૪પ૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૮ વસ્તુ છે ને દયા, દાન આદિના જે શુભાશુભ પરિણામ થાય છે એ એનાથી ભિન્ન બીજી વસ્તુ છે, કેમકે રાગના પ્રદેશો ને આત્માના પ્રદેશો ભિન્ન છે. જેટલા ક્ષેત્રમાં રાગ ઉત્પન્ન થાય છે તે ક્ષેત્ર, ધ્રુવના ક્ષેત્રની ભિન્ન ગણવામાં આવ્યું છે. અને તેથી વિકારનો આધાર આત્મા નહિ, કે આત્માનો આધાર વિકાર નહિ-એમ બન્નેને પરસ્પર આધાર-આધેય સંબંધ નથી એમ ત્યાં સિદ્ધ કર્યું છે. (મતલબ કે પર્યાય દ્રવ્યથી વાસ્તવમાં ભિન્ન જ છે.)
મોક્ષમાર્ગની પર્યાય છે તેના પણ પ્રદેશો ત્રિકાળીના ક્ષેત્રથી ભિન્ન ગણવામાં આવ્યા છે. આ વાત ચિદ્દવિલાસમાં આવે છે. પ્રવચનસારમાં પણ કહ્યું છે કે-ઉત્પાદ ઉત્પાદથી છે, ધ્રુવ કે વ્યયથી નહિ; વ્યય વ્યયથી છે, ઉત્પાદ કે ધ્રુવથી નહિ; ને ધ્રુવ ધ્રુવથી છે, ઉત્પાદ કે વ્યયથી નહિ. બહુ ઝીણી વાત છે ભાઈ! તત્ત્વ બહુ સૂક્ષ્મ છે પ્રભુ!
પર્યાયની સ્થિતિ એક સમયની છે, જ્યારે દ્રવ્ય ત્રિકાળ છે. પર્યાયનો ભાવ જે પ્રદેશમાં ઉત્પન્ન થાય છે તે પ્રદેશનો અંશ ભિન્ન છે ને ત્રિકાળી દ્રવ્યના પ્રદેશ ભિન્ન છે. અહા! પર્યાયનું વીર્ય પર્યાયથી છે, પર્યાયની ઉત્પત્તિ પર્યાયથી છે. પર્યાયનું ટકવું પર્યાયથી છે. પર્યાયનાં ષટ્કારક પર્યાયમાં પર્યાયથી છે. આમ નિશ્ચયથી પર્યાય દ્રવ્યથી ભિન્ન છે.
માટે અશુદ્ધ પર્યાય હોતાં ત્રિકાળી દ્રવ્ય આખું અશુદ્ધ થઈ જાય છે એમ નથી. પર્યાયની અશુદ્ધતાના કાળમાં પણ દ્રવ્ય તો એકરૂપ શુદ્ધ જ છે. (તેને પર્યાય અપેક્ષા અશુદ્ધ કહેવું એ બીજી વાત છે.)
અરે! અનંતકાળમાં પોતે કોણ છે એ સમજવાની એણે દરકાર કરી નથી. ભાઈ! પર્યાય છે ખરી; પર્યાય છે જ નહિ એમ કોઈ કહે તો એ ખોટું છે. પર્યાય છે અને કાર્ય પર્યાયમાં જ થાય છે, ત્રિકાળી દ્રવ્યમાં નહિ. ત્રિકાળી દ્રવ્ય જે શુદ્ધ એકરૂપ છે તેનો આશ્રય કરવાથી (પર્યાય એના વલણમાં જવાથી) સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની નિર્મળ પર્યાય ઉત્પન્ન થાય છે. પરંતુ તે એક સમયની અવસ્થા છે. અહા! એક સમયની અવસ્થાનો ભાવ ભિન્ન, કાળ ભિન્ન, ક્ષેત્ર ભિન્ન અને વીર્ય ભિન્ન છે. અહો! વસ્તુનું સ્વરૂપ આવું છે; ભગવાને આવું દેખ્યું છે અને કહ્યું છે. (ભગવાનની વાણીમાં એ પ્રમાણે આવ્યું છે).
અહીં કહે છે-ચેતના દર્શનજ્ઞાનસ્વરૂપ જ માનવી. અહા! જેમ વસ્તુનું સ્વરૂપ સામાન્યવિશેષરૂપ છે તેમ વસ્તુને ચેતનારી ચેતના પણ સામાન્ય દર્શનસ્વરૂપ અને વિશેષ જ્ઞાનસ્વરૂપ છે. અહા! આવા પોતાના જ્ઞાતા-દ્રષ્ટા સ્વભાવને જાણી, તેમાં જ એકાગ્રપણે લીન થઈને રહેવું એનું નામ ધર્મ છે. સમજાણું કાંઈ...?
અહીં તાત્પર્ય એવું છે કે-“સાંખ્યમતી આદિ કેટલાક લોકો સામાન્ય ચેતનાને જ માની એકાંત કહે છે, તેમનો નિષેધ કરવા માટે ‘વસ્તુનું સ્વરૂપ સામાન્યવિશેષરૂપ