સમયસાર ગાથા ર૮૦ ] [ ૩૧પ છે ને તે મને કરવા યોગ્ય છે એમ માનીને તે રાગનો કર્તા થાય છે.
અહા! જે કોઈ સિદ્ધ થયા છે તેમને સિદ્ધપદની નિર્મળ પર્યાય કયાંથી આવી? શું તે અદ્ધરથી આવી છે? ના; અંદર શક્તિ પડી છે તેમાં પૂરણ એકાગ્ર થઈ પરિણમવાથી આવી છે. પણ અજ્ઞાની પોતાના વસ્તુસ્વભાવને જાણતો નથી, તેમાં તે અંતર-એકાગ્ર થતો નથી તેથી તે પર-આશ્રયે પરિણમતો થકો રાગાદિકનો કર્તા થાય છે. લ્યો, આવી વાત છે. સમજાણું કાંઈ...?
(પ્રવચન નં. ૩૩૯ (શેષ) અને ૩૪૦ * દિનાંક ૧૨-પ-૭૭ અને ૧૩-પ-૭૭)