૪૭૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૮ [सः तु] તે [जनपदे] લોકમાં [निरशङ्कः भ्रमति] નિઃશંક ફરે છે, [यद्] કારણ કે [तस्य] તેને [बद्धुं चिन्ता] બંધાવાની ચિંતા [कदाचित् अपि] કદાપિ [न उत्पद्यते] ઊપજતી નથી. [एवम्] એવી રીતે [चेतयिता] અપરાધી આત્મા ‘[सापराधः अस्मि] હું અપરાધી છું [बध्ये तु अहम्] તેથી હું બંધાઈશ’ એમ [शङ्कितः] શંક્તિ હોય છે, [यदि पुनः] અને જો [निरपराधः] નિરપરાધી (આત્મા) હોય તો ‘[अहं न बध्ये] હું નહિ બંધાઉં’ એમ [निरशङ्कः] નિઃશંક હોય છે.
અપરાધ કરે છે તેને જ બંધની શંકા થાય છે અને જે અપરાધ કરતો નથી તેને બંધની શંકા થતી નથી, તેમ આત્મા પણ જે અશુદ્ધ વર્તતો થકો, પરદ્રવ્યનું ગ્રહણ જેનું લક્ષણ છે એવો અપરાધ કરે છે તેને જ બંધની શંકા થાય છે અને જે શુદ્ધ વર્તતો થકો અપરાધ કરતો નથી તેને બંધની શંકા થતી નથી-એવો નિયમ છે. માટે સર્વથા સર્વ પારકા ભાવોના પરિહાર વડે (અર્થાત્ પરદ્રવ્યના સર્વ ભાવોને છોડીને) શુદ્ધ આત્માને ગ્રહણ કરવો, કારણ કે એમ થાય ત્યારે જ નિરપરાધપણું થાય છે.
નિરપરાધને શંકા શા માટે થાય? તેવી જ રીતે જો આત્મા પરદ્રવ્યના ગ્રહણરૂપ અપરાધ કરે તો તેને બંધની શંકા થાય જ; જો પોતાને શુદ્ધ અનુભવે, પરને ન ગ્રહે, તો બંધની શંકા શા માટે થાય? માટે પરદ્રવ્યને છોડી શુદ્ધ આત્માનું ગ્રહણ કરવું. ત્યારે જ નિરપરાધ થવાય છે.
‘જેમ આ જગતમાં જે પુરુષ, પરદ્રવ્યનું ગ્રહણ જેનું લક્ષણ છે એવો અપરાધ કરે છે તેને જ બંધની શંકા થાય છે અને જે અપરાધ કરતો નથી તેને બંધની શંકા થતી નથી, તેમ......’
લોકમાં જે પૈસા, કપડાં, દાગીના ઈત્યાદિ પરવસ્તુની ચોરી કરે છે તે અપરાધી છે અને તેને, મને કોઈ પકડશે, બાંધશે, બંધનમાં-જેલમાં નાખશે એવી શંકા થાય છે. પરંતુ જે આવો અપરાધ કરતો નથી તે નિર્ભય રહે છે, તેને બંધનની શંકા થતી નથી. આ દ્રષ્ટાંત છે. હવે કહે છે-