Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 2828 of 4199

 

૩૪૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૮ અચેતન હોવાથી એને મારા કાર્યપણાનો અભાવ છે. અહો! આવી અલૌકિક મુનિની અંતરદશા હોય છે. સમજાણું કાંઈ.....?

અહાહા....! આત્મા જ્ઞાન ને આનંદનું ભરેલું ત્રિકાળી તત્ત્વ છે. એની સન્મુખ થઈને પરિણમતાં વ્યવહારના ભાવની રુચિ એને ઉડી જાય છે. શું કીધું? અંતદ્રષ્ટિ કરનારને વ્યવહારની દ્રષ્ટિ-રુચિ રહેતી નથી અને એ વ્યવહારનો ત્યાગ છે. અહા! રાગ ચાહે તો દેવ-ગુરુ-શાસ્ત્રનો હો કે પંચમહાવ્રતનો હો, એની રુચિ જ્યાંસુધી છે ત્યાંસુધી આત્માના સ્વભાવનો ત્યાગ છે, ને અંતર-સ્વભાવની દ્રષ્ટિ-રુચિ થાય છે ત્યારે વ્યવહારની રુચિનો ત્યાગ છે. વ્યવહાર ભલે હો, પણ વ્યવહારની રુચિનો ધર્મીને ત્યાગ છે. હવે આમ છે ત્યાં મુનિરાજ ઉદે્શિક આહારને કેમ ગ્રહણ કરે? એને લેવાનો ભાવ તો જડ અજ્ઞાનમય રાગ છે અને તેને, મુનિરાજ કહે છે, મારા કાર્યપણાનો અભાવ છે અર્થાત્ ઉદ્દેશિક આહાર-પાણી લેવાનો રાગ મારું કાર્ય હોઈ શકતું નથી.

પહેલું તો વ્યવહારનો જે પ્રેમ છે એ સ્વદ્રવ્યથી વિરુદ્ધ પરદ્રવ્ય છે. બીજે પર્યાયને પરદ્રવ્ય કીધું છે એ વાત અહીં નથી લેવી. અહીં તો આ વ્યવહારની-રાગની ક્રિયા જેટલી છે તે બધી પરમાર્થે પરદ્રવ્ય છે એમ વાત છે અને પરદ્રવ્યનું કાર્ય મારું એ માન્યતા મિથ્યાત્વભાવ છે. સમ્યગ્દ્રષ્ટિને વ્યવહારનું કાર્ય મારું-એમ વ્યવહારની રુચિ હોતી નથી. એને વ્યવહારનો રાગ આવે છે, પણ એને વ્યવહાર જે પરદ્રવ્ય એની રુચિ છૂટી ગઈ હોય છે. ઝીણી વાત છે.

હવે આમાં ચરણાનુયોગનો દાખલો આપીને ઉદ્દેશિક આહારનો મુનિને ત્યાગ હોય છે એ વાત કરી છે. આકરી વાત છે; અત્યારે તો બધી ગડબડ થઈ ગઈ છે, બધું તત્ત્વ - વિરુદ્ધ ચાલે છે. અહીં તો પોતે સ્વદ્રવ્ય ને બધાં પરદ્રવ્યો-એ બે વચ્ચેનો વ્યવહાર (નિમિત્ત-નૈમિત્તિક) આખોય તોડી નાખવાનો સિદ્ધાંત કહે છે. એટલે સ્વદ્રવ્ય પોતે ચૈતન્યમહાપ્રભુ-એની જ્યાં અંતદ્રષ્ટિ ને રુચિ થઈ ત્યાં એને વ્યવહાર જે પરદ્રવ્ય એની રુચિ છૂટી જાય છે. હવે આગળ જતાં મુનિને, જ્યારે વિશેષ અંતર-સ્થિરતા થઈ છે, ચારિત્રના આનંદમાં વિશેષ રમણતા થઈ છે-એવી અંતર-દશા થતાં મુનિરાજ કહે છે-આ જે ઉદ્દેશિક છે એ જડથી બનેલું જડ છે, અને એને લેવાનો ભાવ એ પણ જડ છે. એ જડને-જડના કાર્યને હું કેમ કરું? અહા! ઉદ્દેશિક લેવાના ભાવને મારા કાર્યપણાનો અભાવ છે. અર્થાત્ મુનિરાજને ઉદ્દેશિક આહારના ગ્રહણના ભાવનો અભાવ જ હોય છે. આ પચખાણ છે.

‘-એમ તત્ત્વજ્ઞાનપૂર્વક નિમિત્તભૂત પુદ્ગલદ્રવ્યને પચખતો આત્મા (-મુનિ) જેમ નૈમિત્તિકભૂત બંધ સાધકભાવને પચખે છે, તેમ.......’

‘એમ તત્ત્વજ્ઞાનપૂર્વક......... ’ જુઓ આ સૂક્ષ્મ વાત! એમ સમ્યગ્દર્શન રહિત ઉદ્દેશિક આહાર ન લે અને આહાર ન લે (ઉપવાસ કરે) એવું તો એણે અનંતવાર