સમયસાર ગાથા-૨૯૭ ] [ ૪૨૯
હવે પૂછે છે કે-આ આત્માને પ્રજ્ઞા વડે કઈ રીતે ગ્રહણ કરવો? તેનો ઉત્તર કહે છેઃ-
આત્માને રાગથી ભિન્ન પાડવાની કે શુદ્ધાત્માને અંદર ગ્રહણ કરવાની- અનુભવવાની રીત શું? એમ શિષ્યનો પ્રશ્ન છે. બીજી રીતે કહીએ તો અનંતકાળમાં જે કર્યું નથી તે સમ્યગ્દર્શન કેમ પ્રગટ થાય? સમ્યગ્દર્શનનું ધ્યેય શું હોય? અહા! એની વર્તમાન ક્રિયા શું હોય? આ પ્રશ્નનો ઉત્તર કહે છેઃ-
અહા! ભગવાન સર્વજ્ઞદેવે જે પ્રત્યેક આત્મા જોયો તે દ્રવ્યે અને ગુણે શુદ્ધ છે. એની પર્યાયમાં જે મિથ્યાત્વ ને રાગદ્વેષાદિ વિકાર છે એનાં ષટ્કારક-કર્તા, કર્મ આદિ પર્યાયનાં પર્યાયમાં છે, શુદ્ધ આત્મદ્રવ્ય એમાં કાંઈ કરતું નથી. તેવી રીતે જે નિર્મળ નિર્વિકાર ધર્મની પરિણતિ થાય એનાં ષટ્કારક એનામાં છે; અહા! તે નિર્મળ પરિણતિ રાગ-વ્યવહારને લઈને થઈ છે એમ નથી, વા શુદ્ધ દ્રવ્ય-ગુણને લઈને થઈ છે એમ પણ નથી. અહા! આવી ઓમ્ધ્વનિમાં આવેલી બહુ સૂક્ષ્મ વાત અહીં કહે છે.
‘નિયત સ્વલક્ષણને અવલંબનારી પ્રજ્ઞા વડે જુદો કરવામાં આવેલો જે ચેતક (- ચેતનારો), તે આ હું છું...’
નિયત સ્વલક્ષણને અવલંબનારી પ્રજ્ઞા...’ શું કહ્યું એ? કે અંદરમાં જ્ઞાનની દશા અંતઃસ્વભાવને (-સ્વને) જાણતાં રાગને જાણે (પરને જાણે) એવું સ્વપરપ્રકાશક પ્રજ્ઞાનું નિયત નામ નિશ્ચય સ્વલક્ષણ છે. અહા! જાણવું એ એનો સ્વભાવ છે. જ્ઞાન... જ્ઞાન... જ્ઞાન-એ આત્માનો સ્વભાવ છે અને તે એનું સ્વલક્ષણ છે. રાગ બંધનું લક્ષણ છે અને જ્ઞાન આત્માનું સ્વલક્ષણ છે. અહા! આવા સ્વલક્ષણને જ્ઞાનસ્વભાવને અવલંબનારી પ્રજ્ઞા નામ જ્ઞાનની દશા આત્માને રાગથી ભિન્ન અનુભવે છે, જાણે છે. અહાહા! જે જ્ઞાનની દશા રાગથી ભિન્ન પડી અંદર ભગવાન જ્ઞાનસ્વભાવમાં એકાકાર થઈ તે જ્ઞાનની દશામાં ભગવાન આત્મા ભિન્ન જણાય છે, અનુભવાય છે. આનું નામ પ્રજ્ઞા વડે ભિન્ન કરવામાં આવેલો ચેતક; સમજાણું કાંઈ...? જ્ઞાનસ્વભાવને આલંબીને અંતર્મુખ થયેલી જ્ઞાનની દશા-પ્રજ્ઞા જે પ્રગટ થઈ તેમાં ભગવાન આત્મા-ચેતક ચેતનારો જણાયો અને એમાં આ ચેતક-ચેતનારો તે આ હું છું એમ પ્રત્યક્ષ થાય છે. ચેતનારો તે આ હું-એમ વિકલ્પ નહિ, પણ અંતરમાં વળેલી જ્ઞાનની દશામાં જે જુદો જણાયો ચેતક-ચેતનારો, તે આ હું છું એમ પ્રત્યક્ષ અનુભવ થાય છે. એમ વાત છે સમજાણું કાંઈ...?
હવે કહે છે- ‘અને અન્ય સ્વલક્ષણોથી લક્ષ્ય (અર્થાત્ ચૈતન્યલક્ષણ સિવાય બીજાં લક્ષણોથી ઓળખવા યોગ્ય) જે આ બાકીના વ્યવહારરૂપ ભાવો છે, તે બધાય