Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 2910 of 4199

 

૪૩૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૮ ચેતકપણારૂપી વ્યાપકના વ્યાપ્ય નહિ થતા હોવાથી, મારાથી અત્યંત ભિન્ન છે.’

શું કીધું? કે આ દયા, દાન, વ્રત, તપ, ભક્તિના ભાવ અને કામ, ક્રોધાદિ ભાવ- એ બધા વ્યવહારરૂપ ભાવો છે, ને તે બધાય ચૈતન્યલક્ષણથી ભિન્ન બંધલક્ષણથી ઓળખાવાયોગ્ય છે. અહા! નિશ્ચય આત્માનું લક્ષણ ભિન્ન છે ને વ્યવહાર ભાવોનું લક્ષણ ભિન્ન છે. જ્ઞાનલક્ષણથી (-સ્વભાવથી) જણાય એવો ચેતનારો તે હું છું અને અન્યલક્ષણોથી ઓળખાય એવા બાકીના બધાય ભાવ વ્યવહારરૂપ ભાવો છે. આત્મા ગુણી, અને જ્ઞાન, દર્શન એના ગુણ એવો ગુણ-ગુણીના ભેદનો વિકલ્પએ વ્યવહારભાવ છે. અહીં કહે છે-એ બધાય વ્યવહારભાવો ચેતનારો જે ચેતક-જ્ઞાયક એની અવસ્થા થવાને લાયક નથી. આવી સૂક્ષ્મ વાત છે!

સૂક્ષ્મ પડે પણ વાત તો આ છે. માર્ગ તો આ છે ભાઈ! અનંતકાળના જન્મ- મરણના દુઃખથી છૂટવાનો આ જ માર્ગ છે.

ભગવાન આત્મા ચેતનારો-ચેતક, વ્યાપક થઈને-પ્રસરીને-વિસ્તરીને રાગરૂપ- વિકારરૂપ થાય એવી વસ્તુ જ નથી-એમ કહે છે. અહાહા...! મારો નાથ સચ્ચિદાનંદ પ્રભુ વિસ્તરીને-વિશાળરૂપ થઈને વિકારપણે થાય એમ છે જ નહિ. વિકારરૂપ થાય એ હું- આત્મા નહિ એમ અહીં કહે છે. આત્મા અંદર વસ્તુ એકલું ચૈતન્યનું દળ નિર્મળ નિર્વિકાર આનંદસ્વરૂપ છે; અને આ વિકારના ભાવ એનાથી વિપરીત વિભાવભાવ છે. અહીં કહે છે-શુદ્ધ આત્મવસ્તુ પોતે વ્યાપક થઈને વિભાવભાવની અવસ્થાઓને ધારણ કરે એવું એનું સ્વરૂપ જ નથી. અંદર જ્ઞાનમાં પ્રત્યક્ષ થાય કે આ ચેતનારો તે હું છું, અન્ય જે વ્યવહારરૂપ ભાવો તે મારા ચેતકપણારૂપી વ્યાપકનું વ્યાપ્ય નથી માટે મારાથી અત્યંત ભિન્ન છે ત્યારે એને સમકિત થાય છે. આવો જૈન ધર્મ છે બાપા!

આ વાણીયાઓ માને કે અમે જૈન છીએ પણ એને ખબરેય નથી કે જૈન શું છે? બાપુ! ભેદજ્ઞાન-સમ્યગ્જ્ઞાન વિના કયાંય જૈનપણું હોતું નથી. ભેદજ્ઞાન વડે સમકિત પ્રગટ કરે તે જૈન છે. ભાઈ! કોથળીમાં કાળીજીરી ભરે ને ઉપર નામ (લેબલ) સાકર લખે એટલે કાંઈ અંદર સાકર થઈ જાય? એમ નામ જૈનનું રાખે પણ અંદર સમકિત વિના જૈનપણું કોઈનેય હોતું નથી. સમજાણું કાંઈ...?

ભાઈ! આ તો સર્વજ્ઞ પરમેશ્વરની વાણી! એને સમજવા માટે ઉપયોગ સૂક્ષ્મ સ્વાભિમુખ કરવો જોઈએ. સર્વજ્ઞના પેટની વાત ત્યારે સમજાય છે.

‘જે આ બાકીના વ્યવહારરૂપ ભાવો છે, તે બધાય...’ એમ કહ્યું છે ને! એટલે કે તે ભાવો છે તો ખરા, પણ તે બધાય-બધાય હોં-ચેતકપણારૂપ વ્યાપકનું વ્યાપ્ય નથી. જે કોઈ શુભાશુભ વિકલ્પો ઉઠે છે તે મારા ચેતન-ચિદ્રૂપ સ્વરૂપનું વ્યાપ્ય થાય અર્થાત્ મારા થનારનું થવું થાય એવું વસ્તુસ્વરૂપ જ નથી. અહા! ચેતનારો હું વિસ્તરું તો શુદ્ધ ચૈતન્યમય પર્યાયપણે વિસ્તરું, મારો વિસ્તાર થાય તો ચૈતન્યની નિર્મળ