૪૧૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૮
પર તરફના લક્ષવાળા જે રાગાદિભાવો છે તે બંધ છે અને ભગવાન આત્મા ચૈતન્યલક્ષણ છે. અહા! બન્નેને લક્ષણભેદથી જુદા જાણી આત્માને અનુસારે આત્માનુભવ કરવો તે ધર્મ છે. અનાદિથી રાગને અનુસરીને જે અનુભવ છે તે અધર્મ છે અને તે અનુભવ દુઃખરૂપ છે. પણ રાગથી જુદા પડી સ્વ-આશ્રયમાં રહી સ્વાનુભવ કરવો તે ધર્મ છે અને તે આનંદરૂપ છે. ચૈતન્યની જાણન પર્યાયને રાગથી ભિન્ન કરી સ્વાભિમુખ કરતાં જે સ્વાનુભવ થયો તે ધર્મ છે અને તેને અહીં પ્રજ્ઞાછીણી કહી છે. સમજાણું કાંઈ...?
પ્રશ્નઃ– ચૈતન્યભાવને પરમ પારિણામિક ભાવ કહેવાય ને?
ઉત્તરઃ– પરમ પારિણામિક ભાવ છયે દ્રવ્યોમાં છે, માટે અહીં ચૈતન્યલક્ષણથી લક્ષિત જ્ઞાયકભાવ જ લેવો. અહા! અનંતગુણમંડિત એક જ્ઞાયકભાવ - ચિન્માત્રભાવ જ આત્મા છે. આવા પોતાના સ્વસ્વરૂપમાં વર્તમાન પરિણતિને વાળવી - ઢાળવી તે ધર્મ છે.
પ્રશ્નઃ– તો જીવોની દયા પાળવી તે ધર્મ નહિ?
ઉત્તરઃ– ના; તે ધર્મ નહિ, કેમકે એ તો પરજીવોના લક્ષે થતો શુભરાગ છે, એ તો બંધનું લક્ષણ છે એમ અહીં કહે છે; અને એનાથી પુણ્યબંધ જ થાય છે, એનાથી ધર્મ થાય એમ માને એ મિથ્યાત્વ છે. આવી વાત છે.
અરે! ભાઈ, તે પરની દયા પાળવાની અનંતકાળથી ચિંતા કરી છે, પણ અંદર નિર્મળાનંદનો નાથ ચૈતન્યમહાપ્રભુ વિરાજે છે તેની તો એક વાર દયા કર. પરની દયા કરવાના ભાવમાં તારી અદયા - હિંસા થઈ રહી છે તે તો જો પ્રભુ! અહા! અનંત અનંત શક્તિઓનો પિંડ ચિન્મૂર્તિ પ્રભુ આત્મા છે, તેને જાણન પર્યાયમાં જ્ઞેય બનાવી એની પ્રતીતિ કરવી તે સ્વદયા નામ અહિંસા ધર્મ છે.
‘દયા ધર્મનું મૂળ છે’ - એમ કહે છે ને? તે દયા તે આ સ્વદયા હોં. બાકી સ્વદયાને છોડી, પરદયામાં રાચવું એ તો વાસ્તવમાં સ્વરૂપની હિંસા ને ઘાત છે. બાપુ! દયા, અદયાને પરની સાથે નિશ્ચયથી સંબંધ જ નથી, કેમકે પર જીવો બચે છે એ તો પોતાના આયુને લઈને બચે છે, ટકે છે. એની દયા પાળવી એમ કહેવું એ વ્યવહાર છે. અશુભથી બચવા ધર્માત્માને પણ એવા શુભભાવ આવે છે, પરંતુ એ ધર્મ નથી. (ધર્માત્મા એને ધર્મ માનતા પણ નથી)
આત્માનું ચૈતન્ય લક્ષણ છે ને બંધનું લક્ષણ રાગાદિ છે, તોપણ માત્ર જ્ઞેય- જ્ઞાયકભાવની અતિ નિકટતાથી તેઓ એક જેવા થઈ રહ્યા દેખાય છે, એટલે શું? કે જે સમયે જ્યાં પોતાની જ્ઞાનપર્યાય પ્રગટ થાય છે તે જ સમયે ત્યાં રાગાદિ ભાવો ઉત્પન્ન થાય છે. બન્નેના ભાવ તો ભિન્ન ભિન્ન છે, પણ બન્નેનાં કાળ અને ક્ષેત્ર એક