સમયસાર ગાથા ૩૦૪-૩૦પ ] [ ૪૮પ મશગુલ-એકરૂપ થઈને વર્તે છે. અહીં કહે છે-એવો જીવ સાપરાધ છે, ગુન્હેગાર છે.
હવે કહે છે- ‘તે આત્મા, પરદ્રવ્યના ગ્રહણના સદ્ભાવ વડે શુદ્ધ આત્માની સિદ્ધિના અભાવને લીધે બંધની શંકા થતી હોઈને સ્વયં અશુદ્ધ હોવાથી, અનારાધક જ છે.’
જોયું? પરદ્રવ્યના એટલે રાગાદિ પરભાવોના ગ્રહણ વડે એને શુદ્ધ આત્માની અસિદ્ધિ-અપ્રાપ્તિ છે. શું કીધું? રાગાદિ ભાવ છે તે પરદ્રવ્ય છે અને એનું ગ્રહણ કરવું એ અપરાધ છે. મુનિને મહાવ્રતનો રાગ આવે તેને તે ગ્રહે તે અપરાધ છે. કેટલાક લોકો મહાવ્રતાદિને ચારિત્ર અને ધર્મ માને છે, પણ ભાઈ! મહાવ્રતાદિના પરિણામ તે શુભભાવ છે અને તે પરદ્રવ્ય હોવાથી તેનું ગ્રહણ કરવું તે અપરાધ છે. બહુ આકરી વાત છે પ્રભુ! પણ આ સત્ય વાત છે. અહા! મહાવ્રતાદિના પરિણામ ભગવાન આત્માની ચીજથી અન્ય ચીજ છે ને? તેથી તે પરદ્રવ્ય છે અને તેને ગ્રહવું-સેવવું તે અપરાધ છે. મુનિરાજ- ભાવલિંગી સંત-પણ તેને (ક્રમે આવી પડેલો) અપરાધ જ જાણે છે. કોઈપણ રાગને અનુભવવો ને ભલો જાણવો, પોતાનો જાણવો તે અપરાધ છે. અહા! રાગની સેવામાં અને આરાધનામાં પડયો છે તે જીવ સાપરાધ છે, ગુન્હેગાર છે અને તેને આત્માની સિદ્ધિ-પ્રાપ્તિનો અભાવ છે.
અહા! આ પ્રમાણે પરદ્રવ્યના ગ્રહણના સદ્ભાવમાં, શુદ્ધ આત્માની અપ્રાપ્તિ હોવાથી, એને હું બંધન પામું છું એમ શંકા થાય છે. અહા! ભગવાન આત્મા સ્વયં અબંધસ્વરૂપ છે, અબદ્ધસ્પૃષ્ટ છે. આવા આત્માની દ્રષ્ટિને અનુભવ થવા તે જૈનશાસન છે (ગાથા ૧પ). પરંતુ જે આવા શુદ્ધ આત્માને છોડી પરદ્રવ્યનો-રાગનો અનુભવ કરે છે, રાગને સેવે છે તેને શુદ્ધ આત્માની અસિદ્ધિ-અપ્રાપ્તિ છે અને તેથી તેને બંધની શંકા થાય જ છે. આ કારણે સ્વયં અશુદ્ધ હોવાથી અનારાધક જ છે. પોતાના પરમ પવિત્ર પરમાત્મદ્રવ્યનાં જ્ઞાન-શ્રદ્ધાન અને સેવના-આરાધના અભાવમાં ને પુણ્ય-પાપ આદિ પરભાવોના ગ્રહણના સદ્ભાવમાં તે અનારાધક અર્થાત્ અપરાધી જ છે. અહા! તે કોઈપણ રીતે આત્માનો આરાધક નથી.
ભાઈ! આ કોઈપણ રીતે ખૂબ શાંતિ ને ધીરજ કેળવીને સમજવું હોં. આવો યોગ મળવો મહાદુર્લભ છે. અરે! નિગોદમાંથી નીકળી ત્રસ અવસ્થાને પ્રાપ્ત થવું અતિ દુર્લભ છે. એમાંય પંચેન્દ્રિય મનુષ્યપણાને પ્રાપ્ત થવું-એની દુર્લભતાની શી વાત! અને જૈનદર્શન અને વીતરાગની વાણીનો યોગ તો મહા મહા દુર્લભ છે. ભાઈ! તને આવો યોગ મળ્યો છે; માટે તત્ત્વની સમજણ કરી ભવનો અભાવ કર. ભવરહિત અંદર ભગવાન આત્મા તું પોતે છો તેનાં જ્ઞાન-શ્રદ્ધાન અને આરાધના પ્રગટ કર. રાગની આરાધનાથી તને શું પ્રયોજન છે?
અહા! જેઓ રાગની સેવામાં પડયા છે ને દયા, દાન, વ્રત આદિ વ્યવહારના ભાવોથી, તે વ્યવહાર કરતાં કરતાં કલ્યાણ થઈ જશે એમ માને છે તેઓ નિચ્છલ