૪૩૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૮ કે વ્યવહારનો-આધાર નથી. પોતાને પોતામાં જ આધાર છે. આ અભિન્ન ષટ્કારકનું પરિણમન પર્યાયનું પર્યાયમાં છે; ધ્રુવમાં નથી કેમકે ધ્રુવ તો કૂટસ્થ અપરિણામી છે.
શું કીધું? કે ધ્રુવ તો કૂટસ્થ અપરિણામી છે. દ્રવ્ય અને ગુણ-બન્ને ત્રિકાળ ધ્રુવ છે. માટે કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન ને અધિકરણ-એમ ષટ્કારકરૂપ પરિણમન ધ્રુવમાં નથી. પર્યાયનું ષટ્કારકરૂપ પરિણમન પર્યાયમાં છે. પર્યાયનો પર્યાય કર્તા, પર્યાયનું પર્યાય કર્મ, પર્યાયનું પર્યાય સાધન એમ પર્યાયનું ષટ્કારકરૂપ પરિણમન અભિન્ન પર્યાયમાં જ છે. સમજાણું કાંઈ...?
ત્યારે કોઈ વળી કહે છે-પોતાથીય થાય ને નિમિત્તથીય થાય એમ અનેકાન્ત કહેવું જોઈએ.
બાપુ! મારા વડે થાય ને પર-નિમિત્તાદિ વડે ન થાય એનું નામ અનેકાન્ત છે. મારા વડેય થાય ને પર-નિમિત્તાદિ વડેય થાય એવી માન્યતા તો ફુદડીવાદ છે, અનેકાંત નથી.
અહા! વીતરાગ સર્વજ્ઞદેવ એમ કહે છે કે જે રીતે વસ્તુ છે તે રીતે ન માનતાં એને જે વિપરીત માને છે તે વસ્તુને આળ આપે છે. જેમકે આત્મા રાગથી જણાય, ભેદથી અભેદ જણાય, નિમિત્તથી (ઉપાદાનમાં) કાર્ય થાય-ઇત્યાદિ માને તે વસ્તુને આળ આપે છે. અહા! સતનું સત્ત્વ જે રીતે છે તે રીતે ન માને તે સત્ને આળ આપે છે. અહાહા...! આત્મા અનંત શક્તિઓનો પિંડ સચ્ચિદાનંદ પ્રભુ ચૈતન્યસ્વભાવનો સાગર અંદર પૂરણ પદાર્થ છે. છતાં એને અપૂર્ણ અને રાગવાળો કોઈ માને તો તે સ્વરૂપને જેમ છે તેમ ન માનતાં તે પોતાને આળ આપે છે. અહા! આમ વસ્તુને-પોતાને આળ આપતાં આપતાં એની એવી ભૂંડી દશા થઈ જશે કે તે નિગોદમાં ચાલ્યો જશે જ્યાં બીજા, આ જીવ છે એમ માનવા પણ સંમત નહિ થાય. બાપુ! વસ્તુને આળ દેવાના અપરાધની સજા બહુ આકરી છે.
ભાઈ! આ સમયસાર તો સર્વજ્ઞ ભગવાનની ઓમ્ધ્વનિનો સાર છે. બનારસી વિલાસમાં બનારસીદાસે કહ્યું છે કે-
ભગવાન મુખેથી બોલે છે એમ કહ્યું એ તો લોકશૈલીની ભાષા છે. આનો ખુલાસો પંચાસ્તિકાયમાં છે. ખરેખર તો ભગવાને હોઠ હાલ્યા વિના અંદરમાં સર્વ પ્રદેશોથી ઓમ્ધ્વનિ નીકળે છે. અહા! વસ્તુની સ્થિતિ કાંઈ ભગવાને કરી નથી. એ તો જેવી છે તેવી એમણે જાણી છે અને એવી જ એમની વાણીમાં આવી છે. જેમ આત્માનો સ્વભાવ સ્વપરને જાણવાનો છે તેમ વાણીનો સ્વભાવ સ્વપરને કહેવાનો છે. તો સ્વપરની