પ૦૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૮
‘તે ત્રીજી ભૂમિથી જ આત્મા નિરપરાધ થાય છે. તેના (અર્થાત્ ત્રીજી ભૂમિના) અભાવમાં દ્રવ્યપ્રતિક્રમણાદિ પણ અપરાધ જ છે. માટે, ત્રીજી ભૂમિથી જ નિરપરાધપણું છે એમ ઠરે છે.’
લ્યો, શુદ્ધોપયોગરૂપ ત્રીજી ભૂમિથી જ આત્મા નિરપરાધ થાય છે, બીજી રીતે નહિ, વ્યવહારરત્નત્રયથી નહિ. જ્યાં શુદ્ધોપયોગ નથી, સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર નથી ત્યાં સર્વ ક્રિયાકાંડ અપરાધ જ છે. વ્યવહાર પ્રતિક્રમણ, સામાયિક, પ્રૌષધ, દયા, દાન, વ્રત, તપ, ભક્તિ, પૂજા ઈત્યાદિ સર્વ, શુદ્ધોપયોગના અભાવમાં, અપરાધ જ છે, ઝેર જ છે. માટે શુભાભાવ ભાવોથી રહિત ત્રીજી ભૂમિથી જ નિરપરાધપણું સિદ્ધ થાય છે. આ ન્યાયથી-લોજીકથી સિદ્ધ થયું કે શુદ્ધોપયોગથી જ નિરપરાધપણું છે એ સિવાય પુણ્યની ક્રિયાઓથી જેમાં દોષોનો નાશ થાય એવું નિરપરાધપણું છે નહિ. પુણ્યની ક્રિયાથી દોષનો નાશ સિદ્ધ થતો નથી.
વ્યવહારપ્રતિક્રમણાદિના વિકલ્પ ધર્મીને આવે છે પણ એનું લક્ષ તો અંદર ભગવાન આત્માના અનુભવમાં રહેવાનું હોય છે. દયા, દાન આદિ શુભના કાળેય એની દ્રષ્ટિ શુદ્ધ આત્મા પર હોય છે, અને રાગને છોડી અંદર ભગવાન ચિદાનંદમય આત્મા છે તેની પૂરણ પ્રાપ્તિનું જ એને લક્ષ હોય છે. તેની પ્રાપ્તિ અર્થે જ આ દ્રવ્યપ્રતિક્રમણાદિ છે; શુભરાગમાં રોકાઈ રહેવા અર્થે નહિ. સમજાણું કાંઈ.....?
હવે કહે છે- ‘આમ હોવાથી એમ ન માનો કે (નિશ્ચયનયનું) શાસ્ત્ર દ્રવ્યપ્રતિક્રમણાદિને છોડાવે છે. ત્યારે શું કરે છે? દ્રવ્યપ્રતિક્રમણાદિથી છોડી દેતું નથી.’
અહા! આ સમયસાર નિશ્ચયનયનું એટલે શુદ્ધ ચૈતન્યમાત્ર આત્માને બતાવવાવાળું શાસ્ત્ર છે. સંવત ૧૯૭૮માં આ શાસ્ત્ર પહેલવહેલું અમારા હાથમાં આવ્યું અને જ્યાં વાંચ્યું ત્યાં એમ થઈ ગયું કે-અહો! આ તો અશરીરી થવાની ચીજ છે. આમાં તો શરીર ને સંસાર રહિત સિદ્ધ થવાની સામગ્રી પડી છે. અહીં કહે છે-એમ ન માનવું કે આ નિશ્ચયનું શાસ્ત્ર વ્યવહારપ્રતિક્રમણાદિ છોડાવી અશુભમાં પ્રરે છે. એમાં શુભભાવને છોડી અશુભમાં જવાની વાત નથી. શાસ્ત્રનો દ્રવ્યપ્રતિક્રમણાદિ છોડાવવાનો હેતુ નથી પણ તેમાં અટકી રહેવાનું તે છોડાવે છે. પ્રતિક્રમણ, સામાયિક, ભક્તિ, વ્રત, તપ, પૂજા ઈત્યાદિના શુભરાગમાં રોકાઈ અટકી રહેવાનું તે છોડાવે છે. વાસ્તવમાં તે સુખધામ, ચૈતન્યધામ એવા સ્વરૂપમાં લઈ જાય છે અને એ જ આનું કરવાયોગ્ય કર્તવ્ય છે, ધર્મ છે.
અહા! પુણ્યભાવને છોડી પાપમાં નાખવાનો શાસ્ત્રનો હેતુ નથી. હેતુ તો પુણ્યને પણ છોડી અંદર પરમ પવિત્ર પ્રભુ આત્મા છે તેનો અનુભવ કરાવવાનો છે, કેમકે આત્માનુભવથી જ નિરપરાધપણું છે, કલ્યાણ છે. બાપુ! આ (-સ્વાનુભવ) વિના જેમ