जह पण्णाइ विभत्तो तह पण्णाएव घेत्तव्वो।। २९६।।
यथा प्रज्ञया विभक्तस्तथा प्रज्ञयैव गृहीतव्यः।। २९६।।
(‘આત્મા અને બંધને ભિન્ન તો પ્રજ્ઞા વડે કર્યા પરંતુ આત્માને ગ્રહણ શા વડે કરાય?’ -એવા પ્રશ્નની તથા તેના ઉત્તરની ગાથા કહે છેઃ-
પ્રજ્ઞાથી જ્યમ જુદો કર્યો, ત્યમ ગ્રહણ પણ પ્રજ્ઞા વડે. ૨૯૬.
ગાથાર્થઃ– (શિષ્ય પૂછે છે કે-) [सः आत्मा] તે (શુદ્ધ) આત્મા [कथं] કઈ રીતે [गृह्यते] ગ્રહણ કરાય? (આચાર્યભગવાન ઉત્તર આપે છે કે-) [प्रज्ञया तु] પ્રજ્ઞા વડે [सः आत्मा] તે (શુદ્ધ) આત્મા [गृह्यते] ગ્રહણ કરાય છે. [यथा] જેમ [प्रज्ञया] પ્રજ્ઞા વડે [विभक्तः] ભિન્ન કર્યો, [तथा] તેમ [प्रज्ञया एव] પ્રજ્ઞા વડે જ [गृहीतव्यः] ગ્રહણ કરવો.
ટીકાઃ– શુદ્ધ એવો આ આત્મા શા વડે ગ્રહણ કરવો? પ્રજ્ઞા વડે જ શુદ્ધ એવો આ આત્મા ગ્રહણ કરવો; કારણ કે શુદ્ધ આત્માને, પોતે પોતાને ગ્રહતાં, પ્રજ્ઞા જ એક કરણ છે-જેમ ભિન્ન કરતાં પ્રજ્ઞા જ એક કરણ હતું તેમ. માટે જેમ પ્રજ્ઞા વડે ભિન્ન કર્યો તેમ પ્રજ્ઞા વડે જ ગ્રહણ કરવો.
ભાવાર્થઃ– ભિન્ન કરવામાં અને ગ્રહણ કરવામાં કરણો જુદાં નથી; માટે પ્રજ્ઞા વડે જ આત્માને ભિન્ન કર્યો અને પ્રજ્ઞા વડે જ ગ્રહણ કરવો.
‘આત્મા અને બંધને ભિન્ન તો પ્રજ્ઞા વડે કર્યા પરંતુ આત્માને ગ્રહણ શા વડે કરાય?’ અર્થાત્ શુદ્ધાત્માને અનુભવવો કેવી રીતે? -એવા પ્રશ્નની તથા તેના ઉત્તરની ગાથા કહે છેઃ-
લ્યો, આ એકદમ સાર-સાર ગાથા છે. ઝગડા બધા મટી જાય એવી આ ગાથા છે. ગાથામાં પ્રશ્ન અને ઉત્તર બન્ને છે. શું કહે છે? કે-