Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 297 of 4199

 

૧૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૨ પરંપરાએ જીવની પવિત્રતાનું કારણ હોવાથી (વ્યવહારે) પવિત્ર કહેવામાં આવેલ છે તોપણ એકસ્વરૂપ ભગવાન આત્માના અવલંબનને છોડીને રાગનું અવલંબન લે છે માટે પુણ્ય એ પણ પરમાર્થે પાપ જ છે. તેનું એક કારણઃ-શુભ પરિણામનું પરદ્રવ્યના આલંબનરૂપ પરાધીનપણું છે. બીજું કારણઃ-નિર્વિકલ્પ સમાધિમાં લીન (યોગીઓને) આત્મસ્વરૂપમાંથી પડવામાં વ્યવહાર વિકલ્પોનું આલંબન (ગુણ-ગુણીના ભેદરૂપ આત્મસ્વરૂપનું ચિંતવન અથવા દ્રવ્ય-ગુણ-પર્યાયનું ભેદરૂપ ચિંતવન) કારણ છે. વ્યવહારરત્નત્રયનો વિકલ્પ આવ્યો એટલે નિશ્ચયરત્નત્રયથી પડી ગયો. આ રીતે નિશ્ચયનયની અપેક્ષાએ પુણ્ય એ પાપ છે. એટલે વ્યવહારથી જેને પુણ્ય કહેવાય છે તે નિશ્ચયથી (ખરેખર) પાપ છે.] [જયસેનાચાર્યની ગાથા ૧૬૩ ની ટીકા.]

અહીં કહે છે કે આત્મા એક છે તોપણ વ્યવહારદ્રષ્ટિથી દેખવામાં આવે તો ત્રણ સ્વભાવપણાને લીધે અનેકાકારરૂપ છે, મેચક છે. આવો વીતરાગ માર્ગ લોકોને સાંભળવા પણ મળતો નથી. અરેરે! અનાદિથી જીવ સમ્યક્ પ્રતીતિ વિના, અનુભવ વિના ચાર ગતિમાં રખડે છે.

ભગવાન અમૃતચંદ્રાચાર્યનો આ મૂળ શ્લોક છે. તેઓ મુનિ હતા. પંચ પરમેષ્ઠી છે ને? તે પંચપરમેષ્ઠીમાં આચાર્ય ભગવાન થઈ ગયા!!

* કળશ ૧૭ઃ ભાવાર્થ ઉપરનું પ્રવચન *

જયચંદ પંડિતે પણ ભાવાર્થ કેવો (સરસ) લીધો છે. જુઓઃ-‘શુદ્ધદ્રવ્યાર્થિકનયે આત્મા એક છે.’ શુદ્ધ દ્રવ્ય જેનું અર્થ એટલે પ્રયોજન છે એ શુદ્ધદ્રવ્યાર્થિકનય. ‘શુદ્ધ’ એટલે ત્રિકાળ પવિત્ર અને ‘દ્રવ્ય’ એટલે ત્રિકાળી અંખડ વસ્તુ અને ‘આર્થિક’ એટલે પ્રયોજન જેનું છે તે-તે શુદ્ધદ્રવ્યાર્થિકનયથી આત્મા એક છે; જે સમ્યગ્દર્શનનો વિષય છે, તેને શુદ્ધદ્રવ્યાર્થિકનય બતાવે છે.

હવે કહે છે કે ‘આ નયને પ્રધાન કરી આત્માને અભેદ એકરૂપ કહેવામાં આવે ત્યારે પર્યાયાર્થિકનય ગૌણ થયો.’ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની વીતરાગી પરિણતિ એ પર્યાય હોવાથી ગૌણ થઈ. વ્યવહારરત્નત્રયની તો અહીં વાત જ નથી, એ તો બંધનું કારણ છે. પણ અહીં તો ભગવાન આત્મા જે ત્રિકાળ શુદ્ધ એકસ્વરૂપી છે તેની જ્ઞાન- ચારિત્રની નિર્મળ પર્યાય જે સાચો મોક્ષમાર્ગ તે પણ પર્યાયાર્થિકનયનો વિષય હોવાથી ગૌણ થાય છે, અભાવ નહીં. અહાહા! શરીર, મન, વાણી તો એક બાજુ રહ્યા કેમકે એ તો જડ ધૂળ છે; પુણ્ય-પાપના ભાવ પણ એક બાજુ રહ્યા કેમકે એ મલિન છે; સંસાર છે; પણ અહીં તો જે ત્રિકાળી ભગવાન એકરૂપ પ્રભુ તેનાં પ્રતીતિ, જ્ઞાન અને ચારિત્ર-સાચા હો-(શુદ્ધ રત્નત્રય) તેમને પણ જે શુદ્ધ દ્રવ્યાર્થિકનયનો વિષય એકરૂપ