સમયસાર ગાથા ૨૮૬-૨૮૭ ] [ ૩૪૧
तन्मूलां बहुभावसन्ततिमिमामुद्धर्तुकामः समम्।
आत्मानं समुपैति निर्भरवहत्पूर्णैकसंविद्युतं
येनोन्मूलितबन्ध एष भगवानात्मात्मनि स्फूर्जति।। १७८।।
બંધસાધક ભાવને પચખતો (ત્યાગતો) નથી, તેમ સમસ્ત પરદ્રવ્યને નહિ પચખતો (- નહિ ત્યાગતો) આત્મા તેના નિમિત્તે થતા ભાવને પચખતો (ત્યાગતો) નથી. વળી, “ અધઃકર્મ આદિ જે પુદ્ગલદ્રવ્યના દોષો તેમને આત્મા ખરેખર કરતો નથી કારણ કે તેઓ પરદ્રવ્યના પરિણામ હોવાથી તેમને આત્માના કાર્યપણાનો અભાવ છે, માટે અધઃકર્મ અને ઉદ્દેશિક એવું જે પુદ્ગલદ્રવ્ય તે મારું કાર્ય નથી કારણ કે તે નિત્ય અચેતન હોવાથી તેને મારા કાર્યપણાનો અભાવ છે,” -એમ તત્ત્વજ્ઞાનપૂર્વક નિમિત્તભૂત પુદ્ગલદ્રવ્યને પચખતો આત્મા (-મુનિ) જેમ નૈમિત્તિકભૂત બંધસાધક ભાવને પચખે છે, તેમ સમસ્ત પરદ્રવ્યને પચખતો (ત્યાગતો) આત્મા તેના નિમિત્તે થતા ભાવને પચખે છે. આ પ્રમાણે દ્રવ્ય અને ભાવને નિમિત્તનૈમિત્તિકપણું છે.
ભાવાર્થઃ– અહીં અધઃકર્મ અને ઉદ્દેશિક આહારનાં દ્રષ્ટાંતથી દ્રવ્ય અને ભાવનું નિમિત્ત-નૈમિત્તિકપણું દ્રઢ કર્યું છે.
જે પાપકર્મથી આહાર નીપજે તે પાપકર્મને અધઃકર્મ કહેવામાં આવે છે, તેમ જ તે આહારને પણ અધઃકર્મ કહેવામાં આવે છે. જે આહાર, ગ્રહણ કરનારના નિમિત્તે જ બનાવવામાં આવ્યો હોય તેને ઉદ્દેશિક કહેવામાં આવે છે. આવા (અધઃકર્મ અને ઉદ્દેશિક) આહારને જેણે પચખ્યો નથી તેણે તેના નિમિત્તે થતા ભાવને પચખ્યો નથી અને જેણે તત્ત્વજ્ઞાનપૂર્વક તે આહારને પચખ્યો છે તેણે તેના નિમિત્તે થતા ભાવને પચખ્યો છે. આ રીતે સમસ્ત દ્રવ્યને અને ભાવને નિમિત્ત-નૈમિત્તિકભાવ જાણવો. જે પરદ્રવ્યને ગ્રહણ કરે છે તેને રાગાદિભાવો પણ થાય છે, તે તેમનો કર્તા પણ થાય છે અને તેથી કર્મનો બંધ પણ કરે છે; જ્યારે આત્મા જ્ઞાની થાય છે ત્યારે તેને કાંઈ ગ્રહણ કરવાનો રાગ નથી, તેથી રાગાદિરૂપ પરિણમન પણ નથી અને તેથી આગામી બંધ પણ નથી. (એ રીતે જ્ઞાની પરદ્રવ્યનો કર્તા નથી.)
હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે, જેમાં પરદ્રવ્યને ત્યાગવાનો ઉપદેશ કરે છેઃ-
શ્લોકાર્થઃ– [इति] આમ (પરદ્રવ્યનું અને પોતાના ભાવનું નિમિત્ત-નૈમિત્તિકપણું) [आलोच्य] વિચારીને, [तद्–मूलां इमाम् बहुभावसन्ततिम् समम् उद्धर्तुकामः] પરદ્રવ્ય