સમયસાર ગાથા ૩૦૬-૩૦૭ ] [ ૪૯૭ પ્રયોજન છે? (તેઓ તો પ્રથમ જ ત્યાગવાયોગ્ય છે.) અને જે દ્રવ્યરૂપ પ્રતિક્રમણાદિ છે તેઓ સર્વ અપરાધરૂપી વિષના દોષોને ઘટાડવામાં (-ક્રમે ક્રમે મટાડવામાં) સમર્થ હોવાથી અમૃતકુંભ છે (એમ વ્યવહાર આચારસૂત્રમાં કહ્યું છે) તોપણ પ્રતિક્રમણ-અપ્રતિક્રમણાદિથી વિલક્ષણ એવી અપ્રતિક્રમણાદિરૂપ ત્રીજી ભૂમિને નહિ દેખનાર પુરુષને તે દ્રવ્યપ્રતિક્રમણાદિ (અપરાધ કાપવારૂપ) પોતાનું કાર્ય કરવા અસમર્થ હોવાને લીધે વિપક્ષ કાર્ય (અર્થાત્ બંધનું કાર્ય) કરતાં હોવાથી વિષકુંભ જ છે. જે અપ્રતિક્રમણાદિરૂપ ત્રીજી ભૂમિ છે તે, સ્વયં શુદ્ધાત્માની સિદ્ધિરૂપ હોવાને લીધે સર્વ અપરાધરૂપી વિષના દોષોને સર્વથા નષ્ટ કરનારી હોવાથી, સાક્ષાત્ સ્વયં અમૃતકુંભ છે અને એ રીતે (તે ત્રીજી ભૂમિ) વ્યવહારથી દ્રવ્યપ્રતિક્રમણાદિને પણ અમૃતકુંભપણું સાધે છે. તે ત્રીજી ભૂમિથી જ આત્મા નિરપરાધ થાય છે. તેના (અર્થાત્ ત્રીજી ભૂમિના) અભાવમાં દ્રવ્યપ્રતિક્રમણાદિ પણ અપરાધ જ છે. માટે, ત્રીજી ભૂમિથી જ નિરપરાધપણું છે એમ ઠરે છે. તેની પ્રાપ્તિ અર્થે જ આ દ્રવ્યપ્રતિક્રમણાદિ છે. આમ હોવાથી એમ ન માનો કે (નિશ્ચયનયનું) શાસ્ત્ર દ્રવ્યપ્રતિક્રમણાદિને છોડાવે છે. ત્યારે શું કરે છે? દ્રવ્યપ્રતિક્રમણાદિથી છોડી દેતું નથી (- અટકાવી દેતું નથી, સંતોષ મનાવી દેતું નથી); તે સિવાય બીજું પણ, પ્રતિક્રમણ- અપ્રતિક્રમણાદિથી અગોચર અપ્રતિક્રમણાદિરૂપ, શુદ્ધ આત્માની સિદ્ધિ જેનું લક્ષણ છે એવું, અતિ દુષ્કર કાંઈક કરાવે છે. આ શાસ્ત્રમાં જ આગળ કહેશે કે- *कम्मं जं पुव्वकयं सुहासुहमणेयवित्थरविसेसं। तत्तो णियत्तदे अप्पयं तु जो सो पडिक्कमणं।। (અર્થઃ-અનેક પ્રકારના વિસ્તારવાળાં જે પૂર્વે કરેલાં શુભાશુભ કર્મ છે તેમનાથી જે પોતાના આત્માને નિવર્તાવે છે તે આત્મા પ્રતિક્રમણ છે.) વગેરે.
ભાવાર્થઃ– વ્યવહારનયાવલંબીએ કહ્યું હતું કે-“લાગેલા દોષોનું પ્રતિક્રમણ આદિ કરવાથી જ આત્મા શુદ્ધ થાય છે, તો પછી પ્રથમથી જ શુદ્ધ આત્માના આલંબનનો ખેદ કરવાનું શું પ્રયોજન છે? શુદ્ધ થયા પછી તેનું આલંબન થશે; પહેલેથી જ આલંબનનો ખેદ નિષ્ફળ છે.” તેને આચાર્ય સમજાવે છે કેઃ-જે દ્રવ્યપ્રતિક્રમણાદિક છે તે દોષનાં મટાડનારાં છે, તોપણ શુદ્ધ આત્માનું સ્વરૂપ કે જે પ્રતિક્રમણાદિથી રહિત છે તેના આલંબન વિના તો દ્રવ્યપ્રતિક્રમણાદિક દોષસ્વરૂપ જ છે, દોષ મટાડવાને સમર્થ નથી; કારણ કે નિશ્ચયની અપેક્ષા સહિત જ વ્યવહારનય મોક્ષમાર્ગમાં છે, કેવળ વ્યવહારનો જ પક્ષ મોક્ષમાર્ગમાં નથી, બંધનો જ માર્ગ છે. માટે એમ કહ્યું છે કે-અજ્ઞાનીને જ અપ્રતિક્રમણાદિક છે તે તો વિષકુંભ છે જ; તેમની તો વાત જ શી? પરંતુ વ્યવહારચારિત્રમાં જે પ્રતિક્રમણાદિક કહ્યાં છે તે પણ નિશ્ચયનયે વિષકુંભ જ છે, કારણ કે આત્મા તો પ્રતિક્રમણાદિકથી રહિત, શુદ્ધ, અપ્રતિક્રમણાદિસ્વરૂપ જ છે. _________________________________________________________________ * જુઓ ગાથા ૩૮૩-૩૮પ; ત્યાં નિશ્ચયપ્રતિક્રમણ વગેરેનું સ્વરૂપ કહ્યું છે.