Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 3003 of 4199

 

સમયસાર ગાથા ૩૦૬-૩૦૭ ] [ પ૨૩ ભરપૂર છે, તેને શુદ્ધભાવ કેમ હોય? ન જ હોય. પણ અહીં તો વિશેષ આ વાત છે કે શુભભાવમાં પણ જે હોંશથી રોકાયેલો છે તે પણ પ્રમાદયુક્ત આળસુ છે. પંચમહાવ્રતના રાગને અને ર૮ મૂલગુણના રાગને પ્રમાદ કહ્યો છે. છઠ્ઠે ગુણસ્થાને તે પ્રમાદી કહેવાય છે. અંદર સ્વરૂપમાં લીન-સ્થિર થાય તે અપ્રમાદ છે, શુદ્ધભાવ છે. પ્રમાદયુક્ત આળસના ભાવ તે શુદ્ધભાવ નથી. આવી આકરી વાત છે.

‘अतः स्वरसनिर्भरे स्वभावे नियमितः भवन मुनिः’ માટે નિજરસથી ભરેલા

સ્વભાવમાં નિશ્વળ થતો મુનિ ‘परमशुद्धताम् व्रजति’ પરમ શુદ્ધતાને પામે છે ‘वा’ અથવા ‘अचिरात् मुच्यते’ શીઘ્ર-અલ્પકાળમાં (કર્મબંધથી) છૂટે છે.

‘માટે નિજરસથી ભરેલા સ્વભાવમાં...’ , જોયું? આત્માનો સ્વભાવ નિજરસથી એટલે શુદ્ધ ચૈતન્યરસથી-શાંતરસથી-આનંદરસથી ભરેલો છે. અહાહા.....! શુભાશુભભાવના રાગરસથી રહિત ભગવાન આત્મા એક ચૈતન્યરસથી-વીતરાગરસથી ભરેલો છે. અહા! આવા સ્વરસથી ભરેલા સ્વભાવમાં નિશ્વલ થતો મુનિ પરમ શુદ્ધતાને પામે છે; અથવા તે શીઘ્ર-અલ્પકાળમાં કર્મથી મુક્ત થાય છે.

પ્રશ્નઃ– જો શીઘ્ર મુક્ત થાય છે તો ક્રમબદ્ધ ક્યાં ગયું? સમાધાનઃ– શીઘ્ર મુક્ત થાય છે ત્યાં બધું એ ક્રમબદ્ધ જ છે. કાંઈ વચ્ચે કાળ તોડી આડું-અવળું થઈ જાય છે એમ અર્થ નથી. ભાઈ! અપ્રમાદમાં રહેનાર મુનિવરની અંદર- દશા જ એવી હોય છે કે તે ક્રમબદ્ધપણે શીઘ્ર જ મુક્તિ પામે. શીઘ્રનો એવો અર્થ નથી ક્રમ તૂટીને પર્યાય આગળ-પાછળ આડી-અવળી થઈ જાય. સમજાણું કાંઈ...? અપ્રમાદીને શીઘ્ર-અલ્પકાળે મુક્તિ થવાનો ક્રમ જ છે.

ત્યારે કોઈ વળી કહે છે-ક્રમબદ્ધ માનવાથી આળસુ નિરુદ્યમી થઈ જવાશે. સમાધાનઃ– ભાઈ એમ નથી; જે ક્રમબદ્ધ યથાર્થ માને તે સ્વતંત્ર પુરુષાર્થી થાય છે. કેવી રીતે? જેને અંતરમાં યથાર્થ નિર્ણય થાય કે-જે સમયે જે પર્યાય જે રીતે થવાની હોય તે સમયે તે પર્યાય તે રીતે થાય જ, તેમાં ઇન્દ્ર, નરેન્દ્ર કે જિનેન્દ્ર પણ ફેરફાર કરી શકે નહિ તે પરદ્રવ્યના કર્તાપણાના ભાવથી છૂટી સ્વદ્રવ્યના આશ્રયમાં જાય છે; અને સ્વદ્રવ્યના આશ્રયમાં જવું એનું નામ જ પુરુષાર્થ છે. પુરુષાર્થ બીજી શું ચીજ છે? અહા! શુદ્ધ ચૈતન્યસ્વભાવી સ્વદ્રવ્યના આશ્રયે પરિણમવું એ જ ઉદ્યમ અને એ જ પુરુષાર્થ છે. ભાઈ! ક્રમબદ્ધના નિર્ણયમાં જ પુરુષાર્થ રહેલો છે; કેમકે એમાં નિજ જ્ઞાતા-દ્રષ્ટાસ્વભાવનું અવલંબન છે.

“જે જે દેખી વીતરાગને, તે તે હોંસી વીરા રે;
અનહોની કબહું નહિ હોસી, કાહે હોત અધીરા રે.”

ક્રમબદ્ધનો નિર્ણય કરનાર કેવો ધીર ને વીર હોય છે એની વાત આ છંદમાં