૧૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૨ અહીં વાત જ નથી. ભગવાન શુદ્ધ ચૈતન્યઘન એક જ્ઞાયકભાવ જેને છઠ્ઠી ગાથામાં પ્રમત્ત- અપ્રમત્ત પર્યાય વિનાનો એક જ્ઞાયકસ્વભાવ કહ્યો છે એને દેખવો એ તો નિશ્ચય થયો અને તેને ત્રણપણે પરિણમતો જાણવો એ વ્યવહાર થયો. બેયને એકીસાથે જાણવો એ પ્રમાણ થયું.
અહાહા! આશ્રયયોગ્ય આદરણીય તરીકે એક ત્રિકાળી (દ્રવ્ય) છે, અને જાણવાલાયક છે એ તો વ્યવહારનો વિષય જે ત્રણપણે પરિણમે છે તે (પર્યાય) છે. તેમાં પણ જે ત્રિકાળી નિશ્ચય એક છે તેને રાખીને બીજું પર્યાયનું જ્ઞાન (તેમાં) ભેળવ્યું તે પ્રમાણ છે. શું કહ્યું? ત્રિકાળ જ્ઞાયકભાવ એકરૂપ છે તે નિશ્ચય તથા તેની સાથે પર્યાયના ભેદનું જ્ઞાન કરવું તે વ્યવહાર. એ નિશ્ચય સાથે વ્યવહારનું જ્ઞાન થયું (ભેળવ્યું) તો પ્રમાણજ્ઞાન કહેવાય. પ્રમાણજ્ઞાનમાં સાથે વ્યવહાર આવ્યો માટે નિશ્ચય અંદર ભૂલાઈ ગયો એમ નથી. નિશ્ચય તો એકરૂપ છે જ. નિશ્ચય તો પ્રમાણમાં પહેલાં આવ્યો જ.
હવે નયવિવક્ષા કહે છેઃ-
‘एकोऽपि’ આત્મા એક છે, જ્ઞાયકસ્વભાવી વસ્તુ ભગવાન આત્મા તો એક જ છે તોપણ ‘व्यवहारेण’ વ્યવહારદ્રષ્ટિથી જોવામાં આવે તો ‘त्रिस्वभावत्वात्’ ત્રણ સ્વભાવપણાને લીધે ‘मेचकः’ અનેકાકારરૂપ મેચક છે, ‘दर्शन–ज्ञान–चारित्रैः त्रिभिः परिणतत्वतः’ કારણ કે દર્શન જ્ઞાન અને ચારિત્ર-એ ત્રણ ભાવે પરિણમે છે.
ભગવાન આત્મા જ્ઞાયકસ્વભાવરૂપ એક સ્વરૂપે જ છે. પણ તેમાં ત્રણ પ્રકારના (સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર એવા) પરિણમનરૂપ વ્યવહારદ્રષ્ટિથી જોઈએ તો અનેકાકાર છે, મેચક છે. સ્વભાવ ચિદાનંદ જે દ્રષ્ટિનો-સમ્યગ્દર્શનનો વિષય છે તે તો એકરૂપ જ છે, તેના ત્રણ ભેદ પાડવા એ વ્યવહાર છે, શુભભાવરૂપ વ્યવહારની અહીં વાત જ નથી. એ તો સંસાર ખાતે છે.
અહાહા....! કહે છે કે આત્માને દ્રવ્યથી જુઓ તો આત્મા એક છે. વસ્તુ તરીકે જ્ઞાયકસ્વભાવ એક ચિદ્ઘન નિશ્ચયથી એક સ્વરૂપે જ છે. તોપણ વ્યવહારથી જોવામાં આવે તો સમ્યગ્દર્શન-પ્રતીતિ, સમ્યગ્જ્ઞાન-અવબોધ-જાણવું અને સમ્યક્ચારિત્ર-સ્થિરતા- વિશ્રામ લેવો-એવા જે ત્રણ પ્રકાર છે એ મેચક છે. ત્રણ પ્રકાર જોવા એ મેલ છે. આકરી વાત છે. ભગવાન! અત્યારે તો લોકો આ (શુભરાગ) ક્રિયા આદિ બહારની પ્રવૃત્તિ કરે છે પણ દર્શન-જ્ઞાન-ચારિત્રની તથા વસ્તુસ્થિતિની તો વાત જ જાણતા નથી. અંદર વસ્તુ જે જ્ઞાયક છે તે આત્મા છે અને (બહાર) આ શરીર, વાણી ઇત્યાદિ છે એ તો જડ માટીધૂળ છે; તે આત્મામાં નથી અને આત્માનાં નથી. કર્મ જે જડ છે તે આત્મામાં નથી અને આત્માનાં નથી. વળી પુણ્ય-પાપના ભાવ, દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા વગેરેના ભાવ તથા કામ, ક્રોધાદિ ભાવ એ પણ આત્મામાં નથી અને આત્માના નથી.