સમયસાર ગાથા ૨૯૮-૨૯૯ ] [ ૪પપ
‘જો ચેતના પોતાની દર્શનજ્ઞાનરૂપતાને છોડે તો ચેતનાનો જ અભાવ થતાં, કાં તો ચેતન આત્માને જડપણું આવે, અથવા તો વ્યાપકના અભાવથી વ્યાપ્ય એવા આત્માનો અભાવ થાય.’
અહીં કહે છે કે ચેતનાના જ્ઞાતા-દ્રષ્ટાપણે બે રૂપ ન માનો તો ચેતનાનો અભાવ થઈ જાય અને ચેતનાનો અભાવ થતાં ચેતન આત્મા જડ થઈ જાય. અથવા ચેતના વ્યાપક છે, અને આત્મા વ્યાપ્ય છે. તેથી વ્યાપકનો અભાવ થતાં વ્યાપ્ય આત્માનો નાશ થઈ જાય.
‘માટે ચેતના દર્શનજ્ઞાનસ્વરૂપ જ માનવી.’ ચેતન (દ્રવ્ય) ને ચેતના (ગુણ) અભેદ છે. માટે જેને ધર્મ કરવો હોય તેણે ચેતના-જ્ઞાતાદ્રષ્ટાસ્વભાવથી અભેદ ભગવાન આત્માની દ્રષ્ટિ કરીને તેમાં જ એકાગ્ર થવું જોઈએ. હવે આવી વાત કઠણ પડે એટલે લોકો ‘એકાન્ત છે’ -એમ રાડુ પાડે પણ ભાઈ! આ સમ્યક્ એકાન્ત છે.
વળી કોઈ કહે છે કે-પર્યાય અને દ્રવ્ય તો અભિન્ન જ છે, માટે પર્યાયમાં અશુદ્ધતા હોય તો દ્રવ્ય પણ અશુદ્ધ થઈ જાય.
ભાઈ! એમ નથી બાપા! દ્રવ્ય તો ત્રિકાળ છે અને પર્યાય તો એક સમયવર્તી જ છે. સિદ્ધની નિર્વિકારી પર્યાય પણ એક સમયની જ છે, એ કાંઈ ત્રિકાળી વસ્તુ નથી. સિદ્ધની પર્યાય પણ દ્રવ્યનો એક ભેખ છે. તેવી રીતે મોક્ષમાર્ગની પર્યાય પણ ત્રિકાળી દ્રવ્યનો એક સમયનો ભેખ છે અને સંસારની પર્યાય પણ ચેતન દ્રવ્યનો એક સમયનો વિકારી ભેખ છે.
આ શાસ્ત્રની ગાથા ૩૨૦માં કહ્યું છે કે મોક્ષમાર્ગની પર્યાય પણ દ્રવ્યથી કથંચિત્ (-નિશ્ચયથી) ભિન્ન છે. ચેતન જે દ્રવ્ય છે એનો ચેતના સ્વભાવ છે. ત્યાં ચેતન દ્રવ્યમાં- અભેદમાં એકાગ્ર થતાં ચેતનાસ્વભાવમય સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રના-મોક્ષમાર્ગના પરિણામ પ્રગટ થાય છે. હવે એ પર્યાય જો દ્રવ્યમાં એકરૂપ (અભેદ) થઈ જાય તો મોક્ષમાર્ગની પર્યાયનો નાશ થતાં ત્રિકાળી પારિણામિકભાવનો પણ નાશ થઈ જાય.
શું કીધું? કે આત્મા અનંતગુણનો પિંડ પ્રભુ એક શુદ્ધ ચૈતન્યરસકંદ છે. એને જ્ઞાનની પર્યાયમાં જ્ઞેય બનાવતાં જે સ્વસંવેદનજ્ઞાન થયું એની સાથે ‘આ અખંડ એક પરિપૂર્ણ ચિન્માત્ર વસ્તુ હું છું’ -એવી પ્રતીતિ પ્રગટ થઈ અને સાથે સ્વરૂપમાં ચરવા- રમવારૂપ આચરણ પ્રગટ થયું. આમ પ્રગટ થયેલ શુદ્ધ રત્નત્રયરૂપ મોક્ષમાર્ગની પર્યાય જો ત્રિકાળી આત્મદ્રવ્ય સાથે એક થઈ જાય તો તે મોક્ષમાર્ગની પર્યાયનો નાશ થતાં દ્રવ્યનો પણ નાશ થઈ જાય. માટે નિશ્ચયથી પર્યાય દ્રવ્યથી ભિન્ન જ છે.
સંવર અધિકારની આરંભની ગાથાઓમાં લીધું છે કે-ભગવાન આત્મા એક