૩પ૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૮ એ કર્તા થતો નથી. અહીં તો મુનિને એય કાઢી નાખ્યું કે-મુનિરાજને ઉદે્શિક આદિ આહાર નથી હોતો અને તત્સંબંધી (-નૈમિત્તિક) રાગનું પરિણમન પણ નથી હોતુ.ં આ તો સિદ્ધાંત કહ્યો એમાં આ ચરણાનુયોગનો ન્યાય આપ્યો.
હવે સર્વ સિદ્ધાંત સિદ્ધ કરે છેઃ- ‘તેમ સમસ્ત પરદ્રવ્યને પચખતો (ત્યાગતો) આત્મા તેના નિમિત્તે થતા ભાવને પચખે છે. આ પ્રમાણે દ્રવ્ય અને ભાવને નિમિત્ત નૈમિત્તિકપણું છે.’
અહાહા...! ભગવાન આત્મા શુદ્ધ એક જ્ઞાયકસ્વભાવી પ્રભુ ત્રિકાળ પરમાત્મદ્રવ્ય છે. એમાં એકાગ્ર થતો સમસ્ત પરદ્રવ્યનું લક્ષ છોડતો આત્મા તેના નિમિત્તે થતા ભાવને પચખે છે. ઓલામાં તો ઉદે્શિક ને અધઃકર્મનું દ્રષ્ટાંત લીધું. પણ આમાં તો સમસ્ત પરદ્રવ્યો-એમાં દેવ-ગુરુ-શાસ્ત્ર પણ આવી ગયા-ઉપર લીધું છે. મતલબ કે દેવ-ગુરુ- શાસ્ત્રના લક્ષને છોડતો આત્મા તેના નિમિત્તે થતા રાગને પણ છોડે છે. અહીં તો સિદ્ધાંત આ છે કે- ‘परदव्वादो दुग्गह’ (અષ્ટપાહુડ) -પરદ્રવ્યના લક્ષમાં જાય ત્યાં વિકાર થાય છે. અહા! દેવ-ગુરુ-શાસ્ત્ર પણ પરદ્રવ્ય છે. તેના નિમિત્તે-આશ્રયે એને નૈમિત્તિક વિકાર થાય છે. અહીં કહે છે-આત્મા સર્વ પરદ્રવ્ય તરફનું વલણ છોડીને પરદ્રવ્યોના નિમિત્તે થતા વિકારને છોડી દે છે. અહા! એનું જ્ઞાન અત્યંત સ્થિર થઈ ગયું હોય છે, અસ્થિરતા એને હોતી નથી આનું નામ પચખાણ છે. ગાથા ૩૪માં આવ્યું ને કેઃ-
‘સમસ્ત પરદ્રવ્યને પચખતો’ એમ કીધું ને? એમાં તો પોતાના સિવાય જેટલાં પરદ્રવ્ય છે તે દરેકને છોડે છે એમ વાત છે. અધઃકર્મી ને ઉદે્શિક આહાર અને સદોષ આહારને છોડે છે એટલું જ નહિ, નિર્દોષ આહારને પણ છોડે છે. ભલે મુનિપણાને યોગ્ય આહાર નિર્દોષ હો, પણ આહારનો વિકલ્પ બંધસાધક ભાવ છે ને? સર્વ પરદ્રવ્યનું લક્ષ છોડે છે એમાં તો આહાર નિર્દોષ લેવો એ પણ રહ્યું નહિ; કેમકે એ પરદ્રવ્ય છે ને પરદ્રવ્યના લક્ષે નૈમિત્તિક વિકાર વિના રહે નહિ.
હવે આવી વાત ચોકખી છે એમાંય લોકોને તકરાર-વાંધા. એમ કે એક અધઃકર્મ ને ઉદે્શિક આહાર થઈ ગયો એમાં શું થઈ ગયું? બાકી તો બધું મુનિપણું છે ને? નગ્ન છે, એક ટંક ઊભા ઊભા ખાય છે, ઉઘાડા પગે જોઈને ચાલે છે ઈત્યાદિ બધું તો છે.
પણ બાપુ! એમ મારગ નથી ભાઈ! અહીં આ તારા હિતની વાત છે પ્રભુ! અહીં તો સર્વ નિમિત્ત-નૈમિત્તિક સંબંધને તોડવાની વાત છે. નિશ્ચયથી મુનિમાર્ગ તો એક શુદ્ધોપયોગ જ છે. પરદ્રવ્ય સંબંધી વિકલ્પ છે એ કાંઈ મુનિપણું નથી.