સમયસાર ગાથા-૨૭૨ ] [ ૨૨૧ ધર્મની પહેલી સીડી-એનું કારણ ત્રિકાળી ધ્રુવ એક જ્ઞાયકભાવ છે. આત્માશ્રિત એટલે ત્રિકાળી એક જ્ઞાયકભાવને આશ્રિત નિશ્ચયનય છે. સમ્યગ્દર્શન થવામાં એક જ્ઞાયકભાવ, ધ્રુવભાવ, નિત્ય સહજાનંદસ્વરૂપ ભાવ એક જ કારણ છે. બાપુ! આ દયા, દાન, વ્રત, ભક્તિ આદિ બાહ્ય ક્રિયાઓ કરે એનાથી સમ્યગ્દર્શન થાય એમ છે નહિ, કેમકે એ તો સર્વ પરાશ્રિત ભાવ છે. એક સ્વના આશ્રયે જ-ત્રિકાળી ધ્રુવ એક જ્ઞાયકભાવના આશ્રયે જ સમ્યગ્દર્શન આદિ ધર્મ પ્રગટ થાય છે. સમજાણું કાંઈ...?
ભાઈ! ગુણ-ગુણીનો ભેદ પણ પરાશ્રય છે. આત્મા જ્ઞાનસ્વરૂપ છે, આનંદસ્વરૂપ છે એમ ભેદ પાડવો તે પરાશ્રિત વ્યવહારનય છે, તે બંધનું કારણ છે. આવી ઝીણી વાત!
આ તો અધ્યાત્મશાસ્ત્ર બાપા! ભગવાન શ્રી કુંદકુંદાચાર્યદેવ સંવત ૪૯માં થયા. તે પૂર્વવિદેહમાં સર્વજ્ઞ પરમાત્મા દેવાધિદેવ શ્રી સીમંધર ભગવાન પાસે ગયા હતા. ત્યાં આઠ દિ’ રહીને અહીં આવ્યા પછી આ શાસ્ત્ર બનાવ્યું છે. તેઓ આ ગાથામાં કહે છે કે આત્મા અર્થાત્ ત્રિકાળી એક જ્ઞાયકભાવને આશ્રિત નિશ્ચયનય છે. આવો મારગ બહુ ઝીણો બાપા! લોકો તો બહારથી માંડીને બેઠા છે કે-વ્રત પાળો, ભક્તિ કરો, ને ઉપવાસ કરો ઇત્યાદિ; એમ કરતાં કરતાં કલ્યાણ થઈ જશે. પણ ધૂળેય કલ્યાણ નહિ થાય, સાંભળને, બાપુ! એ તો બધું પુણ્યબંધનું કારણ છે, પાપથી બચવા એ પુણ્ય હોય છે, પણ એ કાંઈ ધર્મ નથી. ધર્મ તો એક જ્ઞાયકભાવ જેને અહીં સ્વ કીધો તેનો આશ્રયે જ થાય છે. અહાહા...! પૂર્ણાનંદસ્વરૂપ ચિદાનંદમય સહજાનંદની મૂર્તિ પ્રભુ આત્મા એ પોતાનું સ્વ છે અને એના આશ્રયે જ ધર્મ થાય છે. સમજાણું કાંઈ...?
ભાઈ! આ કાંઈ કોઈના ઘરની વાત નથી. આ તો ત્રિલાકીનાથ દેવાધિદેવ સર્વજ્ઞ પરમાત્માએ દિવ્યધ્વનિમાં જે કહ્યું તે તેમના કેડાયતી સંતો કહે છે. કહે છે- આત્માશ્રિત અર્થાત્ સ્વ-આશ્રિત નિશ્ચયનય છે. ત્રિકાળી શુદ્ધ એક જ્ઞાયકભાવ તે સ્વ છે અને સ્વના આશ્રયે નિશ્ચયનય છે. નિશ્ચયનય એટલે ત્રિકાળી ધ્રુવ સત્યાર્થ વસ્તુ; અથવા નિશ્ચયનય એટલે જ્ઞાનનો શુદ્ધ અંશ જેનો વિષય ત્રિકાળી ધ્રુવ સ્વ છે. એ ત્રિકાળી સ્વને જ (અભેદથી) શુદ્ધનય કહે છે. અહાહા...! ચિદાનંદઘન પ્રભુ આત્મા જ પોતાનું પરમસ્વરૂપ છે અને તેને જ અભેદથી શુદ્ધનય કહે છે. તે એકના જ આશ્રયે સમ્યગ્દર્શન આદિ ધર્મ થાય છે. હવે આવી વ્યાખ્યા! આકરી પડે માણસને પણ શું થાય? ભાઈ! સમ્યગ્દર્શન વિના વ્રત, તપ આદિ તું કરે પણ એ બધો પરાશ્રિત ભાવ સંસારમાં રખડવા ખાતે જ છે.
અરે! અનંતકાળમાં એણે સ્વ-સ્વભાવ જે પૂરણ જ્ઞાનાનંદસ્વભાવથી ભરેલો