Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 2858 of 4199

 

૩૭૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૮

હવે, પ્રથમ ટીકાકાર આચાર્યદેવ કહે છે કેઃ- ‘હવે મોક્ષ પ્રવેશ કરે છે.’ મોક્ષ એ પર્યાય છે; એ ત્રિકાળી વસ્તુ નથી. જેમ સંસાર વિકારી ભેખ છે, ને મોક્ષમાર્ગ અંશે નિર્મળ ભેખ છે તેમ મોક્ષ છે એ પૂરણ આનંદની દશાનો ભેખ છે. જેટલી કોઈ નવી નવી અવસ્થાઓ થાય છે તે બધા ભેખ-સ્વાંગ છે. મોક્ષ એક સ્વાંગ છે. અને કાયમ રહેનારું તત્ત્વ તો ત્રિકાળી એક ધ્રુવ ચિન્માત્રસ્વરૂપ પ્રભુ આત્મા છે.

જેમ નૃત્યના અખાડામાં-નાટકમાં સ્વાંગ એટલે નાટક કરનારો પ્રવેશ કરે છે તેમ અહીં મોક્ષ તત્ત્વનો સ્વાંગ પ્રવેશ કરે છે. ત્યાં જ્ઞાન સર્વ સ્વાંગને જાણનારું છે. શું કીધું? કે શુદ્ધ ચિદાનંદસ્વરૂપ પ્રભુ આત્માનું જ્ઞાન આસ્રવ, બંધ, સંવર, નિર્જરા મોક્ષ આદિ બધા ભેખોને-સ્વાંગોને જાણે છે. આગળ ગાથા ૩ર૦માં લેશે કે જ્ઞાન આ બધા સ્વાંગને જાણે છે. તેથી અધિકારના આદિમાં આચાર્યદેવ સમ્યગ્જ્ઞાનના મહિમારૂપ મંગળ કરે છેઃ-

* કળશ ૧૮૦–શ્લોકાર્થ ઉપરનું પ્રવચન *

‘इदानीम्’ હવે ‘प्रज्ञा–क्रकच–दलनात् बन्ध–पुरुषौ द्विधाकृत्य’ પ્રજ્ઞારૂપી કરવત વડે વિદારણ દ્વારા બંધ અને પુરુષને દ્વિધા કરીને,...

શું કહે છે? હવે એટલે બંધ પદાર્થ પછી પ્રજ્ઞારૂપી કરવત વડે એટલે અંતઃસન્મુખ વળેલી વર્તમાન જ્ઞાનદશારૂપી કરવત વડે વિદારણ દ્વારા પુરુષ કહેતાં આત્મા અને રાગને- બંધને છેદી જુદા પાડવામાં આવે છે. અહાહા...! શું કીધું? કે જેમ લાકડાને કરવત વડે છેદતાં બે ટુકડા થઈ જાય તેમ પ્રજ્ઞારૂપી કરવત વડે છેદતાં આત્મા અને રાગ જુદા પડી જાય છે. બંધ એટલે રાગ અર્થાત્ વ્યવહારભાવ અને આત્મા-નિશ્ચય શુદ્ધ વસ્તુ બન્ને પ્રજ્ઞાકરવતથી છેદતાં ભિન્ન પડી જાય છે. અહા! બંધ અને આત્મા-બે ભિન્ન ચીજ છે; એને પોતાના જ્ઞાનમાં ભિન્ન જાણવાં એનું નામ ધર્મ છે. સમજાણું કાંઈ...?

પુરુષાર્થસિદ્ધયુપાયમાં પોતાની જે જ્ઞાનાનંદ ચેતના તેને જે સેવે તેને પુરુષ કહ્યો છે. આ પુરુષનું શરીર તે પુરુષ એમ નહિ; એ તો જડ માટી-ધૂળ છે. અને જે અનાદિથી પુણ્ય-પાપની સેવા કરે છે તેય પુરુષ નહિ; એને નપુંસક કહ્યો છે. અહા! જે પોતાની શુદ્ધ જ્ઞાન-ચેતનાને સેવે છે તે પુરુષ કહેતાં આત્મા છે.

અહીં કહે છે-અતીન્દ્રિય જ્ઞાન ને આનંદનો પિંડ પ્રભુ આત્મા અને પર્યાયમાં થતાં પુણ્ય-પાપનો-રાગનો સમૂહ, રાગગ્રામ-એ બન્નેને જુદા કરીને, ‘पुरुषम् उपलम्भएक– नियतम्’ પુરુષને-કે જે પુરુષ માત્ર અનુભૂતિ વડે જ નિશ્ચિત છે તેને- ‘साक्षात् मोक्षं नयत्’ સાક્ષાત્ મોક્ષ પમાડતું થકું, ‘पूर्णं ज्ञानं विजयते’ પૂર્ણ જ્ઞાન જયવંત પ્રવર્તે છે.

શું કહે છે? કે જેટલા કોઈ રાગાદિના વિકલ્પ છે એનાથી ભગવાન આત્માને