Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 2686 of 4199

 

ર૦૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૮ વ્યવહાર ભગવાને છોડાવ્યો છે એમ અમે સમજીએ છીએ. જુઓ. આ ધર્માત્માની પ્રતીતિ!

અહાહા...! મુનિવરો-શુદ્ધ એક જ્ઞાયકતત્ત્વના આરાધકો, કેવળીના કેડાયતીઓ કેવળીના વારસદાર પુત્રો છે. કેવળ લેશે ને! તેથી તેઓ કેવળીના વારસદાર છે. અહા! એ મુનિપણું કોને કહે બાપા! લોકોને અંતરંગ મુનિદશાની ખબર નથી. મુનિપણું એ તો પરમેશ્વર (પરમેષ્ઠી) પદ છે. અંદરમાં જેને ત્રણ કષાયના અભાવવાળી વીતરાગી શાંતિ પ્રગટી છે અને જેમને અતીન્દ્રિય પ્રચુર-અતિ ઉગ્ર આનંદનું વેદન વર્તે છે એવા ધર્મના સ્થંભ સમાન મુનિવરો હોય છે. તેઓ કહે છે-અમે એમ માનીએ છીએ કે જ્યારે ભગવાને પરની એકત્વબુદ્ધિ છોડાવી છે તો પરાશ્રિત એવો સઘળોય વ્યવહાર છોડાવ્યો છે.

જુઓ, પહેલાં ‘अखिलं’ આવ્યું; એટલે કે બધાંય અધ્યવસાન ત્યાગવાયોગ્ય કહ્યાં. ને હવે પાછું ‘निखिलः’ (अन्याश्रयः... निखिलः अपि त्याजितः) આવ્યું; એટલે કે પર જેનો આશ્રય છે એવો વ્યવહાર જ સઘળોય છોડાવ્યો છે. અહાહા...! આ દયા, દાન, વ્રત, ભક્તિ ઈત્યાદિના પરિણામ બધાય પરાશ્રિત છે તેથી છોડાવ્યા છે. માર્ગ ખૂબ સૂક્ષ્મ ને ગંભીર છે ભાઈ!

અરે! મારગના ભાન વિના એ ૮૪ લાખ જીવ-યોનિમાં દુઃખી થઈ ને રખડયો છે. જરી શરીરથી કંઈક ઠીક સ્વસ્થ હોય, પાંચ-પચાસ લાખની સંપત્તિ હોય ને બાયડી જરા ઠીક રૂપાળી હોય એટલે એમ માને કે આપણે સુખી છીએ. અરે મૂઢ! મૂરખ છે કે શું? પાગલ થયો છે કે શું? શું આ બધા પૈસાવાળા સુખી છે?

પણ લોકો એમ કહે છે ને?

લોકો બધા કહે તો કહો; પણ તેઓ સુખી નથી, દુઃખી જ છે. બાપુ! આ શરીર નમણું ને રૂપાળું દેખાય એ ક્યાં તારું છે? એ તો જડ ધૂળ-માટી છે. તું મારું આવું રૂપાળું શરીર ને મારી આવી બાયડી ને મારી આટલી સંપત્તિ એમ માને એ તો તારી મૂર્ખાઈની-પાગલપણાની જાહેરાત છે. ત્રિલોકનાથ પરમાત્મા તો એમ ફરમાવે છે કે પરમાં મારાપણાની એકત્વબુદ્ધિનો અધ્યવસાય મિથ્યાત્વ છે અને તે સઘળોય છોડવા યોગ્ય છે. બાપુ! આ દેવ મારા ને ગુરુ મારા એવો અધ્યવસાય પણ ભગવાને છોડવાયોગ્ય કહ્યો છે. બહુ આકરી વાત!

અહાહા...! આ તો કળશ છે કળશ! બાર અંગનો સાર એક કળશમાં ભરી દીધો છે. આચાર્યદેવની ગજબ શૈલી છે. આમાં તો માર્ગને ખુલ્લં-ખુલ્લા જાહેર કરી દીધો છે. કહે છે-પર પદાર્થની એકત્વબુદ્ધિ જેમ ભગવાને છોડાવી છે તેમ પરના આશ્રયે થતા વ્યવહારના ભાવ સઘળાય ભગવાને છોડાવ્યા છે. અહાહા...! જેમ પરમાં એકત્વ-