૩૦૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૮ પણ ત્યાં લાલ થતું નથી સ્ફટિકમણિમાં લાલ થાય છે એ એની તત્કાલીન યોગ્યતાથી થાય છે અને લાલ ફૂલ તો એમાં નિમિત્તમાત્ર છે.
તેવી રીતે આત્મા ચૈતન્યમૂર્તિ પ્રભુ પોતે તો શાશ્વત શુદ્ધ છે. એની વર્તમાન દશામાં રાગ-દ્વેષ, કામ, ક્રોધ, માન, માયા, લોભ આદિ વિકાર થાય છે એ એની વર્તમાન પર્યાયની જન્મક્ષણ-ઉત્પત્તિક્ષણ છે માટે થાય છે, ને તેમાં કર્મ નિમિત્ત છે. તેમાં કર્મનો ઉદય નિમિત્ત અવશ્ય છે, પણ એ કાંઈ જીવમાં કરે છે એમ નથી. જુઓ, નિમિત્ત હોતું નથી એમ નહિ અને એ કાંઈ જીવમાં કરે છે એમેય નહિ.
પ્રશ્નઃ– નિમિત્ત કાંઈ કરતું નથી, પણ કરાવે તો છે ને? ઉત્તરઃ– ના; જરાય નહિ. એ તો ભાષામાં એમ બોલાય. પોતે વિકારપણે પરિણમે તો પરદ્રવ્ય-નિમિત્ત પરિણમાવે છે એમ આરોપથી કહેવાય છે. બાકી જડકર્મને તો ખબરેય નથી કે-આમ પરિણમું ને તેમ પરિણમું. પરંતુ આ (જીવ) પરના-નિમિત્તના લક્ષે પરિણમે તો એને વિકાર થાય છે, ને પરલક્ષે ન પરિણમે અર્થાત્ સ્વલક્ષે પરિણમે તો નિર્વિકાર શુદ્ધ પરિણમે છે.
કોઈ પંડિતો વળી એવો સિદ્ધાંત રજુ કરે છે કે-કર્મ નિમિત્ત થઈને આવે એટલે એને (-જીવને) વિકાર કરવો જ પડે.
પણ એમ નથી બાપા! નિમિત્ત તો બાહ્ય ચીજ છે. એ તો પોતે એના લક્ષે વિકાર કરે તો એને નિમિત્ત કહેવાય છે. અહીં તો એમ કહેવું છે કે-સ્વભાવ શુદ્ધ જ હોવાથી સ્વભાવના આશ્રયે રાગરૂપે ન પરિણમે, પણ રાગરૂપે પરિણમે તો પર નિમિત્તના આશ્રયે રાગરૂપે પરિણમે છે. નિમિત્ત એને રાગ કરાવી દે છે ને સંસારમાં રખડાવે છે એમ નથી, પણ પોતે પરાધીન થઈ રાગાદિપણે પરિણમે છે ને સંસારમાં રખડી મરે છે. આવો જ વસ્તુનો સ્વભાવ છે. એમાં અન્ય કોઈ તર્કને અવકાશ નથી. અહા! આત્મા પોતાના શુદ્ધ ચૈતન્યસ્વભાવને ભૂલીને પરને-નિમિત્તને આધીન થઈને પરિણમે તો અવશ્ય વિકાર થાય એવો વસ્તુનો સ્વભાવ છે; એમાં કોઈ અન્ય તર્કને અવકાશ નથી.
હવે આને બદલે કર્મને લઈને વિકાર થાય, કર્મનો કરાવ્યો વિકાર થાય એમ કોઈ માને એ તો દ્રષ્ટિનો મોટો ફેર છે ભાઈ! એ મિથ્યાદ્રષ્ટિ છે કેમકે એક ન્યાયના ફેરે આખું સ્વરૂપ ફરી જાય.
અહા! યથાર્થ દ્રષ્ટિ વિના ભગવાન! તું ભવસમુદ્રમાં ૮૪ લાખ યોનિના અવતાર ધરી ધરીને રખડયો; હવે કયાં જવું છે ભાઈ? એ ભવસમુદ્રને પાર કરવાનું સાધન તો મહા અલૌકિક છે-પ્રભુ! અહાહા...! અંદર ચૈતન્યમૂર્તિ પ્રભુ તું એકલા આનંદનો સાગર છો; એની અંતદ્રષ્ટિ કરીને પરિણમતાં નિર્મળ દર્શન-જ્ઞાન-ચારિત્ર પ્રગટ થાય