Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 2999 of 4199

 

સમયસાર ગાથા ૩૦૬-૩૦૭ ] [ પ૧૯

જોયું? સમકિતીના વ્યવહારને કે જે પ્રતિક્રમણ, પંચપરમેષ્ઠીનું સ્મરણ, પંચપરમેષ્ઠીની ભક્તિ ઇત્યાદિરૂપ છે તેને અહીં નિશ્ચયથી ઝેરનો ઘડો કહ્યો છે કારણ કે તે કર્મબંધનું જ કારણ છે. શુભભાવોને ઝેર કહેવાનો આશય તેનો પક્ષ છોડાવી શુદ્ધ ચૈતન્યસ્વરૂપમાં જ લીન-સ્થિર કરાવવાનો છે. અહા! શુભાશુભને છોડીને શુદ્ધ ચૈતન્યસ્વરૂપના આશ્રયમાં એકાગ્ર થઈ હે રતે નિશ્ચય-પરમાર્થ પ્રતિક્રમણ છે અને એ જ ધર્મ છે અને શુભથી છોડાવવાનું આ જ પ્રયોજન છે. શુભને છોડીને અશુભમાં જા એમ આશય નથી અને એમ હોય પણ નહિ. (એમ સમજે એ તો એની સ્વચ્છંતા છે).

વ્યવહાર પ્રતિક્રમણ, વ્યવહાર સામાયિક, સ્તવન, વંદન ઈત્યાદિ જે સમકિતીને વ્યવહાર હોય છે તે બધો પરના આશ્રયે પ્રગટ થાય છે; અને પરના આશ્રયે જે ભાવ થાય તે બંધનું જ કારણ છે. તેથી વ્યવહારનો પક્ષ છોડાવી નિશ્ચયસ્વરૂપમાં લીન કરાવવાના પ્રયોજનથી વ્યવહાર-પ્રતિક્રમણાદિને વિષકુંભ કહ્યો છે. એમ કે એ વ્યવહારના ઝેરને છોડા અંદર અમૃતસ્વરૂપ ભગવાન આત્મા છે એમાં લીન-સ્થિર થઈ જા. લ્યો, આવી વાત છે. હવે કહે છે-

‘અને પ્રતિક્રમણ-અપ્રતિક્રમણાદિથી રહિત એવી ત્રીજી ભૂમિ, કે જે શુદ્ધ આત્મસ્વરૂપ છે તેમ જ પ્રતિક્રમણાદિથી રહિત હોવાથી અપ્રતિક્રમણાદિરૂપ છે, તેને અમૃતકુંભ કહી છે અર્થાત્ ત્યાંનાં અપ્રતિક્રમણાદિને અમૃતકુંભ કહ્યાં છે. ત્રીજી ભૂમિમાં ચડાવવા માટે આ ઉપદેશ આચાર્યદેવે કર્યોં છે.’

શું કીધું? એક તો જ્ઞાનીનું દ્રવ્યપ્રતિક્રમણ અને અજ્ઞાનીનું અપ્રતિક્રમણ એટલે મિથ્યાત્વ સહિતનો બધો શુભરાગ-એ બેયથી રહિત શુદ્ધ આત્મસ્વરૂપ અપ્રતિક્રમણ જે ત્રીજી ભૂમિ છે તે, કહે છે, અમૃતકુંભ છે; કેમકે તે અબંધસ્વરૂપ છે, અમૃતસ્વરૂપ છે. તેથી કહે છે-ભાઈ! શુભથી ખસીને શુદ્ધમાં જા તો કલ્યાણ થશે, શુભમાં પડી રહેવામાં કલ્યાણ નહિ થાય. અપ્રતિક્રમણાદિ આ ત્રીજી ભૂમિ છે ત્યાં એક શુદ્ધ આત્માનું આલંબન છે તેથી તેને અમૃતકુંભ કહ્યો છે. આ ત્રીજી ભૂમિમાં આવી રહેવાની વાત છે.

એને બિચારાને એક તો વ્યવહારે પણ (પાપકર્મથી) નિવૃત્તિ મળે નહિ અને કદાચિત્ મળે તો અંતઃપ્રવૃત્તિ (આત્મપ્રવૃત્તિ) કરે નહિ તો તે પણ ઝેર છે એમ કહે છે. એક ત્રીજી ભૂમિએ પહોંચે એ જ અમૃતકુંભ છે. અહા! ત્રીજી ભૂમિએ ચડવા-પહોંચવા અજ્ઞાનીનું અપ્રતિક્રમણ છે એ તો છોડાવ્યું છે, જ્ઞાનીનું દ્રવ્યપ્રતિક્રમણ પણ છોડાવ્યું છે. સમજાય છે. કાંઈ.....?

ભાઈ! આ ત્રીજી ભૂમિકામાં જે અપ્રતિક્રમણાદિ કહ્યું છે તે આત્મસ્વરૂપ છે. જ્ઞાનીને જે દ્રવ્ય-પ્રતિક્રમણાદિ વ્યવહાર છે તે આત્મસ્વરૂપ નથી, ધર્મરૂપ નથી; તેથી તેને વિષકુંભ કહી છોડાવ્યો. જુઓ, જ્ઞાનીને-ધર્મીને વચ્ચે દ્રવ્યપ્રતિક્રમણાદિ શુભભાવ