સમયસાર ગાથા-૨૯૬ ] [ ૪૨પ
પણ એ તો લોકો માને તો ને? ભાઈ! શું થાય? ભગવાને કહેલી હિતની વાત ન માને એને શું કરીએ? એ તો એનું ભવિતવ્ય જ એવું છે એમ જાણી સમભાવમાં રહેવું યોગ્ય છે.
હવે કહે છે- ‘માટે જેમ પ્રજ્ઞા વડે ભિન્ન કર્યો તેમ પ્રજ્ઞા વડે જ ગ્રહણ કરવો.’ આત્મા અને બંધને ભિન્ન કરવામાં પ્રજ્ઞા જ એક કરણ કહ્યું હતું. તેમ આત્માને ગ્રહવામાં પણ પ્રજ્ઞા જ એક કરણ છે. માટે જેમ પ્રજ્ઞા વડે ભિન્ન કર્યો તેમ આત્માને પ્રજ્ઞા વડે જ ગ્રહણ કરવો. અહીં ‘જ’ કાર મૂકીને એકાન્ત કર્યું છે. આ સમ્યક્ એકાન્ત છે.
કથંચિત્ પ્રજ્ઞા વડે ને કથંચિત્ રાગ વડે-એમ અહીં કહ્યું નથી. અહા! આવી સ્પષ્ટ ચોકખી વાત છે છતાં ‘વ્યવહારથી ન થાય’ -એ માન્યતા એકાન્ત છે એમ કોઈ લોકો રાડુ પાડે છે. પણ શું થાય? અહીં આ કેવળીના કેડાયતીઓ દિગંબર આચાર્યો બહુ ઊંચેથી પોકાર કરી કહે છે કે- ‘પ્રજ્ઞા વડે જ ગ્રહણ કરવો, પ્રજ્ઞા જ એક કરણ છે.’
ભાઈ! આ તો ધીરાનાં કામ છે બાપા! બહુ ભણતર કર્યાં હોય ને શાસ્ત્રમાં હોશિયાર હોય, બહુ ગર્જના કરતાં આવડતું હોય, બીજાને સમજાવતાં આવડતું હોય એટલે એને વહેલું સમકિત ને મોક્ષ થઈ જાય એમ છે નહિ. ભિન્ન ચીજને ભિન્ન કરી આત્માનુભવ કરનારી ભગવતી પ્રજ્ઞા જ સમકિત અને મોક્ષનું સાધન છે.
બાપુ! આ દેહ તો આત્માથી છૂટો પડશે જ; પણ તે છૂટો પડે તે પહેલાં જ્ઞાનમાં અંદર છૂટો પાડી નાખ. એ સિવાય એને પરિભ્રમણ નહિ મટે હોં. અંદર આત્માને ભિન્ન અનુભવ્યા વિના પ્રભુ! તારા જન્મ-મરણનો અંત નહિ આવે. ભાઈ! આ ભવસમુદ્ર તો એકલા દુઃખનો સમુદ્ર છે. એના દુઃખનું શું કરીએ?
ઘણા વરસ પહેલાં ધંધુકામાં બનેલી આ ઘટના છે. કોઈ એક કોમના લોકોએ એક ગાયને પહેલાં ખૂબ ખવડાવ્યું. પછી શણગારીને આખા નગરમાં ફેરવી જેથી બીજા લોકોને ખબર થાય કે આ ગાયને હવે મારી નાખશે. ત્યાર પછી એકાંત સ્થાનમાં લઈ તે જીવતી ગાયના જીણા જીણા ટુકડા કરી નાખ્યા અને લોકોને વહેંચ્યા. રે અજ્ઞાન! રે દુઃખ!
બીજી એક બનેલી ઘટના છે. એક ભાઈ એક વખત પોતાના એક અન્યમતી મિત્રને ત્યાં ગએલ. તે વખતે તે મિત્રને ઘરે એક મોટી અગ્નિની ભટ્ઠી સળગાવી હતી, અને તેમાં એક જીવતા ભુંડને આખે આખું સળિયામાં બાંધી નાખ્યું હતું. એ તો આભો જ થઈ ગયો. અરરર! જેમ શક્કરિયું શેકે તેમ જીવતા ભુંડને ભટ્ઠીમાં શેકે! અહા! કહ્યું ન જાય એવું પારાવાર દુઃખ!!
આ તો દ્રષ્ટાંત કહ્યાં. બાકી આનાથીય અનંત ગુણાં દુઃખ પહેલી નરકથી સાતમી નરકમાં એણે વેઠયાં છે. અહીં ન્યાય શું કહેવો છે કે-ભાઈ! આવાં પારાવાર દુઃખોથી છૂટવું હોય તો આ એક ઉપાય કર. શું? કે રાગનો પ્રેમ છોડ ને જ્ઞાનને