बंधो छेदेदव्वो सुद्धो अप्पा य घेत्तव्वो।। २९५।।
बन्धरछेत्तव्यः शुद्ध आत्मा च गृहीतव्यः।। २९५।।
‘આત્મા અને બંધને દ્વિધા કરીને શું કરવું’ એમ પૂછવામાં આવતાં હવે તેનો ઉત્તર કહે છેઃ-
ત્યાં છોડવો એ બંધને, જીવ ગ્રહણ કરવો શુદ્ધને. ૨૯પ.
ગાથાર્થઃ– [तथा] એ રીતે [जीवः बन्धः च] જીવ અને બંધ [नियताभ्याम् स्वलक्षणाभ्यां] તેમનાં નિશ્ચિત સ્વલક્ષણોથી [छिद्येते] છેદાય છે. [बन्धः] ત્યાં, બંધને [छेत्तव्यः] છેદવો અર્થાત્ છોડવો [च] અને [शुद्धः आत्मा] શુદ્ધ આત્માને [गृहीतव्यः] ગ્રહણ કરવો.
ટીકાઃ– આત્મા અને બંધને પ્રથમ તો તેમનાં નિયત સ્વલક્ષણોના વિજ્ઞાનથી સર્વથા જ છેદવા અર્થાત્ ભિન્ન કરવા; પછી, રાગાદિક જેનું લક્ષણ છે એવા સમસ્ત બંધને તો છોડવો અને ઉપયોગ જેનું લક્ષણ છે એવા શુદ્ધ આત્માને જ ગ્રહણ કરવો. આ જ ખરેખર આત્મા અને બન્ને દ્વિધા કરવાનું પ્રયોજન છે કે બંધના ત્યાગથી (અર્થાત્ બંધનો ત્યાગ કરી) શુદ્ધ આત્માનું ગ્રહણ કરવું.
ભાવાર્થઃ– શિષ્યે પૂછયું હતું કે આત્મા અને બંધને દ્વિધા કરીને શું કરવું? તેનો આ ઉત્તર આપ્યો કે બંધનો તો ત્યાગ કરવો અને શુદ્ધ આત્માનું ગ્રહણ કરવું.
શિષ્યનો પ્રશ્ન છે કે-બંધ-રાગ અને આત્માને ભગવતી પ્રજ્ઞા વડે જુદા પાડવા એ તો જાણ્યું પણ ‘આત્મા અને બંધને દ્વિધા કરીને શું કરવું?’ એમ પૂછવામાં આવતાં હવે તેનો ઉત્તર કહે છેઃ-