Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 2778 of 4199

 

૨૯૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૮

જ્યમ સ્ફટિકમણિ છે શુદ્ધ, રક્તરૂપે સ્વયં નહિ પરિણમે,
પણ અન્ય જે રક્તાદિ દ્રવ્યો તે વડે રાતો બને.
એમ જ્ઞાની પણ છે શુદ્ધ રાગરૂપે સ્વયં નહિ પરિણમે,
પણ અન્ય જે રાગાદિ દોષો તે વડે રાગી બને.

આવું ચોક્ખું તો લખ્યું છે-એમ એ બોલ્યા હતા.

અરે ભાઈ! એ સ્ફટિકમણિમાં લાલ આદિ ફૂલના સંગના કાળે એનામાં લાલ આદિ અવસ્થા થવાની જન્મક્ષણ-ઉત્પત્તિ ક્ષણ છે તેથી તે લાલ આદિ થાય છે, પણ પર વડે થાય છે એમ અર્થ છે જ નહિ. (લાલ આદિરૂપે) પરિણમે છે પોતે ત્યારે પરદ્રવ્ય વડે પરિણમાવાય છે એમ નિમિત્તની મુખ્યતાથી કહેવાય છે. લ્યો, આવી વાત છે.

કોઈને વળી થાય કે-આમાં ધર્મ કયાં આવ્યો? ને આમાં અમારે કરવું શું?

તો કહે છે કે-ભાઈ! ભગવાન આત્મા શુદ્ધ એક જ્ઞાનાનંદસ્વરૂપ પોતે ત્રિકાળ છે. ત્યાં પોતામાં પોતે દ્રષ્ટિ કરે તો તે પોતાની મેળે વિકારપણે થતો નથી પણ નિર્મળ નિર્વિકારપણે પરિણમે છે અને તે ધર્મ છે. અંતર્દષ્ટિએ પરિણમવું તે ધર્મ ને કર્તવ્ય છે. પરંતુ વર્તમાન દશામાં પરનું લક્ષ કરી પરિણમે તો તે અવશ્ય રાગાદિરૂપ થાય છે, ત્યારે તેની યોગ્યતા પણ એવી જ હોય છે. પરદ્રવ્ય-કર્મ એને પરાણે રાગાદિરૂપ કરાવે છે એમ નહિ, પોતે પોતાની વર્તમાન યોગ્યતાથી જ રાગાદિરૂપ થાય છે અને તેમાં પરદ્રવ્ય તો નિમિત્તમાત્ર છે. પરદ્રવ્ય એને રાગાદિરૂપ કરે છે એમ કહેવું એ તો ઉપચાર કથન છે.

એ તો ત્રીજી ગાથામાં આવ્યું ને કે-એક દ્રવ્ય બીજા દ્રવ્યને અડતું નથી. પદાર્થ પોતાના દ્રવ્યમાં રહેલા પોતાના અનંત ધર્મોના ચક્રને ચુંબે છે-સ્પર્શે છે પણ પરદ્રવ્યને કદીય ચુંબતો-સ્પર્શતો નથી. આ લાકડી હાથમાં છે ને? એ લાકડી હાથને સ્પર્શતી નથી. આ બે આંગળી ભેગી થાય ત્યારે એક આંગળી બીજીને અડતી નથી, કેમકે એકમાં બીજીનો અભાવ છે. ઝીણી વાત છે ભાઈ!

ત્યારે લોકો કહે છે-આ અડી-એમ પ્રત્યક્ષ દેખાય છે તે શું ખોટું છે?

ભાઈ! તું સંયોગ દેખે છે ને? એટલે એમ જણાય છે; બાકી ખરેખર જો અડે તો બન્ને એક થઈ જાય. એ તો પહેલાં પ્રશ્ન થયો હતો કે-એ ચટાઈનાં તરણાં અગ્નિથી બળે છે, અગ્નિ વિના બળે નહિ; અર્થાત્ તરણાં પોતાથી બળે નહિ. પણ અહીં કહે છે-અગ્નિના પરમાણુ ચટાઈ ને અડયા જ નથી. એ તો ચટાઈ અગ્નિપણે થવાની પોતાની લાયકાતથી બળે છે, એમાં બહારની અગ્નિ તો નિમિત્તમાત્ર છે. તેમ આત્મામાં વિકાર થાય છે તે તેની તત્કાલીન યોગ્યતાથી થાય છે, પરદ્રવ્ય-કર્મ તો એમાં