ભાગ-૨] [૭ ‘सेवितव्यानि’ સેવવા યોગ્ય છે. જુઓ, સાધુ કોને કહીએ? કે જે દર્શન, જ્ઞાન, ચારિત્રનું સેવન કરે તે સાધુ છે. આ દર્શન-જ્ઞાન-ચારિત્ર એ નિશ્ચયરત્નત્રયની વાત છે. અખંડ, અભેદ, એકરૂપ જે ત્રિકાળી જ્ઞાયકભાવ એની દ્રષ્ટિ એ નિર્વિકલ્પ સમ્યગ્દર્શન, એનું સ્વસંવેદનજ્ઞાન એ સમ્યગ્જ્ઞાન અને એમાં રમણતા-લીનતા-આચરણરૂપ અનુષ્ઠાન એ સમ્યક્ચારિત્ર. આ નિશ્ચયરત્નત્રયનું સેવન કરે તે સાધુ છે. પાંચ મહાવ્રત કે વ્યવહાર- રત્નત્રયના વિકલ્પ એ કાંઈ નિશ્ચયચારિત્ર નથી, નિશ્ચયધર્મ નથી. એ તો રાગ છે, વિકાર છે અને તેથી સેવવા યોગ્ય નથી. આ તો વીતરાગમાર્ગનું કથન છે. ભાઈ! અંતઃતત્ત્વસ્વરૂપ જે શુદ્ધચૈતન્યઘન એનાં શ્રદ્ધા-જ્ઞાન અને શાંતિરૂપ જે નિર્વિકલ્પ વીતરાગી પર્યાય એનું સેવન કરવા યોગ્ય છે એમ વ્યવહારથી કથન છે. ભગવાન જ્ઞાયકસ્વભાવ એકલો છે. એ જ્ઞાયકસ્વભાવ એકનું સેવન કરવું એ નિશ્ચય છે, પરમાર્થ છે, વાસ્તવિક છે. તથા ઉપદેશમાં ભેદ પાડીને દર્શન, જ્ઞાન અને ચારિત્ર સદા સેવવા યોગ્ય છે એમ કહેવું એ વ્યવહાર છે. એકરૂપ આત્મામાં દર્શન, જ્ઞાન અને ચારિત્ર એમ ત્રણ પ્રકાર કહેવા એ વ્યવહાર છે.
હવે કહે છે-વળી ‘तानि त्रीणि अपि’ તે ત્રણેને ‘निश्चयतः’ નિશ્ચયનયથી ‘आत्मानं च एव’ એક આત્મા જ ‘जानीहि’ જાણો. અખંડ અભેદ એકરૂપ જે જ્ઞાયકભાવસ્વરૂપ આત્મા તે એકનું સેવન કરતાં તેમાં એ ત્રણેય પર્યાયો આવી જાય છે. પણ ત્રણ પર્યાયનું લક્ષ કરવું એ વ્યવહારનય છે. દર્શન-જ્ઞાન-ચારિત્ર તો નિશ્ચય છે (નિશ્ચયરત્નત્રય છે), પણ અખંડ એક નિશ્ચય સ્વભાવની અપેક્ષાએ એ ત્રણેય પર્યાય છે અને તેથી વ્યવહાર છે, મલિન છે. ઝીણી વાત, ભાઈ! પણ અલૌકિક વાત છે. શું કહે છે? એ ત્રણેને નિશ્ચયનયથી એક આત્મા જ જાણો. અંતર જ્ઞાયકભાવની એકાગ્રતા થવાથી એ ત્રણેય નિર્મળ પર્યાયો થઈ જાય છે પરંતુ એ પર્યાયોનું લક્ષ કરી તેમનો આશ્રય કરવા યોગ્ય નથી. અહાહા! એ નિશ્ચય મોક્ષમાર્ગની પર્યાય આશ્રય કરવા લાયક નથી. એ ત્રણ છે માટે વ્યવહાર છે. આ નિશ્ચય (મોક્ષમાર્ગ) પણ વ્યવહાર છે. ગજબ વાત! ભગવાન! આ માર્ગ તો અત્યારે ગાયબ (ગૂમ) થઈ ગયો. મોક્ષમાર્ગથી વિરુદ્ધ બહારની બધી કડાકૂટ થઈ ગઈ છે. અહીં તો ભગવાન કુંદકુંદાચાર્ય કહે છે-એ ત્રણેયને નિશ્ચયથી એક આત્મા જ જાણો. લ્યો, આ અંદરમાં એવો આત્મા બિરાજમાન છે.
“આ આત્મા જે ભાવથી સાધ્ય તથા સાધન થાય તે ભાવથી જ નિત્ય સેવવા યોગ્ય છે.” અહીં એમ કહે છે કે આ આત્મા જે ભાવથી સાધ્ય એટલે મોક્ષ તથા સાધન એટલે મોક્ષમાર્ગની પર્યાય થાય તે ભાવથી સેવવા યોગ્ય છે. નિશ્ચયમોક્ષમાર્ગની પર્યાય એ સાધન છે, પણ વ્યવહારરત્નત્રયનો વિકલ્પ તે સાધન નથી. અહીં અસ્તિથી કથન કર્યું એમાં નાસ્તિ આવી ગઈ. આ આત્માને (જે ભાવથી) પોતાનો આશ્રય કરવાથી પૂર્ણ