Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 2777 of 4199

 

સમયસાર ગાથા ર૭૮-ર૭૯ ] [ ૨૯૭

અહીં કહે છે-ભગવાન આત્મા શુદ્ધ ચિદાનંદઘન પ્રભુ પોતે રાગ-દ્વેષ આદિ વિકારી ભાવોનું નિમિત્ત-કારણ નહિ હોવાથી એકલો પોતાની મેળે રાગાદિ વિકારરૂપે પરિણમતો નથી. હવે કહે છે-

‘પરંતુ જે પોતાની મેળે રાગાદિભાવને પામતું હોવાથી આત્માને રાગાદિનું નિમિત્ત થાય છે એવા પરદ્રવ્ય વડે જ, શુદ્ધસ્વભાવથી ચ્યુત થતો થકો જ, રાગાદિરૂપે પરિણમાવાય છે-આવો વસ્તુનો સ્વભાવ છે.’

જુઓ, જે એટલે પરદ્રવ્ય-જડકર્મ પોતાની વર્તમાન પર્યાયની યોગ્યતાથી પોતાની મેળે રાગાદિના ઉદયરૂપે પરિણમે છે તે, આત્માને-કે જે પોતાના શુદ્ધસ્વભાવથી ચ્યુત થાય છે તેને-રાગાદિનું નિમિત્ત થાય છે. અહા! આત્મા જ્યાં પોતાના અશુદ્ધ ઉપાદાનથી પોતે રાગરૂપે પરિણમે છે ત્યારે કર્મનો રાગરૂપ ઉદય નિયમથી નિમિત્ત હોય છે તેથી ‘પરદ્રવ્ય વડે જ રાગાદિરૂપે પરિણમાવાય છે’ એમ કહ્યું છે. પંડિત શ્રી ફૂલચંદજી સિદ્ધાંતશાસ્ત્રીએ ‘જૈન તત્ત્વમીમાંસા’ માં આવો જ અર્થ કર્યો છે કે- પરિણમાવાય છે એટલે પરિણમે છે. ત્યાં એવા શબ્દો મૂકયાં છે કે-બે ગુણ અધિક પરમાણુ એટલે ચાર ગુણવાળો પરમાણુ અને બે ગુણગાળા પરમાણુનો સ્કંધ થાય છે ત્યારે તે ચાર ગુણવાળા પરમાણુ વડે બીજા બે ગુણવાળા પરમાણુને ચારગુણવાળો પરિણમાવાય છે. એના અર્થ જ એ છે કે બે ગુણવાળો પરમાણુ ચારગુણવાળા પરમાણુના નિમિત્તે પોતે ચારગુણપણે પરિણમે છે; અને ત્યારે નિમિત્તથી પરિણમાવાય છે અથવા નિમિત્ત પરિણમાવે છે એમ વ્યવહારથી કહેવામાં આવે છે. આવી વાતુ છે. લોકોને તત્ત્વનો અભ્યાસ નહિ એટલે વ્યવહારને ને નિમિત્તને વળગી પડે; પણ શું થાય? જ્યાં જે નયથી કથન હોય તે યથાર્થ સમજવું જોઈએ.

અહાહા...! આત્મા અનંતગુણનો પિંડ પરમ પવિત્ર પ્રભુ ત્રિકાળ શુદ્ધ પૂરણ વીતરાગસ્વભાવ છે. કોઈ ગુણ-સ્વભાવ એનામાં એવો નથી કે પોતે પોતાથી વિકારપણે થાય; પણ પર્યાયમાં કર્મના નિમિત્તના સંગે તે રાગાદિરૂપે થાય છે અને ત્યારે તે પરદ્રવ્ય વડે થાય (-પરિણમાવાય) છે એમ કહેવામાં આવે છે. પર્યાયમાં વિકાર સ્વદ્રવ્યના નિમિત્તે નથી થતો પણ પરદ્રવ્યના નિમિત્તે થાય છે એટલે પરદ્રવ્ય વડે જ રાગાદિરૂપ પરિણમાવાય છે એમ વ્યવહારથી કહેવાય છે. હવે સત્ય શું છે એ સમજવાની માણસને ફુરસદ ન હોય તો શું થાય?

ત્યારે કોઈ પંડિત કહેતા હતા કે-જુઓને! આ તમારા સોનગઢવાળા હિંમતભાઈએ શું લખ્યું છે? કે-