Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 2906 of 4199

 

૪૨૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૮ ભગવાન આત્મામાં જોડ. બાપુ! રાગ ચાહે શુભ હો કે અશુભ-એ સ્વયં દુઃખરૂપ ને દુઃખના કારણરૂપ જ છે. અહા! રાગ બંધ એટલે દુઃખનું-સંસારનું જ લક્ષણ છે. એમ જાણી એનું લક્ષ સર્વથા છોડી, ઉપયોગને અંતરમાં વાળી સુખધામ પ્રભુ આત્મામાં જોડી દે. અહા! ઉપયોગની-જ્ઞાનની અંતર-એકાકાર દશા-પ્રજ્ઞા જ શુદ્ધાત્માને ગ્રહવાનો ઉપાય છે. ભાઈ! જન્મ-મરણનાં દુઃખોથી મુક્ત થવાની આ એક જ રીત છે. સમજાય છે કાંઈ...?

માણસને અભ્યાસ નહિ એટલે આ સમજવું કઠણ પડે, પણ આ સમજ્યા વિના તારા દુઃખનો અંત આવે એમ નથી. બાકી તો કહ્યું છે ને કે-

‘બાલપણ ખેલમાં ખોયા, જુવાની સ્ત્રીમાં મોહ્યા, અને બુઢાપા દેખકર રોયા.’ બધાં દુઃખ જ દુઃખ છે. દોલતરામજીએ કહ્યું છે ને કે-

“બાલપનેમેં જ્ઞાન ન લહ્યો, તરુણ સમય તરુણીરત રહ્યો;
અર્ધમૃતકસમ બૂઢાપનો કૈસે રૂપ લખૈ આપનો...?”

પોતાના સ્વરૂપને જાણ્યા વિના બધે દુઃખ જ છે ભાઈ! માટે ટૂંકામાં કહીએ કે-રાગથી ખસ, આત્મામાં વસ; આ ટુંકું ને ટચ, એટલું બસ. પણ આમાં તો અનંતો પુરુષાર્થ જોઈએ હોં. કાંઈ વાતે વડાં થાય એમ નથી.

* ગાથા ૨૯૬ઃ ભાવાર્થ ઉપરનું પ્રવચન *

ભિન્ન કરવામાં અને ગ્રહણ કરવામાં કરણો જુદાં નથી. અહા! સાધ્ય જે મોક્ષ તેનું સાધન આત્માથી અભિન્ન એક પ્રજ્ઞા જ છે. આત્માનું સાધન આત્મામાં જ છે. એનું સાધન કોઈ બીજી ચીજ-નિમિત્ત કે વ્યવહાર-નથી. માટે પ્રજ્ઞા વડે જ આત્માને ભિન્ન કર્યો અને પ્રજ્ઞા વડે જ ગ્રહણ કરવો. બન્નેમાં ‘જ’ લીધું છે. સમ્યક્ એકાંત કર્યું છે.

[પ્રવચન નં. ૩પ૪]