સમયસાર ગાથા ર૭૮-ર૭૯ ] [ ૩૦૧ છે અને તે ભવસમુદ્ર પાર કરવાનું સાધન છે. વચ્ચે, નબળાઈને લઈને કર્મના ઉદયમાં જોડાવાથી જરી વિકાર-રાગ આવે એને વ્યવહાર કહીએ, છતાં એ બંધ છે. સમજાણું કાંઈ...?
અજ્ઞાની કર્મના-નિમિત્તના લક્ષે પરિણમતો થકો રાગી-દ્વેષી થાય છે, અને રાગી- દ્વેષી થતો તે કયાંય ભવસમુદ્રમાં ડૂબી મરે છે. માટે હે ભાઈ! અંતર્દષ્ટિ કર.
હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ-
‘यथा अर्ककान्तः’ સૂર્યકાંતમણિની માફક ‘आत्मा आत्मनः रागादि–निमित्तभावम् जातु न याति’ આત્મા પોતાને રાગાદિકનું નિમિત્ત કદી પણ થતો નથી.
જુઓ, એક સૂર્યકાન્તમણિ થાય છે. એને સૂર્યનાં કિરણો અડે તો એમાંથી અગ્નિ ઝરે એવો તે હોય છે. અહીં કહે છે- જેમ સૂર્યકાન્તમણિ એકલો પોતાથી જ અગ્નિરૂપે પરિણમતો નથી, તેના અગ્નિરૂપ પરિણમનમાં સૂર્યનું બિંબ નિમિત્ત છે તેમ...; જુઓ, સૂર્યના બિંબથી એમાં અગ્નિ થાય છે એમ નહિ, પણ સૂર્યના બિંબનું એમાં નિમિત્ત છે. નિમિત્ત છે એટલે શું? કે સૂર્યકાંતમણિ અગ્નિરૂપે થાય છે એ તો એની પોતાની તત્કાલીન યોગ્યતાથી થાય છે અને સૂર્યનું બિંબ તેમાં નિમિત્તમાત્ર છે; સૂર્યનું બિંબ એમાં કાંઈ કરી દે છે એમ નહિ.
તેમ આત્મા પોતે પોતાને વિકારનું નિમિત્ત કદી પણ થતો નથી. અહાહા...! આત્મા ચિદ્રૂપસ્વરૂપ પ્રભુ ત્રિકાળ એક શુદ્ધ જ છે. તે પોતે એકલો વિકારરૂપ કેમ થાય? કદીય ન થાય. અહાહા...! પર્યાયમાં જે વિકાર-પુણ્ય પાપના ભાવ, દયા-દાન-ભક્તિ આદિના ભાવ ને હિંસા, જૂઠ, ચોરી આદિના ભાવ થાય છે-એનું નિમિત્ત ભગવાન આત્મા નથી. તો કોણ નિમિત્ત છે? તો કહે છે-
‘तस्मिन् निमित्तं परसंग एव’ તેમાં નિમિત્ત પરસંગ જ છે. પરવસ્તુ રાગાદિ કરાવે છે એમ નહિ, પણ પોતે જે પરસંગ કરે, કર્મનો સંગ કરે તો પર્યાયમાં વિકાર થાય છે. અહા! વિકાર થવામાં ભગવાન આત્મા નિમિત્ત નથી પણ પરસંગ એેટલે જડ કર્મનો ઉદય નિમિત્ત છે.
જુઓ, ‘परसंग एव’ -એનો કોઈ એમ અર્થ કાઢે કે પરસંગ અર્થાત્ કર્મ વિકાર કરાવે છે તો એમ અર્થ નથી. ઘણા પંડિત લોકો પણ બીજો અર્થ કાઢે છે કે-આત્માનો સ્વભાવ તો શુદ્ધ જ છે, વિકાર થાય એવી તો કોઈ શક્તિ-ગુણ એમાં નથી. માટે કર્મને લઈને જ એને વિકાર થાય છે.
પણ એવો અર્થ-માન્યતા બરાબર નથી. એ લોકોને બિચારાઓને પર્યાયની એક સમયની અશુદ્ધ ઉપાદાનગત યોગ્યતા ખ્યાલમાં આવતી નથી. અહા! એક સમયની