૨૯૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૮
‘અને શુદ્ધાત્મા હોય ત્યાં જ્ઞાન, દર્શન, ચારિત્ર હોય જ છે, તેથી નિશ્ચયનય વ્યવહારનો નિષેધક છે. માટે શુદ્ધનય ઉપાદેય કહ્યો છે.’
અહા! જેના જ્ઞાનમાં શુદ્ધાત્મા આવ્યો, દર્શનમાં શુદ્ધાત્મા આવ્યો ને રમણતામાં શુદ્ધાત્મા છે તેને શુદ્ધ જ્ઞાન-દર્શન-ચારિત્ર હોય જ છે. તેથી નિશ્ચયનય વ્યવહારનો નિષેધક છે. સ્વના આશ્રયે નિશ્ચય જે છે એ પર-આશ્રયનો-વ્યવહારનો નિષેધક છે. હવે નિશ્ચય જ્યાં વ્યવહારનો નિષેધક છે અને વ્યવહાર નિષેધ્ય છે ત્યાં વ્યવહારથી નિશ્ચય થાય એ કયાં રહ્યું?
માટે શુદ્ધનય ઉપાદેય કહ્યો છે; અર્થાત્ શુદ્ધ એક જ્ઞાયકભાવસ્વરૂપ ભગવાન આત્મા જ એક આશ્રય કરવા યોગ્ય છે એમ સમજવું.
હવે આગળના કથનની સૂચનાનું કાવ્ય કહે છેઃ-
‘रागादयः बन्धनिदानम् उक्ताः’ રાગાદિકને બંધનાં કારણ કહ્યાં અને વળી ‘ते शुद्धचिन्मात्र–महः– अतिरिक्ताः’ તેમને શુદ્ધચૈતન્યમાત્ર જ્યોતિથી (અર્થાત્ આત્માથી) ભિન્ન કહ્યા; ‘तद–निमित्तम्’ ત્યારે તે રાગાદિકનું નિમિત્ત ‘किमु आत्मा वा परः’ આત્મા છે કે બીજું કોઈ...?
જુઓ, શું પ્રશ્ન છે એ સમજાય છે કાંઈ...? કે આ જે રાગ છે વ્યવહારનો એને ભગવાન! આપે બંધનું કારણ કહ્યો; અહા! આ આચારાંગ આદિનું જ્ઞાન, દેવ-ગુરુ-શાસ્ત્રની તથા નવ પદાર્થોની શ્રદ્ધા ને છ જીવ- નિકાયની દયાનો વિકલ્પ ઇત્યાદિ બધાં બંધનું કારણ છે એમ આપે કહ્યું અને વળી આપ કહો છો રાગ આત્માથી ભિન્ન છે, રાગ આત્માનો છે નહિ; તો પછી એને (આત્માને) બંધ શી રીતે થાય? રાગાદિકને શુદ્ધ- ચૈતન્યમાત્ર જ્યોતિથી (-શુદ્ધ આત્માથી) ભિન્ન કહો છો ત્યારે રાગાદિકનું નિમિત્ત અર્થાત્ કારણ કોણ છે? આત્માનાં રાગાદિક છે નહિ, અને રાગથી બંધન થાય; ત્યારે એ રાગનું કારણ કોણ? શું એનું અર્થાત્ શુભાશુભરાગનું કારણ આત્મા છે કે બીજું કોઈ? લ્યો, શિષ્યનો આવો પ્રશ્ન છે.
‘इति पणुन्नाःं पुनः एवम् आहुः’ એવા શિષ્યના પ્રશ્નથી પ્રેરિત થયા થકા આચાર્ય ભગવાન ફરીને આમ કહે છે. લ્યો, આ પ્રશ્નના ઉત્તરરૂપે હવે ગાથા કહે છે એમ કહે છે.