ્ધજ્ઞાનસ્વરૂપ પોતાના આત્મામાં સ્થિરતા રાખો’ એવો શુદ્ધનિશ્ચયના ગ્રહણનો ઉપદેશ આચાર્યદેવે કર્યો છે. વળી, “જો ભગવાને અધ્યવસાન છોડાવ્યાં છે તો હવે સત્પુરુષો નિશ્ચયને નિષ્કંપપણે અંગીકાર કરી સ્વરૂપમાં કેમ નથી ઠરતા-એ અમને અચરજ છે” એમ કહીને આચાર્યદેવે આશ્ચર્ય બતાવ્યું છે. ૧૭૩.

*
સમયસાર ગાથા ર૭૧ઃ મથાળું

“અધ્યવસાન શબ્દ વારંવાર કહેતા આવ્યા છો. તે અધ્યવસાન શું છે? તેનું સ્વરૂપ બરાબર સમજમાં નથી આવ્યું.” આમ પૂછવામાં આવતાં હવે અધ્યવસાનનું સ્વરૂપ ગાથામાં કહે છે.