૩૧૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૮ એની અવસ્થા બદલતી રહેશે. પરમાણુ જે ધ્રુવ તે નહિ બદલે. તેમ ભગવાન આત્મા શાશ્વત ધ્રુવ ચૈતન્યસ્વરૂપે છે તે નહિ બદલે, તેની અવસ્થા-દશા બદલશે, કર્મના નિમિત્તે થતા વિકારથી બદલીને શુદ્ધ એક ચૈતન્યસ્વરૂપના આશ્રયે નિર્વિકાર થશે. અહા! આવા વસ્તુના સ્વભાવને જ્ઞાની યથાર્થ જાણે છે.
‘માટે હવે જ્ઞાની પોતે તે ભાવોનો કર્તા થતો નથી, ઉદયો આવે તેમનો જ્ઞાતા જ છે.’
અહાહા...! જ્ઞાનીની દ્રષ્ટિ ચિન્માત્ર વસ્તુ ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય ઉપર જ હોય છે. અંતરમાં એણે શુદ્ધત્વનો સ્વીકાર કર્યો છે તેથી શુદ્ધપણે જ પરિણમે છે, પણ રાગ- દ્વેષાદિપણે પરિણમતો નથી. માટે તે રાગદ્વેષાદિ ભાવોનો કર્તા થતો નથી.
જ્ઞાનીને અસ્થિરતાનો રાગ આવે છે ખરો, પણ તેનો તે કર્તા થતો નથી, તેનો જ્ઞાતા જ રહે છે. રાગ ભિન્ન ચીજ જાણવા લાયક છે ને? તે એનાથી ભિન્ન રહીને માત્ર જાણે જ છે, કરતો નથી. રાગ કરવા યોગ્ય છે એમ કયાં છે એને? નથી. તેથી ચારિત્રમોહના ઉદયે જે રાગ તેને આવે છે તેનો તે કર્તા થતો નથી પણ જ્ઞાતા જ રહે છે. આવો વીતરાગનો મારગ બહુ સૂક્ષ્મ છે ભાઈ! જ્ઞાનીને કિંચિત્ રાગ છે, પણ રાગની રુચિ-ભાવના નથી; એને રાગ છે, પણ રાગનું સ્વામિત્વ નથી; એને રાગનું પરિણમન છે પણ તે એનું કરવાલાયક કર્તવ્ય નથી તેથી તે કર્તા થતો નથી માત્ર જ્ઞાતા જ રહે છે. અહો! આવી અદ્ભુત અલૌકિક જ્ઞાનીની અંતર-દશા હોય છે.
‘આવા વસ્તુસ્વભાવને અજ્ઞાની જાણતો નથી તેથી તે રાગાદિક ભાવોનો કર્તા થાય છે-એવા અર્થનો, આગળની ગાથાની સૂચનિકારૂપ શ્લોક હવે કહે છેઃ-
‘इति स्वं वस्तुस्वभावं अज्ञानी न वेत्ति’ એવા પોતાના વસ્તુસ્વભાવને અજ્ઞાની જાણતો નથી ‘तेन सः रागादीन् आत्मन्ः कुर्यात्’ તેથી તે રાગાદિકને પોતાના કરે છે, ‘अतः कारकः भवति’ તેથી (તેમનો) કર્તા થાય છે.
જોયું? પોતે અતીન્દ્રિય જ્ઞાન અને આનંદનો રસકંદ શુદ્ધ એક જ્ઞાનાનંદસ્વભાવી આત્મા છે-એમ અજ્ઞાની જાણતો નથી. ત્યાં વસ્તુના સ્વભાવ ઉપર એની દ્રષ્ટિ-સન્મુખતા નથી. તે બહાર નિમિત્તની ને પુણ્ય-પાપના ભાવોની સન્મુખતામાં પડયો છે. તેથી તે રાગાદિકપણે નિરંતર પરિણમતો થકો રાગાદિક ભાવોનો કર્તા થાય છે.
બહારમાં સાધુ થયો હોય, વ્રતાદિ પાળતો હોય, પણ અંતદ્રષ્ટિ વિના, સ્વસ્વરૂપના ભાન વિના તે રાગાદિકનો કર્તા થાય છે અર્થાત્ રાગ કરવા લાયક છે એમ માનીને તે રાગાદિકને પોતાના કરે છે. પુણ્યભાવ-દયા, દાન, વ્રત આદિના ભાવ ભલા-ઈષ્ટ