Pravachan Ratnakar (Gujarati). Kalash: 190-191.

< Previous Page   Next Page >


PDF/HTML Page 2979 of 4199

 

સમયસાર ગાથા ૩૦૬-૩૦૭ ] [ ૪૯૯

(पृथ्वी)
प्रमादकलितः कथं भवति शुद्धभावोऽलसः
कषायभरगौरवादलसता प्रमादो यतः।
अतः स्वरसनिर्भरे नियमितः स्वभावे भवन्
मुनिः परमशुद्धतां व्रजति मुच्यते वाऽचिरात्।। १९०।।
(शार्दूलविक्रीडित)
त्यक्त्वाऽशुद्धिविधायि तत्किल परद्रव्यं समग्रं स्वयं
स्वद्रव्ये रतिमेति यः स नियतं सर्वापराधच्युतः।
बन्धध्वंसमुपेत्य नित्यमुदितः स्वज्योतिरच्छोच्छल–
च्चैतन्यामृतपूरपूर्णमहिमा शुद्धो भवन्मुच्यते।। १९१।।

(દ્રવ્યપ્રતિક્રમણાદિને) તો નિશ્ચયનયની પ્રધાનતાથી વિષકુંભ કહ્યાં છે કારણ કે તેઓ કર્મબંધનાં જ કારણ છે, અને પ્રતિક્રમણ-અપ્રતિક્રમણાદિથી રહિત એવી ત્રીજી ભૂમિ, કે જે શુદ્ધ આત્મસ્વરૂપ છે તેમ જ પ્રતિક્રમણાદિથી રહિત હોવાથી અપ્રતિક્રમણાદિરૂપ છે, તેને અમૃતકુંભ કહી છે અર્થાત્ ત્યાંનાં અપ્રતિક્રમણાદિને અમૃતકુંભ કહ્યાં છે. ત્રીજી ભૂમિમાં ચડાવવા માટે આ ઉપદેશ આચાર્યદેવે કર્યો છે. પ્રતિક્રમણાદિને વિષકુંભ કહ્યાં સાંભળીને જેઓ ઊલટા પ્રમાદી થાય છે તેમના વિષે આચાર્યદેવ કહે છે કે-‘આ માણસો નીચા નીચા કેમ પડે છે? ત્રીજી ભૂમિમાં ઊંચા ઊંચા કેમ ચડતા નથી?’ જ્યાં પ્રતિક્રમણને વિષકુંભ કહ્યું ત્યાં તેના નિષેધરૂપ અપ્રતિક્રમણ જ અમૃતકુંભ હોઈ શકે, અજ્ઞાનીનું નહિ. માટે જે અપ્રતિક્રમણાદિ અમૃતકુંભ કહ્યાં છે તે અજ્ઞાનીનાં અપ્રતિક્રમણાદિ ન જાણવાં, ત્રીજી ભૂમિનાં શુદ્ધ આત્મામય જાણવાં. ૧૮૯.

હવે આ અર્થને દ્રઢ કરતું કાવ્ય કહે છેઃ-
શ્લોકાર્થઃ–
[कषाय–भर–गौरवात् अलसता प्रमादः] કષાયના ભાર વડે ભારે

હોવાથી આળસુપણું તે પ્રમાદ છે; [यतः प्रमादकलितः अलसः शुद्धभावः कथं भवति] તેથી એ પ્રમાદયુક્ત આળસભાવ શુદ્ધભાવ કેમ હોઈ શકે? [अतः स्वरसनिर्भरे स्वभावे नियमितः भवन् मुनिः] માટે નિજ રસથી ભરેલા સ્વભાવમાં નિશ્ચળ થતો મુનિ [परमशुद्धतां व्रजति] પરમ શુદ્ધતાને પામે છે [वा] અથવા [अचिरात् मुच्यते] શીઘ્ર- અલ્પ કાળમાં (કર્મબંધથી) છૂટે છે.

ભાવાર્થઃ–પ્રમાદ તો કષાયના ગૌરવથી થાય છે માટે પ્રમાદીને શુદ્ધ ભાવ હોય નહિ. જે મુનિ ઉદ્યમથી સ્વભાવમાં પ્રવર્તે છે તે શુદ્ધ થઈને મોક્ષને પામે છે. ૧૯૦.

હવે, મુક્ત થવાનો અનુક્રમ દર્શાવતું કાવ્ય કહે છેઃ- શ્લોકાર્થઃ– [यः किल अशुद्धिविधायि परद्रव्यं तत् समग्रं त्यक्तवा] જે પુરુષ