Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 3032 of 4199

 

સમયસાર ગાથા ૩૦૮ થી ૩૧૧] [૧૩ સાક્ષી રહે છે. અહો! ધર્મી પુરુષની આવી કોઈ અલૌકિક અંતરદશા હોય છે.

પરંતુ અજ્ઞાની જીવ, પોતાને નિજ જ્ઞાતા-દ્રષ્ટાસ્વભાવમાત્ર આત્માનું ભાન નહિ હોવાથી જે જે રાગાદિ પર્યાયો ક્રમબદ્ધ પ્રગટ થાય છે તેનો તે કર્તા થાય છે અને તેથી તે દીર્ઘ સંસારમાં રખડી મરે છે.

શું કહીએ? ભાઈ! તારો અનંત અનંત કાળ ચતુર્ગતિ પરિભ્રમણમાં ગયો છે. અરે! ચોરાસી લાખ યોનિમાં પ્રત્યેક યોનિમાં ભગવાન! તું અનંતવાર ઉપજ્યો! પણ અરે! એણે કદી પોતાનો વિચારેય કર્યો નથી. અરેરે! ક્યાં ક્યાં એણે અવતાર કર્યા? નિજ સ્વરૂપના ભાન વિના નરકમાં, ઢોરમાં, કીડા-કાગડા-કંથવામાં અને પૃથ્વી પાણી ને વનસ્પતિ આ એકેન્દ્રિયમાં અરેરે! એણે અનંત અનંત વાર અવતાર કર્યા છે. અરે! એણે જે પારાવાર કષ્ટ-દુઃખ સહ્યાં તેને કેમ કરીને કહીએ? ભાઈ! અહીં આચાર્યદેવ તારાં દુઃખ દૂર કરવાનો ઉપાય બતાવે છે. કહે છે-

‘પ્રથમ તો જીવ ક્રમબદ્ધ પોતાના પરિણામોથી ઉપજતો થકો જીવ જ છે, અજીવ નથી.’ આ મૂળ મુદની વાત છે. શું? કે ભગવાન આત્મા અનંતગુણનું વાસ્તુ પ્રભુ વસ્તુપણે તો પર્યાયથી ભિન્ન છે. છતાં તેનું પર્યાયમાં જે પરિણમન-બદલવું થાય છે એમાં બદલતી જે અવસ્થાઓ સમયે સમયે પ્રગટ થાય છે તે, કહે છે, ક્રમબદ્ધ થાય છે; આઘી- પાછી કે આડી-અવળી નહિ. જેમ મોતીની માળામાં પોતપોતાના સ્થાનોમાં પ્રકાશતાં મોતી જો આઘાં-પાછાં થાય તો માળા તૂટી જાય. તેમ દ્રવ્યમાં પોતપોતાના અવસરોમાં પ્રગટ થતી પર્યાયોમાં જો ક્રમભંગ થાય તો દ્રવ્ય જ ના રહે. એટલે કે પોતપોતાના અવસરોમાં પ્રગટ થતી પર્યાયો આઘી-પાછી કે વહેલી-મોડી થવાનું જો કોઈ માને તો તેની એ માન્યતા વિપરીત છે, મિથ્યાશ્રદ્ધાન છે. વાસ્તવમાં દ્રવ્યમાં જે પર્યાય જે સમયે થવાની હોય તે સમયે જ તે પર્યાય પ્રગટ થાય છે; વર્તમાન થવાની હોય તે વર્તમાન થાય છે ને ભવિષ્યમાં થવાની હોય તે ભવિષ્યમાં એના કાળે થાય છે. આવી ઝીણી વાત છે ભાઈ!

જુઓ, એક વખતે એક છોકરાએ બીજા છોકરાને વાતવાતમાં ગુસ્સે થઈને ગાલ ઉપર જોશથી થપ્પડ લગાવી દીધી. પછી કોઈ સમજુ માણસે એને ઠપકો આપ્યો તો તે કહે-“એ તો જે સમયે જે થવાનું હતું તે થયું છે. મેં એમાં શું કર્યું છે? એક દ્રવ્ય બીજા દ્રવ્યનું શું કરી શકે છે? ” લ્યો, આવું એણે કહ્યું.

પણ ભાઈ! એની એ વાત બરાબર નથી. જડમાં-શરીરમાં જે ક્રિયા તે સમયે થવાની હતી તે થઈ તથા તે જડની ક્રિયા છે એ તો યથાર્થ છે. પરંતુ ક્રમબદ્ધ જે હિંસાનો-મારવાનો ભાવ થયો તે કોણે કર્યો? તે ભાવનો અજ્ઞાની જીવ અવશ્ય