સમયસાર ગાથા-૨૯૪ ] [ ૪૧પ
પુરુષો વડે ‘कथम् कपि’ કોઈપણ પ્રકારે (-યત્નપૂર્વક) ‘सावधानैः’ સાવધાનપણે (નિષ્પ્રમાદપણે) ‘पातिता’ પટકવામાં આવી થકી,’ आत्म–कर्म–उभयस्य सूक्ष्मे अन्तः– सन्धिबन्धे’ આત્મા અને કર્મ-બન્નેના સૂક્ષ્મ અંતરંગ સંધિના બંધમાં ‘रभसात्’ ‘શીધ્ર ‘निपतति’ પડે છે.
તો સમય થઈ જતાં કહે કે-ટાઈમ થઈ ગયો છે, અંદરથી કન્યાને લાવો. એમ અહીં કહે છે-રાગથી છૂટા પડવાનો તારો ટાઈમ થઈ ગયો છે, માટે અંદરમાં-સ્વભાવમાં જા અને રાગને ભિન્ન પાડ. ભાઈ! કરવાનું હોય તો એક આ કરવાનું છે. બાકી તો બધું થોથેથોથાં છે.
જોયું? આ પ્રજ્ઞારૂપી છીણી કોના વડે પટકવામાં આવે છે? ‘પ્રવીણ પુરુષો વડે.’ લ્યો, આનું નામ તે પ્રવીણ પુરુષ જે ભેદજ્ઞાન કરે છે. દુનિયામાં પ્રવીણ-ચતુર કહેવાય તે આ નહીં. દુનિયાના કહેવાતા પ્રવીણ પુરુષો તો બધા પાગલ છે. મૂર્ખ છે; કેમકે તેઓ સ્વભાવનો પુરુષાર્થ ક્યાં કરે છે? તેઓ તો પુરુષાર્થહીન નપુંસક છે. આ તો જે સ્વભાવના પુરુષાર્થ વડે ભેદવિજ્ઞાન પ્રગટ કરે તે પ્રવીણ-નિપુણ પુરુષ છે એમ વાત છે.
અહાહા...! કહે છે-પ્રવીણ પુરુષો વડે પ્રજ્ઞાછીણીને નિષ્પ્રમાદપણે મહા યત્ન વડે પટકવામાં આવતાં... , ક્યાં? આત્મા અને કર્મ-બન્ને વચ્ચેના સૂક્ષ્મ અંતરંગ સંધિના બંધમાં અર્થાત્ અંદરની સાંધના જોડાણમાં. જેમ જંગલમાં લાખો મણ પત્થરોનો પહાડ હોય છે એમાં વચ્ચે વચ્ચે લાલ, ધોળી એવી રગ હોય છે. એ રગ એ બે પત્થરો વચ્ચે સાંધ છે અર્થાત્ બે પત્થરો એક થયા નથી એનું ચિન્હ છે. તેથી સાંધમાં સુરંગ ફોડતાં પત્થરો જુદા પડી જાય છે. તેમ જ્ઞાન અને આનંદ જેનું સત્ત્વ છે એવો ભગવાન આત્મા જ્ઞાનાનંદરસકંદ પ્રભુ છે, એમાં જે દયા, દાન આદિ શુભ પરિણામ ને હિંસા, જૂઠ, ચોરી, વિષયવાસના આદિ અશુભ પરિણામ થાય છે તે મૂળ વસ્તુભૂત નથી. અર્થાત્ આત્મા અને શુભાશુભ પરિણામ બન્ને એક નથી. બન્નેમાં લક્ષણભેદે ભેદ છે, સાંધ છે. ભગવાન આત્મા અને રાગાદિ વિકાર વચ્ચે સૂક્ષ્મ અંતરંગ સાંધ છે. અહીં કહે છે-એ બન્નેની અંતરંગ સંધિના બંધમાં બહુ યત્ન વડે પ્રજ્ઞાછીણી પટકવામાં આવતાં તત્કાલ બન્ને ભિન્ન પડી જાય છે. ‘
પ્રગટ દશા જે અનાદિથી રાગ તરફ વળેલી છે તે ધ્રુવ ચિદાનંદઘન પ્રભુ આત્મા તરફ વળે ને ઢળે તે પ્રજ્ઞાછીણી છે અને તે સાંધમાં પડતાં તત્કાલ આત્મા અને કર્મ જુદા પડી જાય છે.