Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 2831 of 4199

 

સમયસાર ગાથા ૨૮૬-૨૮૭ ] [ ૩પ૧ ‘જયધવલ’ માં તો ત્યાં સુધી લીધું છે કે- મેં એક શુદ્ધોપયોગની પ્રતિજ્ઞા કરી હતી, પણ એમાં હું ન રહી શક્યો ને આ છ કાયની દયાનો વિકલ્પ થયો, નિર્દોષ આહારનો વિકલ્પ થયો એમાં મારી પ્રતિજ્ઞા તૂટી ગઈ, એમાં પચખાણનો ભંગ થયો; કેમકે પરતરફના વલણનો ભાવ વિકાર છે. એક સ્વદ્રવ્યના વલણનો ભાવ નિર્વિકાર છે. એમ કે મારે સ્વદ્રવ્યમાં જ રહેવું એવી પ્રતિજ્ઞા લીધી હતી ત્યાં અરે! આ છ કાય આદિના વિકલ્પ!

જુઓ, મુનિને નિર્દોષ આહાર લેવાનો વિકલ્પ આવે એમાં મુનિદશાને બાધ નથી, એથી મુનિપણું જાય નહિ પણ એને અધઃકર્મી, ઉદે્શિક આદિ દોષયુક્ત આહાર લેવાનો વિકલ્પ આવે તો ત્યાં મુનિપણું રહેતું નથી. આવી વાત છે. હિત કરવું હોય તેણે હિતની સત્ય વાત સમજવી જ પડશે.

અહીં તો સઘળાય પરદ્રવ્ય તરફનું વલણ એટલે આહારનું, વિહારનું, દેવ-ગુરુ- શાસ્ત્ર પ્રત્યે વિનય-ભક્તિનું વલણ છોડીને એક સ્વદ્રવ્યમાં આવવું ને રહેવું એ મુનિને હોય છે અને એ વાસ્તવિક મુનિદશા છે-એમ સત્ય સિદ્ધાંત સિદ્ધ કરે છે.

પ્રશ્નઃ– તો પછી પ્રતિક્રમણ કરે કે નહિ?

ઉત્તરઃ– સ્વદ્રવ્યમાં આવવું ને રહેવું તે અસ્તિ ને પરદ્રવ્યથી-છ કાય આદિથી હઠવું તે નાસ્તિ-એ પ્રતિક્રમણ છે. અહાહા...! નિર્મળાનંદના નાથ પ્રભુ આત્મામાં આવીને વસવું તે પરથી ખસવું છે ને તે પ્રતિક્રમણ છે. આ સિવાય પરદ્રવ્ય તરફ લક્ષ જાય-એ તો કહ્યું ને કે- ‘परदव्वादो दुग्गइ’ - એ દુર્ગતિ છે, એ ચૈતન્યની ગતિ નથી. વિકાર થાય એ કાંઈ ચૈતન્યની ગતિ નહિ. અહો! આવી વાત દિગંબર સિવાય બીજે ક્યાંય છે નહિ.

અહા! ભાષા તો જુઓ! કે જેમ ઉદે્શિક આહારને છોડતો મુનિ તે સંબંધીના બંધસાધક ભાવને છોડે છે તેમ આત્મા સિવાય જેટલા પરદ્રવ્યો છે તે બધાય તરફના લક્ષને છોડે છે તે તેના સંબંધે થતા વિકારી ભાવને પણ છોડે છે. પણ આ બધું તત્ત્વજ્ઞાનપૂર્વક હોં; બાકી સમ્યગ્દર્શન વિના પોતાને માટે કરેલું ઉદે્શિક ન લે-એવું તો એણે અનંતવાર કર્યું છે ને અનંતવાર નવમી ગ્રૈવેયક ગયો છે. પણ એથી શું? ભવનો એક ફેરોય ઘટયો નહિ.

વીતરાગનો મારગ ભારે આકરો બાપા! પ્રથમ તો પરદ્રવ્યથી લાભ થાય એ દ્રષ્ટિ મિથ્યાત્વ છે, સમકિતીને પરદ્રવ્યમાં લાભની દ્રષ્ટિ નથી છતાં પરદ્રવ્ય તરફનું જેટલું લક્ષ રહે છે એટલો ચારિત્રનો દોષ છે. એ ચારિત્રના દોષને મટાડવાની આ વાત છે કે - સમસ્ત પરદ્રવ્યને પચખતો તે તત્સંબંધી નૈમિત્તિક વિકારને છોડે છે અર્થાત્ ચારિત્ર દોષને મટાડે છે. પરદ્રવ્યમાં લક્ષ જતું હતું તે ચારિત્રદોષ હતો, હવે પરદ્રવ્યથી લક્ષ છોડતાં ચારિત્રનો દોષ છૂટી જાય છે.