Pravachan Ratnakar (Gujarati). Gatha: 306-307.

< Previous Page   Next Page >


PDF/HTML Page 2976 of 4199

 

ગાથા ૩૦૬ – ૩૦૭
पडिकमणं पडिसरणं परिहारो धारणा णियत्ती य।
णिंदा गरहा सोही अट्ठविहो होदि विसकुंभो।। ३०६।।
अप्पडिकमणमप्पडिसरणं अप्परिहारो अधारणा चेव।
अणियत्ती य अणिंदागरहासोही अमयकुंभो।। ३०७।।
प्रतिक्रमणं प्रतिसरणं परिहारो धारणा निवृत्तिश्च।
निन्दा गर्हा शुद्धिः अष्टविधो भवति विषकुम्भः।। ३०६।।
अप्रतिक्रमणमप्रतिसरणमपरिहारोऽधारणा चैव।
अनिवृत्तिश्चानिन्दाऽगर्हाऽशुद्धिरमृतकुम्भः ।।
३०७।।
પ્રતિક્રમણ, ને પ્રતિસરણ, વળી પરિહરણ, નિવૃત્તિ, ધારણા,
વળી શુદ્ધિ, નિંદા, ગર્હણા–એ અષ્ટવિધ વિષકુંભ છે. ૩૦૬.
અણપ્રતિક્રમણ, અણપ્રતિસરણ, અણપરિહરણ, અણધારણા,
અનિવૃત્તિ, અણગર્હા, અનિંદ્ર, અશુદ્ધિ–અમૃતકુંભ છે. ૩૦૭.
ગાથાર્થઃ– [प्रतिक्रमणम्] પ્રતિક્રમણ, [प्रतिसरणम्] પ્રતિસરણ, [परिहारः]

પરિહાર, [धारणा] ધારણા, [निवृत्तिः] નિવૃત્તિ, [निन्दा] નિંદા, [गर्हा] ગર્હા [च शुद्धिः] અને શુદ્ધિ- [अष्टविधः] એ આઠ પ્રકારનો [विषकुम्भः] વિષકુંભ [भवति] છે (કારણ કે એમાં કર્તાપણાની બુદ્ધિ સંભવે છે).

[अप्रतिक्रमणम्] અપ્રતિક્રમણ, [अप्रतिसरणम्] અપ્રતિસરણ, [अपरिहारः]

અપરિહાર, [अधारणा] અધારણા, [अनिवृत्तिः च] અનિવૃત્તિ, [अनिन्दा] અનિંદા, [अगर्हा] અગર્હા [च एव] અને [अशुद्धिः] અશુદ્ધિ- [अमृतकुम्भः] એ અમૃતકુંભ છે (કારણ કે એમાં કર્તાપણાનો નિષેધ છે-કાંઈ કરવાનું જ નથી, માટે બંધ થતો નથી).

ટીકાઃ– પ્રથમ તો જે અજ્ઞાનીજનસાધારણ (અર્થાત્ અજ્ઞાની લોકોને સાધારણ એવાં) અપ્રતિક્રમણાદિ છે તેઓ તો શુદ્ધ આત્માની સિદ્ધિના અભાવરૂપ સ્વભાવવાળાં હોવાને લીધે સ્વયમેવ અપરાધરૂપ હોવાથી વિષકુંભ જ છે; તેમનો વિચાર કરવાનું શું