Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 2838 of 4199

 

૩પ૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૮

ઉત્તરઃ– કોણ સમજાવે? ભાષા તો પરદ્રવ્ય છે. એનો આશ્રય લેવા જાય તો વિકાર થાય છે એમ કહે છે. બીજાને આશ્રયે પણ વિકાર જ થાય છે. પરનો આશ્રય બહુ ભાવસંતતિનું-વિકારનું જ મૂળ છે. હવે આવું આકરું લાગે એટલે કહે કે આ સોનગઢવાળાઓએ નવું કાઢયું છે. પણ બાપુ! આ નવું નથી ભાઈ! આ તો અનંત તીર્થંકરો ને કેવળીઓએ કહેલી પ્રવાહથી ચાલી આવેલી વાત છે.

સમકિતીને સ્વદ્રવ્યનો આશ્રય થયો છે, પણ હજી અપૂર્ણ છે. તેથી તેને કંઈક પરનો આશ્રય છે ને તેથી તેને હજી અલ્પ રાગાદિ થાય છે; ધર્મ પ્રચારનો ભાવ પણ એને હોય છે, પણ એને મિથ્યાત્વ હોતું નથી. અજ્ઞાનીને તો બીજો મને સમજાવી દે -એમ પરદ્રવ્યના આશ્રયમાં સ્વામીપણું ને લાભબુદ્ધિ વર્તે છે ને તેથી તેને મિથ્યાત્વ અને રાગદ્વેષની પરંપરાનો જ લાભ થાય છે. સમજાણું કાંઈ....?

મોક્ષપાહુડમાં ગાથા ૧૬ માં આવે છે કે-

परदव्वादो दुग्गइ सद्व्वादो हु सग्गई होई

સ્વદ્રવ્યના આશ્રયે સુગતિ નામ નિર્મળ મોક્ષની પરિણતિ થાય છે ને પરદ્રવ્યના આશ્રયે દુગર્તિ નામ મલિન સંસારની પરિણતિ થાય છે. ત્યાં ૧૩મી ગાથામાં પણ કહ્યું છે કે- સ્વદ્રવ્યમાં રતિ તે મોક્ષનું કારણ ને પરદ્રવ્યમાં રતિ તે સંસારનું કારણ છે. લ્યો, આવું ટુંકું પણ કેવું સ્પષ્ટ!

હવે સ્વદ્રવ્ય-પરદ્રવ્ય કોને કહીએ? અહા! પરદ્રવ્ય ત્રણ પ્રકારે છેઃ સચેત, અચેત અને મિશ્ર. ત્યાં અરિહંતનો આત્મા, સ્ત્રીનો આત્મા, નિગોદનો આત્મા એ બધા સચેત; એક પરમાણુથી માંડીને મહાસ્કંધ એ અચેત છે અને શિષ્ય, નગર, સ્ત્રી-પરિવાર આદિ સહિત બધા મિશ્ર છે. આ કોઈ પણ-સચેત, અચેત કે મિશ્ર-પરદ્રવ્યનો આશ્રય લેતાં વિકાર જ થાય છે.

તથા આઠ કર્મથી રહિત નિર્મળ નિર્વિકાર શુદ્ધ ચૈતન્યઘન પ્રભુ આત્મા છે તે સ્વદ્રવ્ય છે, અને સ્વદ્રવ્યનો આશ્રય લેતાં કલ્યાણરૂપ પરમ વીતરાગ ભાવ થાય છે. અહા! વીતરાગનો આ માર્ગ તો જુઓ! કેટલું વહેંચી નાખ્યું છે.! ભગવાન વીતરાગદેવ એમ કહે છે કે-અમારી સામે લક્ષ કરશો ને વાણી સાંભળશો તો તમને રાગ જ થશે, કેમકે અમે તમારે માટે પરદ્રવ્ય છીએ. અહો! આવી અલૌકિક વાત વીતરાગના શાસન સિવાય બીજે ક્યાંય છે નહિ.

અહા! જેના નિમિત્તે નવાં નવાં કર્મ બંધાય છે તે વિકારની સંતતિનું મૂળ પરદ્રવ્યનું સ્વામીપણું છે; અને સ્વદ્રવ્યનું સ્વામીપણું એ મુક્તિનું કારણ છે. અહા! પર- આશ્રયે બંધ ને સ્વ-આશ્રયે મુક્તિ-આ સર્વનો સંક્ષેપમાં સાર છે.

અહીં બંધ અધિકારમાં પરદ્રવ્યનો આશ્રય બંધનું કારણ લીધું, સમયસાર