Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 2684 of 4199

 

ર૦૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૮ અધ્યવસાનને મતિ શબ્દથી પણ કહેવામાં આવે છે. મતિજ્ઞાન તે આ નહિ. આ તો જેમાં વિપરીત જાણવું-માનવું છે તેવા અધ્યવસાનને અહીં મતિ કહ્યું છે.

વળી વિજ્ઞપ્તિમાત્રપણાથી તે વિજ્ઞાન છે. જુઓ, વીતરાગવિજ્ઞાન તે આ નહિ. આ તો વિજ્ઞાન એટલે વિરુદ્ધ જ્ઞાન એમ વાત છે. હું પરને મારું-જિવાડું, હું નારકી-મનુષ્ય છું, પર ચીજો જણાય તે મારી છે-એવું સ્વરૂપથી વિરુધ્ધ જ્ઞાન છે ને? તેને અહીં વિજ્ઞાન શબ્દથી કહ્યું છે.

વળી, (તે જ અધ્યવસાન) ‘ચેતનામાત્રપણાથી ચિત્ત છે, ચેતનના ભવન- માત્રપણાથી ભાવ છે, ચેતનના પરિણમનમાત્રપણાથી પરિણામ છે.’

ચેતનના પરિણામ છે ને? તેથી તેને ચિત્ત પણ કહે છે, ભાવ પણ કહે છે ને પરિણામ પણ કહે છે. અહીં નિર્મળ ભાવ-પરિણામની વાત નથી. આ તો પર મારાં ને પરની ક્રિયા હું કરું-એવો મિથ્યા અભિપ્રાય જેમાં છે એ પરિણામની વાત છે.

કોઈ લોકો એમ કહે છે કે-અધ્યવસાનને જ બંધનું કારણ કહ્યું છે, પણ જિવાડવાનો ભાવ એ બંધનું કારણ નથી.

અરે ભાઈ! જ્યાં સુધી સ્વમાં એકતા થઈ નથી ત્યાં સુધી પરમાં એકત્વબુદ્ધિ પડેલી જ છે. તેથી પરમાં એકત્વબુદ્ધિસહિત જે પરિણામ-ભાવ છે તે બંધનું જ કારણ છે. અહા! તેને અધ્યવસાન કહો, ભાવ કહો, પરિણામ કહો, બુદ્ધિ કહો-બધું એકાર્થવાચક જ છે, સમજાણું કાંઈ...?

ભાવાર્થઃ– ‘આ જે બુદ્ધિ આદિ આઠ નામોથી કહ્યા તે બધાય ચેતન આત્માના પરિણામ છે. જ્યાં સુધી સ્વપરનું ભેદજ્ઞાન ન હોય ત્યાં સુધી જીવને જે પોતાના ને પરના એકપણાના નિશ્ચયરૂપ પરિણતિ વર્તે છે તેને બુદ્ધિ આદિ આઠ નામોથી કહેવામાં આવે છે.’ આ ભાવાર્થ કહ્યો.

*

‘અધ્યવસાન ત્યાગવાયોગ્ય કહ્યાં છે તેથી એમ સમજાય છે કે વ્યવહારનો ત્યાગ કરાવ્યો છે અને નિશ્ચયનું ગ્રહણ કરાવ્યું છે’ -એવા અર્થનું, આગળના કથનની સૂચનારૂપ કાવ્ય હવે કહે છેઃ-

* કળશ ૧૭૩ઃ શ્લોકાર્થ ઉપરનું પ્રવચન *

આચાર્યદેવ કહે છે કેઃ- ‘सर्वत्र यद् अध्यवसानम्’ સર્વ વસ્તુઓમાં જે અધ્યવસાન થાય છે ‘अखिलं’ તે બધાંય ‘जिनैः’ જિન ભગવાનોએ ‘एवम्’ પૂર્વોક્ત રીતે ‘त्याज्यं उक्तं’ ત્યાગવાયોગ્ય કહ્યાં છે.