સમયસાર ગાથા-૨૯૭ ] [ ૪૩પ
વર્તમાન જ્ઞાનની દશા-ભગવતી પ્રજ્ઞા સ્વ જે ચેતક તે તરફ જાય છે ત્યારે આ ચેતક-ચેતનારો છે તે હું છું એમ દ્રષ્ટિ થાય છે, અને બાકીના ભાવો પરથી દ્રષ્ટિ છૂટી જાય છે અર્થાત્ બાકીના ભાવો મારા છે એમ એને ભાસતું નથી, તેઓ પર છે એમ ભાસે છે.
પ્રજ્ઞારૂપી જ્ઞાનની દશા વડે બન્નેને ભિન્ન કરવામાં આવતાં આ ચેતક તે હું છું એમ અનુભવમાં આવે છે. ત્યાં ખરેખર આખું ચેતક-દ્રવ્ય કાંઈ જ્ઞાનની પર્યાયમાં આવી જતું નથી. દ્રવ્ય તો દ્રવ્યરૂપે રહે છે; પણ ત્રિકાળી દ્રવ્યની જે અનંતી શક્તિ તે વર્તમાન જ્ઞાનની પર્યાયમાં જણાઈ જાય છે. અહા! આવું અદ્ભુત સામર્થ્ય એક સમયની જ્ઞાનની દશાનું-પ્રજ્ઞાનું હોય છે કે જે સર્વજ્ઞસ્વભાવી ભગવાન આત્માના સામર્થ્યને પૂરણ જાણી લે છે. અહો પ્રજ્ઞા!
પહેલાં જે જ્ઞાનની દશા પર તરફના વલણવાળી હતી તેમાં રાગાદિ સ્વપણે ભાસતા હતા. અહા! હવે તે પર્યાય વ્યય થઈને ત્રિકાળી શુદ્ધ દ્રવ્યના આશ્રયે નથી પર્યાય ઉત્પન્ન થઈ તેમાં આ ચેતક છે તે હું છું એમ જણાયું, વ્યવહાર તો હું નહીં પણ ચેતકનો જેમાં અનુભવ થયો તે જ્ઞાનની દશા-પ્રજ્ઞા પણ હું નહિ, તે બધા ભાવો પર છે એમ યથાર્થ ભાસ્યું. આનું નામ ભેદજ્ઞાન ને ધર્મ છે. આ હું ને આ હું નહિ-એ તો સમજાવવા માટે ભેદથી વાત કરી, બાકી સ્વાનુભવમાં તો એક અભેદ દ્રવ્યનો જ આશ્રય હોય છે, ભેદનું લક્ષ હોતું નથી. અહો! આવી પરમ સત્ય વાત દિગંબર ધર્મ સિવાય બીજે કયાંય નથી; સૂક્ષ્મ પડે પણ આ જ વસ્તુસ્થિતિ છે. હવે કહે છે-
માટે (અભિન્ન છ કારકોથી) હું જ, મારા વડે જ, મારા માટે જ, મારામાંથી જ, મારામાં જ, મને જ ગ્રહણ કરું છું.’
જોયું? હું જ ગ્રહણ કરું છું તે કર્તા કહ્યો અને હું મને જ ગ્રહણ કરું છું તે કર્મ કહ્યું. અહા! પ્રજ્ઞા એટલે સ્વાનુભવની નિર્મળ દશાને મેં જ ગ્રહણ કરી છે, એ મારું જ કાર્ય છે. ભગવાનની વાણી સાંભળી માટે એ કાંઈ વાણીનું કાર્ય નથી. વ્યવહાર કે નિમિત્તનું એ કાર્ય નથી. આ પ્રમાણે કર્તા-કર્મ અભિન્ન જ છે. વળી મારા વડે જ હું મને ગ્રહણ કરું છું-એ સાધન કહ્યું. વ્યવહારરત્નત્રય સાધન છે એમ નહિ, પણ મારી અંતરમાં વળેલી જ્ઞાનની દશા-પ્રજ્ઞા જ સાધન છે. મારા માટે જ ગ્રહણ કરું છું-આ સંપ્રદાન કીધું. જે સ્વાનુભવ થયો તે મેં મને જ દીધો ને મેં મારા માટે જ રાખ્યો, બીજાને માટે નહિ. મારામાંથી જ ગ્રહણ કરું છું આ અપાદાન કીધું; સ્વાનુભવની દશા નિમિત્ત કે વ્યવહારમાંથી પ્રગટ થઈ છે એમ નહિ, પણ પોતે પોતામાંથી જ પ્રગટ થઈ છે. મારામાં જ ગ્રહણ કરું છું-આ આધાર કીધો. અહા! સ્વાનુભવની દશાને કોઈ બહારનો-નિમિત્ત