Pravachan Ratnakar (Gujarati). Kalash: 182.

< Previous Page   Next Page >


PDF/HTML Page 2908 of 4199

 

૪૨૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૮

(शार्दूलविक्रीडित)
भित्त्वा सर्वमपि स्वलक्षणबताद्भेत्तुं हि यच्छक्यते
चिन्मुद्राङ्कितनिर्विभागमहिमा शुद्धश्चिदेवास्म्यहम्।
भिद्यन्ते यदि कारकाणि यदि वा धर्मा गुणा वा यदि
भिद्यन्तां न भिदास्ति काचन विभौ भावे विशुद्धे चिति।। १८२।।

ભાવાર્થઃ– પ્રજ્ઞા વડે ભિન્ન કરવામાં આવેલો જે ચેતક તે આ હું છું અને બાકીના ભાવો મારાથી પર છે; માટે (અભિન્ન છ કારકોથી) હું જ, મારા વડે જ, મારા માટે જ, મારામાંથી જ, મારામાં જ, મને જ ગ્રહણ કરું છું. ‘ગ્રહણ કરું છું’ એટલે ‘ચેતું છું’ , કારણ કે ચેતવું તે જ આત્માની એક ક્રિયા છે. માટે હું ચેતું જ છું; ચેતનારો જ, ચેતનાર વડે જ, ચેતનાર માટે જ, ચેતનારમાંથી જ, ચેતનારમાં જ, ચેતનારને જ ચેતું છું. અથવા દ્રવ્યદ્રષ્ટિએ તો-છ કારકોના ભેદ પણ મારામાં નથી, હું તો શુદ્ધ ચૈતન્યમાત્ર ભાવ છું. - આ પ્રમાણે પ્રજ્ઞા વડે આત્માને ગ્રહણ કરવો અર્થાત્ પોતાને ચેતનાર તરીકે અનુભવવો.

હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ-

શ્લોકાર્થઃ– [यत् भेत्तुं हि शक्यते सर्वम् अपि स्वलक्षणबलात् भित्त्वा] જે કાંઈ ભેદી શકાય છે તે સર્વને સ્વલક્ષણના બળથી ભેદીને, [चिन्मुद्रा–अङ्कित–निर्विभाग– महिमा शुद्धः चिद् एव अहम् अस्ति] જેનો ચિન્મુદ્રાથી અંક્તિ નિર્વિભાગ મહિમા છે (અર્થાત્ ચૈતન્યની છાપથી ચિહ્નિત વિભાગરહિત જેનો મહિમા છે) એવો શુદ્ધ ચૈતન્ય જ હું છું. [यदि कारकाणि वा यदि धर्माः वा यदि गुणाः भिद्यन्ते, भिद्यन्ताम्] જો કારકોના, અથવા ધર્મોના, અથવા ગુણોના ભેદો પડે, તો ભલે પડો; [विभौ विशुद्धे चिति भावे काचन भिदा न अस्ति] પરંતુ *વિભુ એવા શુદ્ધ (-સમસ્ત વિભાવોથી રહિત-) ચૈતન્યભાવમાં તો કોઈ ભેદ નથી. (આમ પ્રજ્ઞા વડે આત્માને ગ્રહણ કરાય છે.)

ભાવાર્થઃ– જેમનું સ્વલક્ષણ ચૈતન્ય નથી એવા પરભાવો તો મારાથી ભિન્ન છે, માત્ર શુદ્ધ ચૈતન્ય જ હું છું. કર્તા, કર્મ, કારણ, સંપ્રદાન, અપાદાન અને અધિકરણરૂપ કારકભેદો, સત્ત્વ, અસત્ત્વ, નિત્યત્વ, અનિત્યત્વ, એકત્વ, અનેકત્વ આદિ ધર્મભેદો અને જ્ઞાન, દર્શન આદિ ગુણભેદો જો કથંચિત્ હોય તો ભલે હો; પરંતુ શુદ્ધ ચૈતન્યમાત્ર ભાવમાં તો કોઈ ભેદ નથી. -આમ શુદ્ધનયથી અભેદરૂપે આત્માને ગ્રહણ કરવો. ૧૮૨.

*

_________________________________________________________________ * વિભુ = દ્રઢ; અચળ; નિત્ય; સમર્થ; સર્વ ગુણપર્યાયોમાં વ્યાપક.