સમયસાર ગાથા ર૮૦ ] [ ૩૧૩ છે, પણ ત્રિકાળી ધ્રુવમાં એ કાંઈ નહિ; ધ્રુવ તો ધ્રુવ ત્રિકાળી એકસદશ ચિન્માનપણે છે. આવી વાત છે!
હવે આ વાણિયાને બિચારાને એક તો તત્ત્વની જિજ્ઞાસા નહિ ને સંસારની ઉપાધિ આડે નવરાશ મળે નહિ એટલે એમ ને એમ (પાપમાં) જિંદગી ચાલી જાય. પછી જાય મરીને ઢોરમાં; ઢોરમાં હોં! કેમ કે વાણિયાને માંસ-દારૂનું સેવન તો હોય નહિ એટલે નરકમાં ન જાય, પુણ્યનાંય ઠેકાણાં ન હોય એટલે સ્વર્ગે પણ ન જાય. અને ધર્મ તો એને છે જ નહિ. એટલે મરીને ઢોરમાં જ જાય, તિર્યંચમાં જ જાય. શું થાય? ભાઈ! તત્ત્વદ્રષ્ટિ વિના જન્મ-મરણથી છૂટવું મહા દુર્લભ છે.
‘આત્મા દ્રવ્યદ્રષ્ટિએ અપરિણમનસ્વરૂપ છે’ એમ ન્યાલભાઈના ‘દ્રવ્યદ્રષ્ટિ-પ્રકાશ’ માં પણ આવે છે. એમાં એવું ખૂબ આવે છે કે-આત્મા બિલકુલ અક્રિય છે, નિષ્ક્રિય છે. દ્રવ્યદ્રષ્ટિએ એને અક્રિય કહો કે અપરિણમનસ્વરૂપ કહો-એ એક જ છે. વસ્તુ જે ત્રિકાળી ધ્રુવ આત્મા તેને શું કોઈએ કરેલો છે? (ના) એનો કોઈ ઈશ્વર કર્તા છે? (ના). તો કહે છે-એ અનાદિઅનંત ધ્રુવ શાશ્વત અકૃત્રિમ દ્રવ્ય છે તેમાં બદલવું નથી, ક્રિયા નથી. બદલવું છે એ પર્યાયમાં છે, ધ્રુવમાં નહિ. કોઈને થાય કે આ ધ્રુવ શું હશે? ઓલો ધ્રુવનો તારો હશે? અહા! જેમ ધ્રુવના તારાના લક્ષે સમુદ્રમાં વહાણ હાંકે તે સમુદ્ર પાર કરી જાય છે તેમ ત્રિકાળી ધ્રુવ ચૈતન્યમાત્ર આત્માના લક્ષે પરિણમે તેને સમકિત થાય છે, ધર્મ થાય છે ને તે સંસારસમુદ્રને તરી જાય છે. અહો! આવો વસ્તુનો ધ્રુવસ્વભાવ મહા મહિમાવંત પદાર્થ છે. અહો ધ્રુવ સ્વભાવ! !
અહીં સ્વાધ્યાય મંદિરમાં ‘દ્રવ્યદ્રષ્ટિ તે સમ્યગ્દ્રષ્ટિ’ એમ લખેલું છે ને? તે વાંચીને એક ભાઈ કહેતા હતા-મહારાજ! દ્રવ્ય એટલે પૈસા; અહીં પૈસાવાળા અર્થાત્ પૈસા ઉપર જેમની દ્રષ્ટિ છે તે આવે છે તે બધા સમ્યગ્દ્રષ્ટિ ને?
ત્યારે કહ્યું-અરે ભાઈ! અહીં પૈસાનું અમારે શું કામ છે? દ્રવ્ય એટલે ત્રિકાળ ધ્રુવ ચૈતન્યસ્વભાવમય જે વસ્તુ છે તે; અને તેની દ્રષ્ટિ કરવી એનું નામ સમ્યગ્દર્શન છે. જેને ધ્રુવની દ્રષ્ટિ છે તે સમ્યગ્દ્રષ્ટિ છે. હવે આવું કદી સાંભળ્યુંય ન હોય અને દયા, દાન, આદિમાં પ્રવર્તે, થોડા પૈસા દાનમાં ખર્ચ કરે એટલે માને કે-અમે સમ્યગ્દ્રષ્ટિ. હવે ધૂળેય સમ્યગ્દ્રષ્ટિ નથી સાંભળને. એ તો બધો રાગ છે ને એમાં ધર્મ માને એ તો મિથ્યાદર્શનનું મહાપાપ છે. સમજાણું કાંઈ...?
પુદ્ગલ પરમાણુ પણ દ્રવ્યદ્રષ્ટિએ અપરિણમનસ્વરૂપ છે. જુઓ, આ દાળ-ભાત ઘઉં-લોટ વગેરે પરમાણુ પહેલાં હતા તે બદલીને અત્યારે લોહીને માંસ રૂપે શરીરમાં છે, હવે પછી એની બળીને રાખ થશે; એ બધા પરમાણુપણે તો કાયમ રહેશે, અને